VIDEO: UAEમાં ભવ્ય હિન્દુ મંદિરમાં કયા દેવી-દેવતાઓની થશે પૂજા? જાણો તમામ વિગત

મંદિરની દિવાલો પર હિન્દૂ ધર્મ અને વિશ્વની અન્ય તમામ સંસ્કૃતિઓનો ઉલ્લેખ

મંદિર માં એમ્ફીથિયેટર, ગેલેરી, લાઈબ્રેરી, બગીચા, ફુંવારા, ફૂડ કોર્ટ સહિત તમામ સુવિધા

Updated: Feb 14th, 2024


Google NewsGoogle News
VIDEO: UAEમાં ભવ્ય હિન્દુ મંદિરમાં કયા દેવી-દેવતાઓની થશે પૂજા? જાણો તમામ વિગત 1 - image


UAE BAPS Temple : વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ સંયુક્ત રાષ્ટ્ર અમીરાતમાં આજે બીએપીએસ સ્વામિનારાયાણ મંદિરનું ઉદઘાટન કર્યું છે. હવે આ ભવ્યાતિભવ્ય મંદિરની ખુબ ચર્ચાઓ થઈ રહી છે. પથ્થરોથી બનેલું વિશાળ મંદિર અબુધાબી (Abu Dhabi)નું પ્રથમ હિન્દુ મંદિર છે. 27 એકરમાં બનાવાયેલા મંદિરમાં ભારતીય પ્રાચીન મંદિરની ભવ્યાતિભવ્ય શૈલીના પણ દર્શન થાય છે.

UAEએ મંદિર બનાવવા PM મોદીને જમીન ભેટ આપી હતી

બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા (BAPS) દ્વારા અબુધાબીના મુરીખા જિલ્લામાં મંદિરનું નિર્માણ કરાયું છે. યુએઈ સરકારે મંદિર બનાવવા જમીન દાનમાં આપી હતી. યુએઈના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન જાયદ અલ નાહયાને મંદિર માટે પીએમ મોદીને વર્ષ 2015માં 13.5 એકર જમીન ભેટ આપી હતી. આ મંદિર 27 એકરમાં પથરાયેલું છે, જેમાં 13.5 એકર પર મંદિરનું નિર્માણ કરાયું છે અને 13.5 એકરમાં પાર્કિંગ વ્યવસ્થા છે. યુએઈ સરકારે પાર્કિંગ માટે પણ જમીન ફાળવી છે.

તમારા સહયોગ વિના મંદિરનું નિર્માણ અસંભવ હતું : PM મોદી

વડાપ્રધાન મોદીએ યુએઈ સરકારના સહયોગ બદલ આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે યુએઈ મુલાકાત દરમિયાન કહ્યું કે, ‘તમારા (યુએઈના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન જાયદ અલ નાહયાન) સહયોગ વિના બીએપીએસ મંદિરનું નિર્માણ કરવું અસંભવ હતું.’

મંદિર બનાવવાનો ખર્ચ અને સુવિધા

મંદિરની ઊંચાઈ 108 ફૂટ, લંબાઈ, 262 ફૂટ અને પહોંળાઈ 180 ફૂટ છે. મંદિર બનાવવા માટે 700 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે. મંદિર નિર્માણ માટે માત્ર ચુનાના પત્થરો અને સંગેમરમરનો ઉપયોગ કરાયો છે. મંદિરમાં આવનારા ભક્તો માટે મોટાભાગે તમામ સુવિધાઓ છે. મંદિર પરિસરમાં મોટું એમ્ફીથિયેટર, પ્રાર્થના વર્ગ, ગેલેરી, લાઈબ્રેરી, થીમ આધારિત બગીચા, ખૂબસૂરત ફુંવારા, ફૂડ કોર્ટ, ગિફ્ટ કોર્નર સહિત તમામ સુવિધાઓ સામેલ છે. ત્યાં બાળકોને રમવા માટેની જગ્યા, 5000 લોકો બેસી શકે તે માટેના બે વર્ગ પણ બનાવાયા છે.

મંદિરમાં કયા દેવી-દેવતાઓની મૂર્તિ ?

ભગવાન સ્વામિનારાયણ મંદિરની દિવાલો પર હિન્દૂ ધર્મ અને વિશ્વની અન્ય તમામ સંસ્કૃતિઓ, સભ્યતાઓની 250થી વધુ વાર્તાને ઉકસાવવામાં આવી છે. મંદિરમાં સાત શિખર છે, જે ભારતના જુદા જુદા રાજ્યોના દેવતાઓને સમર્પિત છે. તેમાં ભારતના ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમના તમામ દેવતાઓને સામેલ કરાયા છે, જેમાં ભગવાન અયપ્પા, તિરુપતિ બાલાજી, ભગવાન જગન્નાથ, ભગવાન કૃષ્ણ અને રાધા, ભગવાન હનુમાન, ભગવાન શિવ, તેમની પત્ની પાર્વતી અને પુત્રો ગણેશ અને કાર્તિકેય, ભગવાન રામ અને તેમની પત્ની સીતાની મૂર્તિઓ સામેલ છે. મંદિરના બહારના સ્તંભો પર નક્સી કામ કરી રામાયણની જુદી જુદી બાબતોનો ઉલ્લેખ કરાયો છે, જેમાં રામ જન્મ, સીતા સ્વયંવર, રામ વનવાસ, લંકા દહન, રામ-રાવણ યુદ્ધ જેવા પ્રસંગો સામેલ છે.


Google NewsGoogle News