Get The App

દેશમાં હાર્ટએટેકના 50% દર્દી 40થી ઓછી વયના, બેઠાડું જીવન-સ્ટ્રેસ અને અસંતુલિત આહાર મુખ્ય કારણ

Updated: Feb 28th, 2025


Google NewsGoogle News
દેશમાં હાર્ટએટેકના 50% દર્દી 40થી ઓછી વયના, બેઠાડું જીવન-સ્ટ્રેસ અને અસંતુલિત આહાર મુખ્ય કારણ 1 - image


Heart Attack Case in India news | ભારતમાં હાર્ટ એટેકના 50 ટકાથી વધુ દર્દીઓ 40 વર્ષથી ઓછી વયના છે તેવું 2020 અને 2023 વચ્ચેનો ડેટા દર્શાવે છે. કાર્ડિયાર્ક એરેસ્ટનો (હૃદય અચાનક જ બંધ થઈ વજવું) ભોગ બનનારા વ્યક્તિઓમાં 50 ટકા જેટલા વ્યક્તિની વય 40 વર્ષથી ઓછી હોવાનું સામે આવતા ડોકટરો અને રિસર્ચર ચિંતિત થઈ ગયા છે. બેઠાડું જીવન, તણાવ, અસંતુલિત  આહાર,  ધૂમ્રપાન, શરાબનું સેવન અને જેેનેટિક અસર વગેરે કારણોથી  આવું થઈ રહ્યું હોવાનું નિષ્ણાતોનું માનવું છે.

એક નિષ્ણાંત ડોકટરે કહ્યું કે અગાઉ મોટી વયના  લોકોમાં હાર્ટ એટેક  આવતો હતો પણ છેલ્લા 4-5 વર્ષથી યુવાનોને હાર્ટ એટેક થવાનું પ્રમાણ વધી રહ્યું છે.

તબીબી ક્ષેત્રની એક સંસ્થાએ પાંચ વર્ષનો અભ્યાસ કરી જણાવ્યું હતું કે કોવિડ-19 રોગચાળા પછી હાર્ટ એટેકના કેસો બમણાથી વધ્યા છે અને ઈમંરજન્સી  કેસોની સંખ્યા 60 ટકા જેટલી વધી છે.

કોરોના રોગચાળા અગાઉના દરમિયાનના અને પાછળથી પ્રત્યેકના 22 મહિનાના સમયગાળામાં થયેલા 762 કેસોનું  પૃથકકરણ કર્યું હતું.  આ સંસ્થાના  નિષ્ણાતે કહ્યું કે 10 વર્ષ અગાઉ 56 અને 65 વર્ષની વય ધરાવતા લોકોને સામાન્ય  રીતે હાર્ટ એટેક આવતો હતો.  ભારતીયોને  યુરોપ અમેરિકાની  સરખામણીમાં જેનેટિક  કારણોને લીધે દસ વર્ષ વહેલી વયે હાર્ટ એટેક આવતા હતા. હવે ટ્રેન્ડ  બદલાયો છે  અને ત્રીસીમાં  હોય તેવા યુવાનોને પણ હાર્ટ એટેક આવે છે. જે ખૂબ જ ચિંતાજનક  છે. કેટલાક હૃદયરોગના પ્રશ્નો  હૃદયના અનિયમિત ધમકારાને લીધે પણ આવી શકે છે તેવું નિષ્ણાતો કહે છે.  આવા રોગથી થતા મૃત્યુને સડન કાર્ડિયાક ડેથ  (એસસીડી)માં ગણવામાં આવે છે. જેનાં ઘણાં કારણો  છે જેમાં કોરોનરી  આર્ટરી ડિઝીસ, કાર્ડિયો માયોપેથી  વેન્ટ્રીકિયુલર ફિબરીલેશન વિગેરેનો સમાવેશ થાય છે.

દિલ્હીની એક હોસ્પિટલના કાર્ડિયોલોજિના કન્સલ્ટન્ટે  કહ્યું છે કે સ્પોર્ટસ, જિમમાં કસરત કરતી વખતે અથવા ડાન્સ  કાર્યક્રમમાં  યુવાનોનું અચાનક જ હૃદય બંધ થઈ જાય છે. તેેેને સડન કાર્ડિયાક ડેથ્સમાં વર્ગીકૃત કરવામાં આવે છે.

તેમણે કહ્યું  કે કામની વધુ પડતા કલાકો, નોકરીની સલામતીનો અભાવ, અપૂરતું વર્ક લાઈફ બેલેન્સ વિગેરેથી પ્રોફેશનલ્સમાં હૃદયરોગના દર્દીઓની સંખ્યા વધી રહી છે.

સ્ટ્રેસ મેનેજમેન્ટ, નિયમિીત હેલ્થ ચેક અપ્સ, જચનજાગૃતિ અને સરકારની આરેગ્યનીતિમાં  જરૂરી છે.  તેવું એક નિષ્ણાતે કહ્યું હતું.

લોકોએ હાલની જીવનશૈલી  બદલીને આરોગ્ય પ્રદ અને વેલનેસ  વધથારે તેવી જીવનશૈલી અપનાવવી જોઈએ તેવું એક નિષ્ણાતે કહ્યું હતું.


Google NewsGoogle News