ભારત આવી રહ્યા છે અબુ ધાબીના 'યુવરાજ': જાણો કેમ મહત્ત્વપૂર્ણ છે આ પ્રવાસ, દુનિયાભરના દેશોની નજર
UAE Crown Prince India Visit : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ખાસ આમંત્રણ પર અબુ ધાબીના ક્રાઉન પ્રિન્સ શેખ ખાલિદ બિન મોહમ્મદ બિન ઝાયદ અલ નાહ્યાન 9 અને 10 સપ્ટેમ્બરે ભારત આવી રહ્યા છે. તેમની સાથે UAE સરકારના અનેક મંત્રીઓ પણ ભારતના મહેમાન બનશે. હમાસ અને ઈઝરાયલના યુદ્ધની વચ્ચે આ યાત્રા ખૂબ મહત્ત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.
મુંબઈ પણ જશે ક્રાઉન પ્રિન્સ
અબુ ધાબીના ક્રાઉન પ્રિન્સ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે દ્વિપક્ષીય વાર્તા થશે. બાદમાં તેઓ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ સાથે પણ મુલાકાત કરશે. આટલું જ નહીં બિઝનેસ ફોરમમાં સામેલ થવા માટે ક્રાઉન પ્રિન્સ મુંબઈ પણ આવવાના છે.
આ પણ વાંચો : કારગિલ યુદ્ધમાં અમારા ઘણા સૈનિકો માર્યા ગયા: 25 વર્ષ બાદ પાકિસ્તાનની કબૂલાત
ભારત અને યુએઈ વચ્ચે વર્ષોથી ગાઢ સંબંધ રહ્યા છે. બંને દેશો વચ્ચે વર્ષ 2022-23માં 84.84 બિલિયન ડોલરનો વેપાર થયો હતો. ખાસ કરીને પેટ્રોલિયમ, રત્ન-આભૂષણ, ખાદ્ય પદાર્થ, વસ્ત્ર, રસાયણની આયાત અને નિકાસ કરવામાં આવે છે. યુએઈએ ભારતમાં એપ્રિલ 2000થી 2023 સુધી 16.67 ડોલરનું રોકાણ પણ કર્યું છે. આટલું જ નહીં યુએઈમાં આશરે 35 લાખ ભારતીયો રહે છે, જે UAEની વસ્તીના 38 ટકા છે. જેમાંથી 27 લાખ ભારતીયો બ્લૂ-કોલર કર્મચારી તરીકે કામ કરે છે. યુએઈમાં કામ કરતાં લોકો આવક ભારત મોકલે છે, વર્ષ 2021માં જ યુએઈમાં રહેતા ભારતીયોએ 1.63 લાખ કરોડ રૂપિયા ભારત મોકલ્યા હતા. હાલમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અબુ ધાબીમાં હિન્દુ મંદિરનું લોકાર્પણ પણ કર્યું હતું.
આ પણ વાંચો : જાડેજા જ નહીં આ પાંચ ખેલાડીએ નિવૃત્તિ પહેલા કરી રાજકારણમાં એન્ટ્રી, એકને તો મંત્રી પદ પણ મળ્યું
માનવામાં આવે છે કે અબુ ધાબીના ક્રાઉન પ્રિન્સની આ યાત્રા દરમિયાન વેપાર, રોકાણ, રાજકીય, ટેકનિકલ, શિક્ષણ અને સંસ્કૃતિ પર બંને દેશો વચ્ચે કરાર થઈ શકે છે.