ઊભી ટ્રકમાં પાછળથી આવતું વાહન ઘૂસી જતાં ભયંકર અકસ્માત, યુપીમાં 4 લોકોના કમકમાટીભર્યાં મોત

Updated: Aug 9th, 2024


Google NewsGoogle News
ઊભી ટ્રકમાં પાછળથી આવતું વાહન ઘૂસી જતાં ભયંકર અકસ્માત, યુપીમાં 4 લોકોના કમકમાટીભર્યાં મોત 1 - image
Image : IANS

Road Accident in Uttar Pradesh: ગાઝિયાબાદ કાનપુર ગ્રીન ફિલ્ડ હાઇવે પર શુક્રવારે સવારે મોટી દુર્ઘટના ઘટી. ત્યાં ઊભેલી ટ્રકમાં મિની ટ્રક ઘૂસી ગઈ. આ ઘટનામાં ચાર લોકોના મોત થયા છે જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત છે.

ગુરસહાયગંજ વિસ્તારના જુનેદપુર ગામની પાસે શુક્રવારે સવારે લગભગ સાત વાગે દિલ્હીથી કાનપુર તરફ જઈ રહેલા ડ્રાઇવરે સર્વિસ રોડ પર પોતાની ટ્રક ઊભી કરી દીધી. તે બાદ તે કેબિનમાં જ સૂઈ ગયો. બાદમાં પાછળથી આવી રહેલી મિની ટ્રક ઊભેલા ટ્રકમાં ઘૂસી ગઈ. જેના કારણે મિની ટ્રકમાં સવાર ચાર લોકોના મોત થયા અને એક યુવક ઇજાગ્રસ્ત થઈ ગયો.  

ટ્રકનું ડીઝલ ખતમ થઈ ગયું હતું

ટ્રક ડ્રાઇવર શુક્રવારે ગુરસહાયગંજ વિસ્તારના મઝપુરવા અંતર્ગત જુનેદપુર કટ પાસે સવારે લગભગ 6 વાગે પંજાબથી લેધર લઈને કોલકત્તા જઈ રહ્યો હતો. ટ્રકમાં ગાડી માલિક સુખવંત સિંહનો ભત્રીજો બયંત સિંહ પણ સવાર હતો. કટ પર કંટેનરમાં ડીઝલ પૂરું થઈ જવાના કારણે ડ્રાઇવર જગદીશ સિંહ ગાડીને સર્વિસ રોડ પર ઊભી કરીને રસ્તે આવતાં-જતાં લોકો પાસેથી પેટ્રોલ પંપોની જાણકારી મેળવી રહ્યો હતો. આ દરમિયાન પાછળથી ફૂલ સ્પીડે આવતાં ડીસીએમના ડ્રાઇવરને ઝોકું આવવાના કારણે કંટેનરમાં ઘૂસી ગયું.  

ઘટનાની માહિતી મળતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી અને ત્યારબાદ ગ્રામજનો અને હાઇવે કર્મચારીઓની મદદથી ક્રેન દ્વારા ડીસીએમની કેબિનમાં ફસાયેલા લોકોને બહાર કાઢીને જિલ્લા હૉસ્પિટલ મોકલ્યા.


Google NewsGoogle News