'રાષ્ટ્ર અને રામના નામે બાંધછોડ ના થઈ શકે...', કોંગ્રેસમાંથી હકાલપટ્ટી બાદ આચાર્ય કૃષ્ણમની પહેલી પ્રતિક્રિયા

Updated: Feb 11th, 2024


Google NewsGoogle News
'રાષ્ટ્ર અને રામના નામે બાંધછોડ ના થઈ શકે...', કોંગ્રેસમાંથી હકાલપટ્ટી બાદ આચાર્ય કૃષ્ણમની પહેલી પ્રતિક્રિયા 1 - image


Acharya Pramod Krishnam : કોંગ્રેસના આંતરિક વિવાદ અને પાર્ટી દ્વારા રામ મંદિરના આમંત્રણને ઠુકરાવવા વિરૂદ્ધ નિવેદન આપનાર આચાર્ય પ્રમોદ કૃષ્ણમને છ વર્ષ માટે પક્ષે સસ્પેન્ડ કરી દીધા છે. આચાર્ય પર પાર્ટી વિરોધી ટિપ્પણી માટે આ કાર્યવાહી કરાઈ છે. હવે સસ્પેન્ડ થયા બાદ તેમનું પહેલું નિવેદન સામે આવ્યું છે.

રાહુલ પર આચાર્યના પ્રહાર

આચાર્યએ પાર્ટીમાંથી સસ્પેન્ડ થયા બાદ પહેલી પ્રતિક્રિયા આપી છે. તેમણે રાહુલ ગાંધીને ટેગ કરતા 'X' પર લખ્યું કે, ‘રાષ્ટ્ર અને રામના નામે બાંધછોડ ના કરી શકાય.’

કુમાર વિશ્વાસે પણ કર્યો કટાક્ષ

આચાર્યની પોસ્ટ બાદ કુમાર વિશ્વાસે પણ કોંગ્રેસ પર પ્રહાર કર્યા છે. તેમણે એક પોસ્ટમાં તુલસીદાસની પંક્તિઓ લખતા કોંગ્રેસને રામ પ્રેમ ન કરનારી ગણાવી. કુમારની પંક્તિઓનો અર્થ છે. જે કોઈને પણ રામ અને સીતા પ્યારા નથી, તેને કરોડો દુશ્મનો સમાન છોડી દેવા જોઈએ, ભલે તેઓ પોતાના સૌથી પ્યારા કેમ ન હોય. પહ્લાદે પોતાના પિતાને, વિભીષણે પોતાના ભાઈને અને વ્રજ ગોપિઓએ પોતાના પતિઓનો ત્યાક કર્યો, પરંતુ આ તમામ આનંદ અને કલ્યાણ કરનારા થયા.

કોંગ્રેસે બહાર પાડ્યું નોટિફિકેશન 

કોંગ્રેસે કહ્યું કે, પક્ષ વિરુદ્ધ શિસ્તભંગ અને વારંવારના નિવેદનો આપવાની ફરિયાદો વધી જવાથી કોંગ્રેસ અધ્યક્ષે પ્રમોદ કૃષ્ણમને 6 વર્ષ માટે પાર્ટીમાંથી હાંકી કાઢવાના ઉત્તર પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રસ્તાવને તાત્કાલિક અસરથી મંજૂરી આપી દીધી છે.

ઘણાં સમયથી કોંગ્રેસવિરોધી વલણ હતું

ઉલ્લેખનીય છે કે આચાર્ય પ્રમોદ કૃષ્ણમ ઘણા સમયથી કોંગ્રેસ પર પ્રહારો કરી રહ્યા હતા. તે પોતાના જ પક્ષના નેતાઓ પર નિશાન સાધતા હતા. તેમણે કહ્યું હતું કે કોંગ્રેસમાં કેટલાક મોટા નેતાઓ છે જે હિન્દુ શબ્દને નફરત કરે છે. કોંગ્રેસના કેટલાક નેતાઓ એવા છે જેઓ માત્ર રામ મંદિર જ નહીં પરંતુ ભગવાન રામને પણ નફરત કરે છે.


Google NewsGoogle News