પંજાબમાં કોંગ્રેસના વધુ એક નેતા સામે કાર્યવાહી, પૂર્વ MLA કુલબીર સિંહ ઝીરાની વહેલી સવારે ધરપકડ

Updated: Oct 17th, 2023


Google NewsGoogle News
પંજાબમાં કોંગ્રેસના વધુ એક નેતા સામે કાર્યવાહી, પૂર્વ MLA કુલબીર સિંહ ઝીરાની વહેલી સવારે ધરપકડ 1 - image
Image : facebook

Congress MLA Arrested in Punjab : પંજાબમાં કોંગ્રેસના વધુ એક નેતાની ધરપકડ કરવામાં આવી છે. આજે વહેલી સવારે પોલીસે ફિરોઝપુરના ઝીરા વિધાનસભા ક્ષેત્રના પૂર્વ કોંગ્રેસના ધારાસભ્ય (former Congress MLA)ની વહેલી સવારે તેમના ઘરેથી ધરકપડ કરવામાં આવી છે. 

કુલબીર સિંહ ઝીરા સામે આ આરોપ છે

પંજાબમાં કોંગ્રેસના વધુ એક નેતા સામે કાર્યવાહી કરતા પંજાબ પોલીસે આજે સવારે ફિરોઝપુરના ઝીરા વિધાનસભા ક્ષેત્રમાંથી કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય કુલબીર સિંહ ઝીરાની ધરપકડ (Police arrested) કરી છે. કુલબીર સિંહ ઝીરા પર પોતાના સમર્થકો સાથે BDPO ઓફિસમાં બળજબરીથી ઘૂસવા, સરકારી કામમાં વિક્ષેપ પાડવા અને ઓફિસની અંદર ધરણા કરવાનો આરોપ છે. પંજાબ પોલીસે આજે સવારે લગભગ 5 વાગ્યે તેના ઘરેથી ધરપકડ કરી હતી.

પંજાબમાં કોંગ્રેસના વધુ એક નેતા સામે કાર્યવાહી, પૂર્વ MLA કુલબીર સિંહ ઝીરાની વહેલી સવારે ધરપકડ 2 - image


Google NewsGoogle News