રાયપુર રેલવે સ્ટેશન પર આકસ્મિક ફાયરિંગ, જવાનનું મોત અને એક મુસાફર ગંભીર ઈજાગ્રસ્ત
Image Source: Wikipedia
રાયપુર, તા. 10 ફેબ્રુઆરી 2024 શનિવાર
રાયપુર રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર એક પર ફાયરિંગ થયુ છે. આરપીએસએફ કોન્સ્ટેબલ દિનેશ ચંદ્રની બંદૂકથી સારનાથ એક્સપ્રેસથી ઉતરતા સમયે એક્સિડેન્ટલ ફાયરિંગ થયુ. ઘટનામાં કોન્સ્ટેબલના છાતી પર ગોળી વાગી, જેમનુ સારવાર દરમિયાન રામકૃષ્ણ કેર હોસ્પિટલમાં મોત થઈ ગયુ છે. ઘટનામાં એક મુસાફર ઈજાગ્રસ્ત થયા છે. જેમના પેટમાં ગોળી વાગી છે.
ઈજાગ્રસ્ત મુસાફર મોહમ્મદ દાનિશને પ્રાઈવેટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા અને તેમની સારવાર ચાલી રહી છે. જાણકારી અનુસાર ઈજાગ્રસ્ત નૌરોજાબાદ, ઉમરિયા (મધ્ય પ્રદેશ) ના રહેવાસી છે. મુસાફર મોહમ્મદ દાનિશ પિતા ઈક્તિયાક આલમની સારવાર હોસ્પિટલમાં ચાલુ છે. જ્યારે મૃત જવાન દિનેશ ચંદ્ર મૂળ રાજસ્થાનના રહેવાસી હતા. આ ઘટના શનિવાર સવારે 6 વાગ્યાની છે. જોકે ગાડી નંબર 15159 ઉલ્લાસનગરથી રાયપુર સુધી સારનાથ એક્સપ્રેસમાં આરપીએસએફના જવાનો દ્વારા ડ્યૂટી દરમિયાન તપાસ કરવામાં આવી રહી હતી.
રાયપુરમાં થયેલુ એક્સીડેન્ટલ ફાયરિંગ
આ દરમિયાન ટ્રેન રાયપુર પહોંચી. ત્યાંના પ્લેટફોર્મ નંબર એક પર આરપીએસએફના કોન્સ્ટેબલ દિનેશ ચંદ્ર ટ્રેનની એસ-2 કોચથી ઉતરવા લાગ્યા. ટ્રેનના કોચથી ઉતરવા દરમિયાન જ તેમની બંદૂકથી એક્સીડેન્ટલ ફાયરિંગ થઈ ગયુ. આ એક્સીડેન્ટલ ફાયરિંગમાં દિનેશ ચંદ્રની છાતીમાં ગોળી વાગી. કોચના ઉપરના બર્થમાં મુસાફર મોહમ્મદ દાનિશ ઈક્તિયાક આલમ સૂઈ ગયા હતા. તેમને પણ ગોળી વાગી. આ ઘટના બાદ અફરા-તફરીનો માહોલ થઈ ગયો. સ્થાનિક પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.
ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે મહારાષ્ટ્રમાં ચાલતી ટ્રેનમાં આરપીએફના કોન્સ્ટેબલ ચેતન સિંહે પોતાના વરિષ્ઠ સહકર્મચારી અને 3 મુસાફરોની હત્યા કરી દેવાઈ હતી. ચેતન સિંહ પોતાના વરિષ્ઠ સહકર્મી અને 3 મુસાફરોને ગોળી મારી હતી.