પશ્ચિમ બંગાળમાં મમતાની જગ્યા આ દિગ્ગજ બનશે મુખ્યમંત્રી', TMC પ્રવક્તાનો દાવો

Updated: Dec 19th, 2023


Google NewsGoogle News
પશ્ચિમ બંગાળમાં મમતાની જગ્યા આ દિગ્ગજ બનશે મુખ્યમંત્રી', TMC પ્રવક્તાનો દાવો 1 - image


Image Source: Twitter

- રાજ્યના રાજકારણમાં મમતા બેનર્જીના ઉત્તરાધિકારી અંગે હંમેશા અટકળો લગાવવામાં આવી રહી છે

કોલકાતા, તા. 19 ડિસેમ્બર 2023, મંગળવાર

Abhishek Banerjee Replace Mamata Banerjee: 1998માં જ્યારે મમતા બેનર્જીએ કોંગ્રેસ છોડીને તૃણમૂલ કોંગ્રેસનું ગઠન કર્યું ત્યારે બંગાળમાં કોંગ્રેસના ઘણા મોટા નેતાઓ તેમની સાથે આવ્યા હતા. જોકે લાંબી લડાઈ બાદ વર્ષ 2011માં જ્યારે તૃણમૂલ કોંગ્રેસે બંગાળની સત્તા પર કબજો કર્યો ત્યારબાદથી રાજ્યના રાજકારણમાં મમતા બેનર્જીના ઉત્તરાધિકારી અંગે હંમેશા અટકળો લગાવવામાં આવી રહી છે. તેમની જગ્યા કોણ લેશે તે અંગે વારંવાર ચર્ચા થતી આવી છે.

હવે જ્યારે મમતાના ભત્રીજા અભિષેક બેનર્જીએ રાજનીતિમાં પોતાની મજબૂતી સાબિત કરી દીધી છે ત્યારે સ્પષ્ટ થઈ ગયું છે કે તેઓ રાજ્યના આગામી મુખ્યમંત્રી બનવા જઈ રહ્યા છે. તેના પર પાર્ટીના પ્રવક્તા કુણાલ ઘોષે પણ મહોર લગાવી દીધી છે. સોમવારે તેમણે કહ્યું કે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીના ભત્રીજા અને તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના રાષ્ટ્રીય મહાસચિવ અભિષેક બેનર્જી તેમની ફોઈના સ્થાને મુખ્યમંત્રીનું પદ સંભાળશે. 

TMCમાં યુવા અને જૂના નેતાઓ વચ્ચે ચાલી રહ્યો છે વિવાદ

કુણાલ ઘોષનું આ નિવેદન પંશ્ચિમ બંગાળની સત્તારુઢ પાર્ટી TMCમાં રાજનેતાઓની યુવા પેઢી સામે જૂના નેતાઓ વચ્ચે ચાલી રહેલા વિવાદ વચ્ચે આવ્યું છે. તેની શરૂઆત ગત નવેમ્બર મહિનાના અંતમાં થઈ હતી. જ્યારે બે વખતના સાંસદ અને TMCના મહાસચિવ અભિષેક બેનર્જીએ કહ્યું કે, ભલે રાજનીતિ હોય કે, કોઈ અન્ય ક્ષેત્ર મારું માનવું છે કે, ઉચ્ચ વય મર્યાદા હોવી જોઈએ. એક વ્યક્તિ જે કામ 30 વર્ષની ઉંમરમાં કરે છે તે 35 અથવા 50 વર્ષના લોકો પણ કરી શકે છે પરંતુ 80 વર્ષનો વ્યક્તિ તે કામ ન કરી શકે. 

મમતા બેનર્જી 2036 સુધી મુખ્યમંત્રી પદ રહેશે

પશ્ચિમ બંગાળના હુગલી જિલ્લાના ચુચુરામાં મીડિયાને સંબોધિત કરતા કુણાલ ઘોષે કહ્યું કે મમતા બેનર્જી 2036 સુધી સેવા આપતા રહેશે અને ત્યારબાદ ભત્રીજો અભિષેક બેનર્જી તેમનું સ્થાન લેશે. 2024ની લોકસભા ચૂંટણીની સ્થિતિ અંગે સ્પષ્ટતા કરતા ટીએમસીના પ્રવક્તાએ કહ્યું કે, અમે પુષ્ટિ કરી રહ્યા છીએ કે અમે મમતા દીદીના નેતૃત્વમાં ચૂંટણી લડીશું અને અભિષેક બેનર્જી સેનાપતિ હશે. તેઓ 2036 સુધી સીએમ રહેશે અને પછી તેની કમાન અભિષેકને સોંપવામાં આવશે.


Google NewsGoogle News