Get The App

24 કલાકમાં કાર્યવાહી નહીં થાય તો કોંગ્રેસને I.N.D.I.A.થી બહાર કરાશે: AAPનું અલ્ટિમેટમ

Updated: Dec 26th, 2024


Google NewsGoogle News
Arvind Kejriwal


Delhi Vidhan Sabha Elections: દિલ્હી વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે તણાવ વધી ગયો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, હવે આમ આદમી પાર્ટી (AAP) કોંગ્રેસને ઈન્ડિયા ગઠબંધનમાંથી બહાર કરવા માંગે છે. આ માટે તે અન્ય પક્ષો સાથે વાત કરશે. દિલ્હીના મુખ્યમંત્રી આતિશી અને આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા સંજય સિંહે આજે પત્રકાર પરિષદ કરીને કોંગ્રેસને 24 કલાકનું અલ્ટિમેટમ આપ્યું છે. જો કોંગ્રેસ અજય માકન સામે કાર્યવાહી નહીં કરે તો AAP નેતાઓ I.N.D.I.A.ના અન્ય નેતાઓ સાથે વાત કરીને કોંગ્રેસને ગઠબંધનથી બાકાત કરવાની અપીલ કરશે. 

કોંગ્રેસથી કેમ નારાજ છે AAP? 

AAP નેતાઓમાં કોંગ્રેસને લઈને ભારે નારાજગી છે. જેના કારણે AAP કોંગ્રેસને ઈન્ડિયા ગઠબંધનમાંથી બહાર કરવા માટે અન્ય પક્ષો સાથે વાત કરશે. AAPનો આરોપ છે કે કોંગ્રેસ ભાજપ સાથે મળીને કામ કરી રહી છે. AAP નેતાઓ કોંગ્રેસ નેતાઓના સતત નિવેદનોથી નારાજ છે. તેમજ બુધવારે જ દિલ્હી યુથ કોંગ્રેસે અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ FIR દાખલ કરી હતી. જેના કારણે AAP નેતાઓમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. આટલું જ નહીં કોંગ્રેસ નેતા અજય માકને કેજરીવાલ વિરુદ્ધ આપેલા નિવેદનથી પણ AAP નેતાઓમાં ભારે નારાજગી છે. 



ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સાંઠગાંઠનો આરોપ

દિલ્હીના મુખ્યમંત્રી આતિશીએ કહ્યું છે, કે 'કોંગ્રેસ નેતાઓના નિવેદનથી સાફ દેખાઈ રહ્યું છે કે કોંગ્રેસે હવે ભાજપ સાથે જ સાંઠગાંઠ કરી લીધી છે. કોંગ્રેસ નેતા અજય માકને કેજરીવાલ માટે એન્ટિ નેશનલ શબ્દપ્રયોગ કર્યો. શું કોંગ્રેસે ભાજપ સાથે ક્યારેય આવા શબ્દો કહ્યા છે?'

સંજય સિંહે પણ કહ્યું છે, કે 'દિલ્હીની અંદર કોંગ્રેસ ભાજપના પક્ષમાં ઊભી થઈ ગઈ છે. કોંગ્રેસ દરેક એવા કામ કરી રહી છે જેનાથી ભાજપને જ ફાયદો થાય. કોંગ્રેસ નેતા અજય માકન તો ભાજપની જ સ્ક્રિપ્ટ વાંચી રહ્યા છે. ભાજપના કહેવાય પર કોંગ્રેસ નેતાઓ AAP પર નિશાન સાધી રહ્યા છે.' 

આ પણ વાંચો: EVM મુદ્દે કોંગ્રેસને મોટો ઝટકો, દિગ્ગજ નેતાના દીકરીએ કહ્યું - પુરાવા વગર આરોપ ન લગાવાય

AAP પર ગેરમાર્ગે દોરવાનો આરોપ

દિલ્હી યુથ કોંગ્રેસના અધ્યક્ષ અક્ષય લાકરાએ 25 ડિસેમ્બરની સાંજે સંસદ સ્ટ્રીટ પોલીસ સ્ટેશનમાં અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. લાકરાએ આરોપ લગાવ્યો હતો કે AAPએ તેની યોજનાઓ દ્વારા લોકોને ગેરમાર્ગે દોર્યા છે અને છેતર્યા છે. તેમજ AAPની યોજનાઓની પ્રામાણિકતા પર પણ સવાલો ઉઠાવ્યા છે.  કોંગ્રેસે આ મુદ્દાને લઈને કેજરીવાલ સામે કાયદાકીય કાર્યવાહી કરવાની માંગ કરી છે.

24 કલાકમાં કાર્યવાહી નહીં થાય તો કોંગ્રેસને I.N.D.I.A.થી બહાર કરાશે: AAPનું અલ્ટિમેટમ 2 - image


Google NewsGoogle News