Get The App

400 પારનું લક્ષ્ય પ્રાપ્ત કરવા ભાજપે કોંગ્રેસથી ઉમેદવારો ઉધાર લેવા પડી રહ્યાં છે...' દિગ્ગજ નેતાનો કટાક્ષ

Updated: Mar 31st, 2024


Google NewsGoogle News
400 પારનું લક્ષ્ય પ્રાપ્ત કરવા ભાજપે કોંગ્રેસથી ઉમેદવારો ઉધાર લેવા પડી રહ્યાં છે...' દિગ્ગજ નેતાનો કટાક્ષ 1 - image


રતિયા, તા. 31 માર્ચ 2024, રવિવાર

Lok Sabha Election 2024: INLDના રાષ્ટ્રીય મહાસચિવ અને ધારાસભ્ય અભય સિંહ ચૌટાલાએ કહ્યું કે INLD લોકસભાની ચૂંટણી પૂરી તાકાતથી લડશે અને રાજ્યની તમામ 10 બેઠકો માટે ટૂંક સમયમાં જ ઉમેદવારોની જાહેરાત કરી દેવામાં આવશે. તેઓ શનિવારે ટોહાનામાં અગ્રવાલ ધર્મશાળામાં આયોજિત કાર્યકર્તા સંમેલનને સંબોધિત કરી રહ્યા હતા.

400 પારનું લક્ષ્ય પ્રાપ્ત કરવા ભાજપે કોંગ્રેસથી ઉમેદવારો ઉધાર લેવા પડી રહ્યાં છે

તેમણે કહ્યું કે, 400 પારનો નારો આપનારી ભાજપને પોતાના ઉમેદવારો પણ નથી મળી રહ્યા. આવી સ્થિતિમાં તેને કોંગ્રેસથી આવેલા ઉધારના નેતાઓને ટિકીટ આપવી પડી રહી છે. 

આ સંમેલનને INLDના નવા પ્રદેશ અધ્યક્ષ રામપાલ માજરાએ પણ સંબોધિત કર્યું હતું અને આગામી લોકસભા ચૂંટણીને લઈને કાર્યકરોમાં ઉત્સાહ ભરતા જોર-શોરથી પાર્ટીઓની નીતિઓને જનતા વચ્ચે લઈ જવા અને તેને પાર્ટી સાથે જોડવાનું આહવાન કર્યું છે. 

રાજ્યની તમામ 10 બેઠકો પર INLD મજબૂત ઉમેદવાર ઉતારશે

INLDના જિલ્લા અધ્યક્ષ પ્રમુખ બલવિંદર કૈરો, શહેરી જિલ્લા પ્રધાન હરબંસ ખન્ના, કાર્યકારી જિલ્લા પ્રધાન હરિ સિંહ ડાંગરાએ પાર્ટી નેતાઓનું સ્વાગત કર્યું હતું. લોકસભા ચૂંટણીને લઈને INLDએ શનિવારથી પોતાના અભિયાનની શરૂઆત કરી દીધી છે. 

INLD પ્રદેશ અધ્યક્ષ રામપાલ માજરાએ કહ્યું કે, INLD સિરસા લોકસભા બેઠક સહિત રાજ્યની તમામ 10 બેઠકો પર મજબૂત ઉમેદવારો ઉતારશે. આજે રાજ્યની જનતા INLDને ત્રીજા વિકલ્પ તરીકે જોઈ રહી છે.


Google NewsGoogle News