Get The App

આમ આદમી પાર્ટીના નેતા અને મંત્રી સત્યેન્દ્ર જૈનને જેલમાં પણ જલસા, મસાજનો વીડિયો વાયરલ

Updated: Nov 19th, 2022


Google NewsGoogle News
આમ આદમી પાર્ટીના નેતા અને મંત્રી સત્યેન્દ્ર જૈનને જેલમાં પણ જલસા, મસાજનો વીડિયો વાયરલ 1 - image


નવી દિલ્હી, તા. 19 નવેમ્બર 2022 શનિવાર

આમ આદમી પાર્ટીના નેતા અને કેજરીવાલ સરકારમાં મંત્રી સત્યેન્દ્ર જૈનને મુદ્દે તપાસ એજન્સી ઈડીએ ફરિયાદ કરી હતી કે તેમને જેલની અંદર વીવીઆઈપી ટ્રીટમેન્ટ મળી રહી છે. હેડ, ફૂટ અને બેક મસાજ જેવી સુવિધાઓની સાથે અન્ય સગવડો આપવામાં આવી રહી છે.

હવે આ દાવા સંબંધિત નવા સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. જેમાં જૈન જેલની અંદર મસાજ સુવિધાનો આનંદ લેતા જોવા મળી રહ્યા છે. સોશિયલ મીડિયા પર વાયરલ આ વીડિયોને તિહાડ જેલનો ગણાવાઈ રહ્યો છે. વીડિયો અનુસાર આ ફૂટેજ 13 સપ્ટેમ્બર બપોરે 1:11 વાગ્યાના છે. ફૂટેજમાં સેલ નંબર 1 એ બ્લોક જોવા મળી રહ્યુ છે. મળતી માહિતી અનુસાર જૈન આ બ્લોકમાં છે. આ ફૂટેજમાં જૈન પલંગ પર આરામ કરી રહ્યા છે. તેમના હાથમાં અમુક પેપર પણ છે જેને તે સતત જોઈ રહ્યા છે. બીજી તરફ મસાજ કરી રહેલો શખ્સ સતત તેમના પગ દબાવી રહ્યો છે.  

વધુ વાંચો: સત્યેન્દ્ર જૈનને જેલમાં મળી રહેલી મસાજ સહિતની અન્ય સુવિધાઓ સામે EDએ કોર્ટમાં ફરિયાદ કરી

આ સિવાય આ સેલમાં અન્ય કેટલીક સુવિધાઓના સંકેત પણ જોવા મળી રહ્યા છે. જેમ કે એક તકિયો જૈનના માથા પાછળ મૂકેલો છે જ્યારે બીજો તેમના હાથ બાજુ મૂકેલો છે. આ સિવાય એક ખુરશી પણ છે. સેલમાં ડસ્ટબિનથી લઈને પેક્ડ પાણીની બોટલો પણ જોવા મળી રહી છે. જૈનની બાજુમાં જે તકિયો મૂકેલો છે તેની ઉપર એક રિમોટ પણ જોવા મળી રહ્યુ છે. 

ઉલ્લેખનીય છે કે સત્યેન્દ્ર જૈન વિરુદ્ધ મની લોન્ડ્રિંગ મામલે તપાસ કરી રહેલી ઈડીએ કોર્ટમાં ફરિયાદ કરતા સીસીટીવી ફૂટેજ સોંપ્યા હતા. જે બાદ આ મામલે ખૂબ રાજકીય નિવેદનબાજી શરૂ થઈ હતી. 


Google NewsGoogle News