મધ્ય પ્રદેશમાં મોટી દુર્ઘટના: બાગેશ્વર ધામ જઈ રહેલા શ્રદ્ધાળુઓને નડ્યો અકસ્માત, 7ના મોત

Updated: Aug 20th, 2024


Google NewsGoogle News
Road  Accident in Madhya Pradesh


Road  Accident in Madhya Pradesh: મધ્ય પ્રદેશના છતરપુરમાં મંગળવારે (20મી ઑગસ્ટ) ભયાનક અકસ્માત સર્જાયો છે. બાગેશ્વર ધામ જઈ રહેલા શ્રદ્ધાળુઓની ઓટો રિક્ષા ટ્રકની પાછળ ઘૂસી ગઈ હતી.આ અકસ્માતમાં 7 લોકોના મોત થયા છે, જ્યારે 4 લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ અકસ્માત એટલો ભયંકર હતો કે ઓટો રિક્ષાનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો.

5 લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા

અહેવાલો અનુસાર, આ અકસ્માત NH 39 પર કદારી નજીક સવારે લગભગ 5 વાગ્યે થયો હતો. શ્રદ્ધાળુઓ છતરપુર રેલવે સ્ટેશનથી ઓટો રિક્ષામાં બેસીને બાગેશ્વર ધામ જઈ રહ્યા હતા. આ દરમિયાન ઓટો રિક્ષા ટ્રકની પાછળ ઘૂસી ગઈ હતી. અકસ્માત એટલો ભયંકર હતો કે 5 લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા, જ્યારે બે લોકોના હોસ્પિટલમાં મોત થયા હતા.

આ પણ વાંચો: લેટરલ એન્ટ્રી મુદ્દે NDAમાં તિરાડ: ભાજપના ત્રણ સાથી પક્ષોએ રાહુલ ગાંધીના સૂરમાં સૂર મિલાવ્યો


અકસ્માતનો ભોગ બનેલા પરિવારની ઓળખ કરવામાં આવી છે જે લખનઉનો છે. આ પરિવાર તેમની એક વર્ષની દીકરીનું મુંડન કરાવવા માટે બાગેશ્વર ધામ જઈ રહ્યો હતો. અકસ્માતમાં જીવ ગુમાવનારા અન્ય પાંચ લોકોની ઓળખ થઈ નથી.હાલ  આ અકસ્માતને પગલે પોલીસ ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ શરૂ કરી છે.

મધ્ય પ્રદેશમાં મોટી દુર્ઘટના: બાગેશ્વર ધામ જઈ રહેલા શ્રદ્ધાળુઓને નડ્યો અકસ્માત, 7ના મોત 2 - image


Google NewsGoogle News