આતંકવાદના આરોપમાં જેલમાં બંધ બે ઉમેદવાર જીત્યા, શું તેઓ શપથ લઈ શકે?, જાણો શું છે નિયમો
Image Twitter |
Lok Sabha Election 2024: લોકસભા ચૂંટણી 2024ના પરિણામો આવી ગયા છે. હવે ફરી નવી સરકાર રચવા માટે બેઠકોનો દોર ચાલી રહ્યો છે. આ ચૂંટણીમાં કેટલાક કિસ્સાઓ ચોકાવનારા છે. જેમાં જેલમાં બેઠેલા ઉમેદવારો ચૂંટણી લડવી અને જીતવું સામેલ છે. ખાલિસ્તાન સમર્થક નેતા અમૃતપાલ સિંહ ઉપરાંત આતંકવાદી ગતિવિધિઓને કારણે પાંચ વર્ષથી તિહારમાં જેલમાં બંધ કાશ્મીરી નેતા અબ્દુલ રશીદ પણ જીત્યો હતો. પરંતુ હવે તેમા વિચિત્ર સ્થિતિ ઉભી થઈ છે, અને આ કિસ્સામાં અનેક સવાલો થઈ રહ્યા છે.
ડિબ્રુગઢ જેલમાં બંધ ખાલિસ્તાન સમર્થક અમૃતપાલ સિંહ પંજાબની ખડૂર સાહિબ બેઠક પરથી ચૂંટણી જીતી હતી, જ્યારે શેખ અબ્દુલ રશીદે અપક્ષ હોવા છતાં બારામુલ્લા (કાશ્મીર) લોકસભા બેઠક પરથી નેશનલ કોન્ફરન્સના નેતા ઓમર અબ્દુલ્લાને હરાવ્યા હતા. બંને આતંકવાદી પ્રવૃત્તિઓ માટે અલગ-અલગ રાજ્યોની જેલમાં બંધ છે. કાયદાકીય રીતે જોઈએ તો ગુનાઓ ખૂબ ગંભીર છે. પરંતુ બંધારણ જેલમાં કેદ લોકોને ચૂંટણી લડવાની પરવાનગી આપે છે, તેથી તે જીતી ગયો. હવે સવાલ એ છે કે આગળ શું થશે?
અહીં ત્રણ મુખ્ય બાબતો જટિલ છે.
- શું તેઓ શપથ લઈ શકશે ?
- શું આ માટે તેમને જેલમાંથી છોડી મુકવામાં આવશે ?
- અથવા તે જેલમાં રહીને સરકાર ચલાવશે ?
પહેલા સવાલથી શરુઆત કરીએ તો, જનપ્રતિનિધિત્વ અધિનિયમ 1951 મુજબ ઓછામાં ઓછી 18 વર્ષની ઉંમર અને સંપુર્ણ માનસિક સ્વાસ્થ્ય ધરાવતો કોઈપણ ભારતીય ચૂંટણી લડી શકે છે. જેલમાં કે કાનૂની કસ્ટડીમાં હોય તેવા કેદીઓ પણ આ શ્રેણીમાં આવે છે, ભલે આરોપો સાબિત ન થયા હોય. એટલા માટે એન્જિનિયર રાશિદ અને અમૃતપાલ સિંહને ચૂંટણી લડવાની પરવાનગી મળી. એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ મુજબ દરેક સાંસદો અને ધારાસભ્યોમાંથી લગભગ ત્રીજા ભાગના લોકો ફોજદારી કેસોનો સામનો કરી રહ્યા છે.
જાણો શું કહ્યું સુપ્રીમ કોર્ટે
વર્ષ 2013માં સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, જો સાંસદો અને ધારાસભ્યો કોઈ અપરાધમાં દોષી સાબિત થાય છે, તો તેમણે તાત્કાલિક તેમનું પદ છોડવું પડશે. આ નિર્ણયથી લોકોના પ્રતિનિધિત્વ અધિનિયમની કલમ 8(4) વર્ચ્યુઅલને એક રીતે રદ કરવામાં આવી છે. જે દોષિત સાંસદોને તેમની સજા સામે અપીલ કરવા માટે ત્રણ મહિનાનો સમય આપે છે.
અનો મતલબ એ થયો કે, જો એન્જિનિયર રાશિદ અથવા અમૃતપાલ સિંહ તેમના આરોપોમાં દોષી સાબિત થાય તો તેઓએ તાત્કાલિક અસરથી લોકસભામાં તેમની બેઠક છોડી દેવી પડે. તેનું સૌથી મોટું કારણ તેમના ગુનાની ગંભીરતા છે.
કોના પર કેવા છે આરોપ ?
રશીદ ગેરકાનૂની ગતિવિધિ નિવારણ અધિનિયમ (UAPA) હેઠળ જેલમાં છે. વર્ષ 2019માં નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA) એ ટેરર ફંડિંગના આરોપમાં રાશિદની ધરપકડ કરી હતી. દેશના ઈતિહાસમાં તે પહેલા એવા નેતા હતા, જેમના પર આતંકવાદી ગતિવિધિઓનો આરોપ લાગ્યો હતો. એજ રીતે ખાલિસ્તાન સમર્થક અમૃતપાલ સિંહ રાષ્ટ્રીય સુરક્ષા કાયદા (NSA) હેઠળ જેલમાં છે. બંને દેશની સુરક્ષાના ભંગ કરવાનો આરોપ છે, જે સાબિત થાય તો તેને મુશ્કેલ બની શકે છે.
શું તે શપથ લઈ શકે છે ?
જેલમાં બંધ ચૂંટાયેલા પ્રતિનિધિઓને શપથ લેવા માટે સામાન્ય રીતે અસ્થાયી રૂપે જામીન અથવા પેરોલ પર મુક્ત કરવામાં આવે છે. આવા કેટલાય ઉદાહરણો છે. જેમ કે, વર્ષ 2020માં અલ્હાબાદ હાઈકોર્ટે BSP નેતા અતુલ રાયને સંસદ સભ્ય તરીકે શપથ લેવા માટે પેરોલ પર છોડવામાં આવ્યો હતો. સપા ધારાસભ્ય નાહિદ હસનને વર્ષ 2022માં યુપીમાં વિધાનસભાના શપથ ગ્રહણ માટે જામીન પર મુક્ત કરવામાં આવ્યો હતો.
ભૂતકાળના કેટલાક જૂના દાખલા જોઈએ તો, અમૃતપાલ અને રાશિદ બંનેને કામચલાઉ મુક્તિ મળી શકે છે, જેથી તેઓ લોકસભાના સભ્યો તરીકે શપથ લઈ શકે.
તો શું આ નેતાઓ જેલમાંથી ફરજ બજાવશે....?
તો શું કાયદાકીય રીતે સાંસદો અને ધારાસભ્યો આવું કરી શકે છે, આ પ્રશ્ન થોડો પેચીદો છે. આમ તો ઘણા રસ્તાઓ છે, જે દ્વારા ઓનલાઈન મીટિંગ કરી શકાય છે અને નિર્ણયો લઈ શકાય છે. જેલમાં બેઠેલા ધારાસભ્યો અથવા સાંસદો તેમની પાર્ટીના સીનિયર સભ્યો, કાયદાકીય ટીમ અને પરિવારના સભ્યો દ્વારા વિવિધ સમસ્યાઓ સાંભળી અને સમજી શકે છે. પરંતુ- તેઓ સંસદના સત્રમાં ભાગ લઈ શકતા નથી. આ ઉપરાંત, એવી પણ સમસ્યા થઈ શકે કે છે કે, તેઓ લોકો સાથે સીધો સંવાદ કરી શકતા નથી.
અલગ - અલગ જેલોનું મેન્યુઅલ હોય છે, જે નક્કી કરે છે કે એક કેદી કેટલા લોકોને મળી શકે છે. તેનો સમય પણ ફિક્સ હોય છે. નેતાની જરૂરિયાતો પૂરી કરવામાં આ પણ અવરોધ છે. એક મુશ્કેલી એ હશે કે, કેટલાક મુદ્દાઓ સંવેદનશીલ હોય છે, અને જેલમાં રહીને તેનું પાલન કરી શકાતું નથી. એકંદરે, ત્યાં ઘણી પ્રેક્ટિકલ મુશ્કેલી આવી શકે છે.