કોંગ્રેસ નેતા બિહાર સીએમ પર ભડક્યાં, કહ્યું 'નીતીશ કુમારે વિશ્વસનીયતા ગુમાવી દીધી'

કોંગ્રેસે પૂરા દેશમાં એકલા હાથે ચૂંટણી લડવાનું વિચારવું જોઈએ : આચાર્ય પ્રમોદ કૃષ્ણમ

Updated: Jan 27th, 2024


Google NewsGoogle News
કોંગ્રેસ નેતા બિહાર સીએમ પર ભડક્યાં, કહ્યું 'નીતીશ કુમારે વિશ્વસનીયતા ગુમાવી દીધી' 1 - image


Bihar Politics :  લોકસભાની ચૂંટણી (Lok Sabha Elections)માં હવે વધુ સમય બાકી નથી પરંતુ ભાજપ વિરુદ્ધ રચાયેલી 'ઈન્ડિયા' ગઠબંધન (INDIA Alliance)માં તિરાડ પડી રહી છે. બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર (Nitish Kumar) ફરી એકવાર NDAમાં સામેલ થઈ શકે છે તેવી અટકળોએ જોર પકડ્યું છે. આ વચ્ચે કોંગ્રેસ નેતા આચાર્ય પ્રમોદ કૃષ્ણમ (Acharya Pramod Krishnam)નું નિવેદન પણ સામે આવ્યું છે. તેમણે કહ્યું કે 'નીતીશ કુમારે તેમની વિશ્વસનીયતા ગુમાવી દીધી છે.'

કોંગ્રેસે એકલા હાથે ચૂંટણી લડવી જોઈએ : આચાર્ય પ્રમોદ કૃષ્ણમ

બિહારમાં વર્તમાન રાજકીય સ્થિતિ પર કોંગ્રેસ નેતા આચાર્ય પ્રમોદ કૃષ્ણમે કહ્યું કે, "નીતીશ કુમારે તેમની વિશ્વસનીયતા ગુમાવી દીધી છે અને આ માટે તેમના નિર્ણયો અને તેઓ પોતે જવાબદાર છે. JDU અને તેના નેતાઓના ગેરવર્તનને કારણે, વિપક્ષ માટે નવી આશા બનેલું  I.N.D.I.A ગઠબંધન જોખમમાં હોય તેવું લાગી રહ્યું છે. કોંગ્રેસે પૂરા દેશમાં એકલા હાથે ચૂંટણી લડવાનું વિચારવું જોઈએ, આટલી મોટી લડાઈ આ લોકોના આધાર પર ન લડી શકાય."

આજે પટનામાં તમામ પાર્ટીની બેઠક

આ ઉપરાંત તેમણે કહ્યું કે, "હાલમાં જ મેં કહ્યું હતું કે 20 જાન્યુઆરી પછી બિહારમાં પરિવર્તન આવશે અને તેનો આધાર નીતીશ કુમારનું નિવેદન હતું. તેમણે આરજેડી વિરુદ્ધ ઘણી બધી વાતો કહી છે. તેના આધારે જ અમે કહ્યું હતું કે ગઠબંધન વધુ ચાલશે નહીં. ઉલ્લેખનીય છે કે બિહારના રાજકારણમાં હાલ અસ્થિરતા જોવા મળી રહી છે અને આગામી એક-બે દિવસમાં બિહારમાં JDU અને BJP એટલે કે NDA 2020ની ફોર્મ્યુલા મુજબ ફરીથી સરકાર બનાવે તેવી શક્યતા છે. આજે પટનામાં તમામ પાર્ટીએ બેઠક બોલાવી છે. 

કોંગ્રેસ નેતા બિહાર સીએમ પર ભડક્યાં, કહ્યું 'નીતીશ કુમારે વિશ્વસનીયતા ગુમાવી દીધી' 2 - image


Google NewsGoogle News