કેન્દ્ર સરકારે સચિવ સ્તરે કર્યા મોટા ફેરફાર, 20 અધિકારીઓના બદલ્યા વિભાગ, જાણો કોને શું અપાયું

Updated: Aug 16th, 2024


Google NewsGoogle News
કેન્દ્ર સરકારે સચિવ સ્તરે કર્યા મોટા ફેરફાર, 20 અધિકારીઓના બદલ્યા વિભાગ, જાણો કોને શું અપાયું 1 - image


Central Cabinet : કેન્દ્રીય કેબિનેટની નિમણૂક સમિતિએ કર્મચારીઓના મોટા ફેરબદલને મંજૂરી આપ્યા બાદ 20 અધિકારીઓના વિભાગ બદલવામાં આવ્યા છે. આ ક્રમમાં નવા સંરક્ષણ સચિવથી લઈને નવા સ્વાસ્થ્ય સચિવ સુધીમાં ફેરફાર કરાયા છે. આ મુજબ રાજેશ કુમાર સિંહને સંરક્ષણ સચિવ, વરિષ્ઠ અમલદાર દીપ્તિ ઉમાશંકરને ભારતના રાષ્ટ્રપતિના સચિવ, IAS અધિકારી નાગરાજુ મદ્દીરાલાને નાણાકીય સેવા સચિવ, નાણાકીય સેવા સચિવ વિવેક જોશીને DoPT સચિવ, લઘુમતી બાબતોના સચિવ કટિકિથલા શ્રીનિવાસને આવાસ અને શહેરી બાબતોના સચિવ, IAS અધિકારી પુણ્ય સલીલા શ્રીવાસ્તવને સ્વાસ્થ્ય સચિવ બનાવાયા છે. જ્યારે અન્ય 14 અધિકારીઓના વિભાગોમાં પણ ફેરબદલ કરવામાં આવ્યા છે.

16 અધિકારીની કરાઈ નવી નિમણૂક

  1. નિધિ છિબ્બર (IAS-1994, CG) - અધિક સચિવ, નીતિ આયોગ
  2. ટી કે અનિલ કુમાર (IAS-1995, KN) - અધિક સચિવ, ગ્રામીણ વિકાસ વિભાગ
  3. ધીરજ સાહુ (IAS-1996, UP) - મેનેજિંગ ડિરેક્ટર, સ્મોલ ફાર્મર્સ એગ્રી-બિઝનેસ કન્સોર્ટિયમ
  4. મનીષ ગર્ગ (IAS-1996, HP) - નાયબ ચૂંટણી કમિશનર, ભારતના ચૂંટણી પંચ
  5. મનીષા સક્સેના (IAS-1996, AGMUT) - અધિક સચિવ, કર્મચારી અને તાલીમ વિભાગ
  6. કેરાલિન ખોંગવાર દેશમુખ (IAS-1996, MP) સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના વધારાના સચિવ
  7. રવીન્દ્ર કુમાર અગ્રવાલ (IAS-1997, KL) - અધિક સચિવ, સહકાર મંત્રાલય
  8. પુનીત અગ્રવાલ (IAS-1998, TR) રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલયના અધિક સચિવ અને નાણાકીય સલાહકાર
  9. અમિત સિંહ નેગી (IAS-1999, UK) - અધિક સચિવ, વડાપ્રધાન કાર્યાલય
  10. મુગ્ધા સિંહા (IAS-1999, RJ) - મહાનિર્દેશક (પર્યટન), પ્રવાસન મંત્રાલય
  11. અમનદીપ ગર્ગ (IAS-1999, HP) પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલયના અધિક સચિવ
  12. અજય ભાદુ (IAS-1999, GJ) - અધિક સચિવ, વાણિજ્ય વિભાગ
  13. આશુતોષ અગ્નિહોત્રી (IAS-1999, AM) - અધિક સચિવ, ગૃહ વિભાગ
  14. એન ગુલઝાર (IAS-1999, AP) - અધિક સચિવ, ટેલિકોમ્યુનિકેશન વિભાગ
  15. આશિષ ચેટર્જી (IAS-1999, TN) ભારતના ટ્રાઇબલ કો-ઓપરેટિવ માર્કેટિંગ ડેવલપમેન્ટ ફેડરેશનના મેનેજિંગ ડિરેક્ટર
  16. અશોક કુમાર સિંઘ (IAS-1999, KL) - ડિરેક્ટર જનરલ, કર્મચારી રાજ્ય વીમા નિગમ

ચાર અધિકારીઓના વિભાગમાં પણ ફેરબદલ

  1. ભાવના ગર્ગ (IAS-1999, PB) - DDG, UIDAI, RO, ચંદીગઢ
  2. પુનીત યાદવ (IAS-1999, WB) વહીવટી સુધારણા અને જાહેર ફરિયાદ વિભાગના અધિક સચિવ
  3. એમ બીના (IAS-1999, KL) - વિકાસ કમિશનર (હેન્ડલૂમ્સ), કાપડ મંત્રાલય
  4. સુબોધ યાદવ (IAS-1999, KN) જળ સંસાધન, નદી વિકાસ અને ગંગા કાયાકલ્પ વિભાગના અધિક સચિવ

કોણ છે વિવેક જોશી ?

વિવેક જોશીને DoPT સચિવ તરીકે નિયુક્ત કરાયા છે. હરિયાણા કેડરના 1989 બેચના આઈએએસ અધિકારી વિવેક જોશીએ જીનીવા ગ્રેજ્યુએટ ઇન્સ્ટિટ્યૂટમાંથી આંતરરાષ્ટ્રીય અર્થશાસ્ત્રમાં પીએચડી અને એમએ કર્યું છે. આ પહેલા તેમણે ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી, રૂરકીમાંથી મિકેનિકલ એન્જિનિયરિંગમાં સ્નાતકની ડિગ્રી મેળવી હતી.

કોણ છે રાજેશ કુમાર સિંહ ?

રાજેશ કુમાર સિંહને નવા સંરક્ષણ સચિવ બનાવવામાં આવ્યા છે. રાજેશ કુમાર સિંહ કેરળ કેડરના 1989 બેચના ભારતીય વહીવટી સેવા અધિકારી છે. તેમણે કેન્દ્ર સરકારમાં કમિશનર - ડીડીએ, સંયુક્ત સચિવ - પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય, સંયુક્ત સચિવ - કૃષિ, સહકાર અને ખેડૂત કલ્યાણ વિભાગ અને ચીફ વિજિલન્સ ઓફિસર - ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા જેવા ઘણા મહત્વપૂર્ણ હોદ્દા સંભાળ્યા છે. તેમણે કેરળ સરકારના શહેરી વિકાસ સચિવ અને નાણાં સચિવ તરીકે રાજ્ય સરકારમાં મહત્વપૂર્ણ હોદ્દાઓ પણ સંભાળ્યા છે.

કેન્દ્ર સરકારે સચિવ સ્તરે કર્યા મોટા ફેરફાર, 20 અધિકારીઓના બદલ્યા વિભાગ, જાણો કોને શું અપાયું 2 - image

કેન્દ્ર સરકારે સચિવ સ્તરે કર્યા મોટા ફેરફાર, 20 અધિકારીઓના બદલ્યા વિભાગ, જાણો કોને શું અપાયું 3 - image

કેન્દ્ર સરકારે સચિવ સ્તરે કર્યા મોટા ફેરફાર, 20 અધિકારીઓના બદલ્યા વિભાગ, જાણો કોને શું અપાયું 4 - image


Google NewsGoogle News