Get The App

'DMK એટલે ડેન્ગ્યૂ, કોઢ, મલેરિયા...' કોંગ્રેસ નેતાએ I.N.D.I.Aના સહયોગી પક્ષને વખોડ્યો

'ડેન્ગ્યૂ (D) મલેરિયા (M) કોઢ (K) ખતમ થવાનો સમય આવી ગયો...' આચાર્ય પ્રમોદ કૃષ્ણમના પ્રહાર

Updated: Jan 25th, 2024


Google NewsGoogle News
'DMK એટલે ડેન્ગ્યૂ, કોઢ, મલેરિયા...' કોંગ્રેસ નેતાએ I.N.D.I.Aના સહયોગી પક્ષને વખોડ્યો 1 - image


Acharya-pramod-krishnam Attack on DMK | કોંગ્રેસ નેતા આચાર્ય પ્રમોદ કૃષ્ણમે I.N.D.I.A ગઠબંધનના સહયોગી પક્ષ DMK એટલે કે દ્રવિડ મુનેત્ર કઝગમ સામે જ નિશાન તાકતાં ચર્ચા જગાવી છે. તેમણે એક વીડિયો શેર કરતાં કહ્યું કે તમિલનાડુમાંથી ડેન્ગ્યૂ, મલેરિયા અને કોઢ ખતમ થવાનો સમય આવી ગયો છે. ખાસ વાત એ છે કે તમિલનાડુના મુખ્યમંત્રી એમ.કે.સ્ટાલિનના દીકરા ઉદયનિધિએ ગત વર્ષે સપ્ટેમ્બરમાં એક કાર્યક્રમ દરમિયાન સનાતન ધર્મની તુલના ડેન્ગ્યૂ સાથે કરી હતી. 

આચાર્ય પ્રમોદે શું લખ્યું? 

આચાર્ય પ્રમોદે લખ્યું કે તમિલનાડુમાં હવે ડેન્ગ્યૂ (D) મલેરિયા (M) કોઢ (K) ખતમ થવાનો સમય આવી ગયો છે. જય-જય શ્રી રામ. ખાસ વાત એ છે કે સીએમ સ્ટાલિનની પાર્ટીનું નામ પણ DMK છે. સાથે જ તેમણે એક જૂલુસનો વીડિયો પણ શેર કર્યો હતો જેમાં મોટી સંખ્યામાં લોકો ભગવો ધ્વજ હાથમાં લઈને ચાલી રહી છે. માહિતી અનુસાર આ જૂલુસ તમિલનાડુની રાજધાની ચેન્નઈનો છે.

નીતીશનો ઉલ્લેખ કરી I.N.D.I.A ગઠબંધન પર તાક્યું નિશાન 

તાજેતરમાં બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારે વંશવાદની રાજનીતિને લઇને રાજકીય પક્ષો પર નિશાન તાક્યું હતું. સીએમ કુમારે બિહારના પૂર્વ સીએમ કર્પૂરી ઠાકુરને યાદ કર્યા અને કહ્યું કે તેમણે ક્યારેય પરિવારવાદ નહોતો કર્યો. તેના પર આચાર્ય પ્રમોદે કહ્યું કે 'SP, BSP, TMC, DMK, RJD સાથે શિવસેનાને પણ લપેટી નાખી... I.N.D.I.A ગઠબંધનની શું અદભૂત વ્યાખ્યા કરી. 

'DMK એટલે ડેન્ગ્યૂ, કોઢ, મલેરિયા...' કોંગ્રેસ નેતાએ I.N.D.I.Aના સહયોગી પક્ષને વખોડ્યો 2 - image


Google NewsGoogle News