નકલી જન્મ પ્રમાણપત્ર મામલે આઝમ ખાન, અબ્દુલ્લા અને તઝીન ફાતિમા દોષી જાહેર, ત્રણેયને 7-7 વર્ષની સજા ફટકારી

બીજેપી નેતા આકાશ સક્સેનાએ વર્ષ 2019માં આ કેસ દાખલ કરાવ્યો હતો

આ કેસમાં આઝમ ખાન, તેમની પત્ની અને પુત્ર અબ્દુલ્લા આઝમને આરોપી બનાવવામાં આવ્યા હતા.

Updated: Oct 18th, 2023


Google NewsGoogle News
નકલી જન્મ પ્રમાણપત્ર મામલે આઝમ ખાન, અબ્દુલ્લા અને તઝીન ફાતિમા દોષી જાહેર, ત્રણેયને 7-7  વર્ષની સજા ફટકારી 1 - image

Image Source: Twitter

નવી દિલ્હી, તા. 18 ઓક્ટોબર 2023, બુધવાર

Azam Khan Abdullah Azam: યુપીના પૂર્વ મંત્રી અને સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ આઝમ ખાન તેમની પત્ની ડો. તઝીન ફાતિમા અને તેમના પુત્ર અબ્લ્લા આઝમને રામપુર કોર્ટે દોષી જાહેર કર્યા છે. આ સાથે જ કોર્ટના આદેશ પર પોલીસે ત્રણેયને કસ્ટડીમાં લઈ લીધા છે.  કોર્ટેે અબ્દુલ્લા આઝમના બે જન્મ પ્રમાણપત્રો મામલે પોતાનો નિર્ણય સંભળાવી દીધો છે અને આ કેસમાં ત્રણેયને સાત-સાત વર્ષની સજા  ફટકારી છે. 

ત્રણેય દોષી જાહેર 

બીજેપી નેતા આકાશ સક્સેનાએ વર્ષ 2019માં આ કેસ દાખલ કરાવ્યો હતો. સરકારી વકીલ અરુણ કુમારે જણાવ્યું કે, અબ્દુલ્લા આઝમના બે જન્મ પ્રમાણપત્રના કેસમાં ત્રણેયને દોષી જાહેર કરવામાં આવ્યા છે. થોડી જ વારમાં સજાનુ એલાન થઈ જશે. અબ્દુલ્લા આઝમ વિરુદ્ધ ગંજ પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કરવામાં આવ્યો હતો. આ કેસમાં આઝમ ખાન, તેમની પત્ની અને પુત્ર અબ્દુલ્લા આઝમને આરોપી બનાવવામાં આવ્યા હતા. 

અબદુલ્લા આઝમ પર લાગ્યા હતા આ આરોપ

અબદુલ્લા આઝમ પર આરોપ છે કે, તેની પાસે બે જન્મ પ્રમાણપત્રો છે. જેમાં એક જન્મ પ્રમાણપત્ર લખનૌ નગર પાલિકામાં બનાવડાવ્યુ છે અને બીજું રામપુરનું છે જે રામપુર નગરપાલિકામાંથી બન્યુ છે. તેના પર આ જન્મ પ્રમાણપત્રોનો સમય-સમયે પોતાની સુવિધા પ્રમાણે ઉપયોગ કરવાનો આરોપ છે. 


Google NewsGoogle News