ડ્રાઈવરને હાર્ટએટેક આવતાં શોભાયાત્રા પર કાર ફરી વળી, ડઝનેક કચડાયાં, 2નાં ઘટનાસ્થળે જ મોત

અન્ય ઘાયલોને અજમેર રિફર કરી દેવામાં આવ્યા છે

Updated: Feb 22nd, 2024


Google NewsGoogle News
ડ્રાઈવરને હાર્ટએટેક આવતાં શોભાયાત્રા પર કાર ફરી વળી, ડઝનેક કચડાયાં, 2નાં ઘટનાસ્થળે જ મોત 1 - image

image : Twitter / Video Grab



Rajasthan Nagaur Accident news | રાજસ્થાનના નાગૌરમાં આવેલા ડેગાના ખાતે વિશ્વકર્મા જયંતિના અવસરે જ એક મોટી દુર્ઘટના સર્જાઈ. અહીં એક કાર શોભાયાત્રા પર ફરી વળી હતી. જેના લીધે ડઝનેક લોકો કાર નીચે કચડાઈ ગયા હતા. માહિતી અનુસાર 2 લોકો તો ઘટનાસ્થળે જ મૃત્યુ પામી ગયા હતા અને અન્ય ઘાયલોને અજમેર રિફર કરી દેવામાં આવ્યા છે. 

હોસ્પિટલમાં ભારે ભીડ ઉમટી 

આ દુર્ઘટના બાદ ડેગાના ખાતે આવેલી હોસ્પિટલમાં પણ ભારે ભીડ જોવા મળી હતી. ખરેખર કારચાલકને હાર્ટએટેક આવી ગયો હતો જેના લીધે તેણે ગાડી પરથી કાબૂ ગુમાવી દીધો હતો. ગાડી એટલી ઝડપે દોડી રહી હતી કે તે તેને કાબૂ ન કરી શક્યો અને ભીડ તેની લપેટમાં આવી ગઈ. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે જેમાં દેખાય છે કે કેવી રીતે એક કાર લોકોની ભીડ પર ફરી વળે છે અને તેમને કચડીને આગળ વધી જાય છે. 

ડ્રાઈવરને હાર્ટએટેક આવતાં શોભાયાત્રા પર કાર ફરી વળી, ડઝનેક કચડાયાં, 2નાં ઘટનાસ્થળે જ મોત 2 - image


Google NewsGoogle News