બહરાઈચમાં બાઈક અને પિકઅપ વચ્ચે ગંભીર અકસ્માત, પતિ-પત્ની સહિત બાળકીનું મોત

Updated: Oct 31st, 2023


Google NewsGoogle News
બહરાઈચમાં બાઈક અને પિકઅપ વચ્ચે ગંભીર અકસ્માત, પતિ-પત્ની સહિત બાળકીનું મોત 1 - image

Image Source: Freepik

- 5 બાળકોની સારવાર ચાલી રહી છે

બહરાઈચ, તા. 31 ઓક્ટોબર 2023, મંગળવાર

છ બાળકો અને પત્નીને સાસરે લઈને જઈ રહેલા યુવકની ગાડી અને પિકઅપ વચ્ચે જોરદાર ટક્કર થઈ ગઈ હતી. આ અકસ્માતમાં દંપતીનું ઘટના સ્થળે જ મોત થઈ ગયુ હતું. જ્યારે અકસ્માતમાં એક દીકરીએ લખનૌ લઈ જતી વખતે જ દમ તોડી દીધો હતો. 5 બાળકોની સારવાર ચાલી રહી છે. ગ્રામ્યના અધિક પોલીસ અધિક્ષકે આ ઘટનાનું નિરીક્ષણ કર્યું હતું.

રામગાંવ પોલીસ સ્ટેશન વિસ્તારના ગ્રામ પંચાયત કાજીજોત અકેલવા બજારના રહેવાસી દુર્ગેશનું સાસરુ હરડી પોલીસ સ્ટેશન વિસ્તારના કરેહાના ગામમાં છે. સોમવારે રાત્રે દુર્ગેશ તેની પત્ની શકુંતલા અને છ બાળકો સાથે બાઈક પર કનેહરા તેના સાસરે જઈ રહ્યો હતો. આ દરમિયાન કોતવાલી દેહત હેઠળના નાનપરા બાયપાસ શાક માર્કેટ પાસે ત્રિમુહાની રોડ પર રાત્રે 10:30 વાગ્યે એક પિકઅપે બાઈકને ટક્કર મારી દીધી હતી. જેમાં પતિ-પત્નીનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

અકસ્માતની સૂચના મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. રાત્રે 11:00 વાગ્યે હોસ્પિટલ ચોકીમાં તૈનાત કોન્સ્ટેબલ અખિલેશ કુમાર વર્મા અને નિલેશે તાત્કાલિક એમ્બ્યુલન્સમાં બાળકોને સારવાર અર્થે જિલ્લા હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. અહીં સારવાર દરમિયાન ડો. શિવમ મિશ્રએ રાગિણી અને સજલને લખનઉ રિફર કરી હતી. લખનૌ લઈ જતી વખતે રસ્તામાં રાગિણીનું મોત થયું હતું. અન્ય સારવાર હેઠળ છે.

અકસ્માતની સૂચના મળતાં જ ગ્રામીણા અધિક પોલીસ અધિક્ષક ડો. પવિત્ર મોહન ત્રિપાઠી દાખલ બાળકોની હાલત પૂછવા માટે જિલ્લા હોસ્પિટલમાં પહોંચ્યા હતા. એએસપી ગ્રામીણે જણાવ્યું કે, બાઈક પર આઠ લોકો સવાર હતા. અકસ્માતમાં દંપતી અને પુત્રીનું મોત થયું છે. તેમણે કહ્યું કે કેસ નોંધીને તપાસ હાથ ધરવામાં આવી છે. 


Google NewsGoogle News