દિલ્હીમાં ડૉક્ટર જાવેદ અખ્તરની હત્યાનો આરોપી પકડાયો, માસ્ટરમાઇન્ડ હજુ ફરાર
Doctor Javed Akhtar Murder Case: દિલ્હીમાં ડૉક્ટર જાવેદ અખ્તરની હત્યાનો ખુલાસો થઇ ગયો છે. પોલીસે ફાયરિંગ કરનાર સગીર આરોપીની ધરપકડ કરી લીધી છે. આ સાથે જ હત્યાનો પ્લાન બનાવનાર માસ્ટર માઇન્ડ હજુ ફરાર છે. આ ઘટના સંદર્ભે ગેરકાયદેસર સંબંધ હોવાનું જાણવા મળ્યું છે.
સૂત્રોનું કહેવું છે કે, ડૉ.જાવેદ અખ્તરના માસ્ટરમાઇન્ડની નર્સ પત્ની સાથે ગેરકાયદેસર સંબંધો હતા. નર્સની એકમાત્ર પુત્રી સગીર આરોપીના પ્રેમમાં હતી. જ્યારે તેમના ગેરકાયદે સંબંધોની ખબર પડી હતી. પતિ-પત્ની વચ્ચે રોજબરોજ ઝઘડા થતા હતા.
નર્સના પતિએ ડૉક્ટરને રસ્તામાંથી દૂર કરવાની યોજના બનાવી. પિતાએ કાવતરામાં પુત્રીના સગીર પ્રેમીને પણ સામેલ કર્યો હતો. તેણે ડોક્ટરને રસ્તામાંથી હટાવવા બદલામાં તેની પુત્રીના લગ્ન આરોપી સાથે કરવાનું વચન આપ્યું હતું. જેતપુર એક્સટેન્શનની ખાનગી હોસ્પિટલમાં બુધવારે રાત્રે પ્રેમમાં અંધ બનેલા કિશોરે ગોળી મારીને તબીબની હત્યા કરી હતી.
આરોપી તેના મિત્રના પગનું ડ્રેસિંગ કરાવવા માટે નીમા હોસ્પિટલ પહોંચ્યો હતો. મિત્રને ડ્રેસિંગ કર્યા બાદ તેણે કેબિનમાં ડોક્ટરને ગોળી મારી દીધી અને બાઇક પર ફરાર થઈ ગયો.
આ ઘટના સામે આવ્યા બાદ વિસ્તારમાં અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો. હોસ્પિટલની બહાર લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. ઘટનાની માહિતી મળતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે લાશને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલી આપી હતી. પ્રારંભિક તપાસમાં બહાર આવ્યું છે કે ડૉ. જાવેદ અખ્તરનું હોસ્પિટલની નર્સ સાથે અફેર હતું.
દિલ્હીમાં ડોક્ટર મર્ડર કેસનો પર્દાફાશ
ડીસીપી રાજેશ દેવે જણાવ્યું કે યુનાની ડૉક્ટર જાવેદ અખ્તર પરિવાર સાથે જામા મસ્જિદ વિસ્તારમાં રહેતા હતા. પરિવારમાં પત્ની અને બે પુત્રીઓ છે. જાવેદ અખ્તર જેતપુર એક્સટેન્શનની ખડ્ડા કોલોનીમાં આવેલી ત્રણ બેડની નીમા હોસ્પિટલમાં પ્રેક્ટિસ કરતો હતો.
પતિને નર્સ પત્નીના ગેરકાયદેસર સંબંધની જાણ હતી. બંને વચ્ચે રોજ ઝઘડા થતા હતા. પતિએ ડોક્ટરની હત્યાનું કાવતરું ઘડ્યું. આ કાવતરામાં પુત્રીનો સગીર પ્રેમી પણ સામેલ હતો. પોલીસનું માનવું છે કે, નર્સના પતિએ પણ આરોપીને પૈસાની લાલચ આપી હતી. સીસીટીવી ફૂટેજમાં કિશોર સ્પષ્ટપણે ડૉક્ટરને ગોળી મારતો જોવા મળે છે. આ ઘટનાની પોલીસ તપાસ કરી રહી છે.