Get The App

ઈન્ડિ ગઠબંધનમાં આમ આદમી પાર્ટીને એકતરફી સમર્થન કેમ જોઈએ છે? સમજો રાજકીય ગણિત

Updated: Jul 24th, 2024


Google NewsGoogle News
ઈન્ડિ ગઠબંધનમાં આમ આદમી પાર્ટીને એકતરફી સમર્થન કેમ જોઈએ છે? સમજો રાજકીય ગણિત 1 - image


Delhi Politics News : દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal), તેમની આમ આદમી પાર્ટી (Aam Aadmi Party) સહિત તેમના ઘણા નેતાઓ અનેક પડકારોનો સામનો કરી રહ્યા છે. દિલ્હી લિકર પોલીસી કેસ (Delhi Liquor Scam Case)માં કેજરીવાલ સહિત મનીષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈન પણ જેલમાં બંધ છે, જ્યારે પાર્ટીના રાજ્યસભા સાંસદ સંજય સિંહ છ મહિના સુધી જેલમાં રહ્યા બાદ કોર્ટે જામીન આપી દીધા છે. દિલ્હી સરકાર અનેક સંકટોનો તો સામનો કરી રહી જ છે, આ ઉપરાંત ઈન્ડિ ગઠબંધન (INDI Alliance)ના સમર્થન અંગે પણ ચિંતિત છે.

ઈન્ડિ ગઠબંધનમાં આમ આદમી પાર્ટીને એકતરફી સમર્થન કેમ જોઈએ છે? સમજો રાજકીય ગણિત 2 - image

AAP સામે પડકારો : પાર્ટી સામેના પડકારોની વાત કરીએ તો રાજધાનીમાં છેલ્લા ઘણા મહિનાઓથી ગરમી, વીજળી અને પાણી સહિતના સંકટો આવી ચઢતા, વિપક્ષો દિલ્હી સરકારની કામગીરી પર પણ આંગળી ચિંધતા રહ્યા છે.

ઈન્ડિ ગઠબંધનમાં આમ આદમી પાર્ટીને એકતરફી સમર્થન કેમ જોઈએ છે? સમજો રાજકીય ગણિત 3 - image

ED-CBI કેસ : જ્યારે અરવિંદ કેજરીવાલની વાત કરીએ તો, તેઓ દિલ્હી લિકર પોલિસી હેઠળના મની લોન્ડ્રિંગ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) અને કેન્દ્રીય તાપાસ એજન્સી (CBI)ના પડકારનો પણ સામનો કરી રહ્યા છે. આ કેસની સૌથી મોટી વાત એ છે કે, ઈડી કેસમાં સુપ્રીમ કોર્ટે તેમને વચગાળાના જામીન આપ્યા છે, જ્યારે સીબીઆઈનો કેસ હજુ પણ યથાવત્ છે, તેથી વચગાળાના જામીન મળવા છતાં તેઓ હજુ પણ જેલમાં બંધ રહેશે.

ઈન્ડિ ગઠબંધનમાં આમ આદમી પાર્ટીને એકતરફી સમર્થન કેમ જોઈએ છે? સમજો રાજકીય ગણિત 4 - image

કેજરીવાલનું આરોગ્ય અને હત્યાનું કાવતરું : હવે આમ આદમી પાર્ટીએ કેજરીવાલના આરોગ્યની ચિંતા વ્યક્ત કરી છે. પાર્ટીનો આક્ષેપ છે કે, જેલમાં કેજરીવાલનું શુગર લેવલ વારંવાર ઘટી રહ્યું છે, પરંતુ આ ગંભીરતા પર કોઈ ધ્યાન નથી આપી રહ્યું, જ્યારે AAPના રાજ્યસભા સાંસદ સંજય સિંહે (Sanjay Singh) તો જેલમાં જ કેજરીવાલ હત્યાનું કાવતરું ઘડાયાનો આક્ષેપ લગાવી ચુક્યા છે.

ઈન્ડિ ગઠબંધનમાં આમ આદમી પાર્ટીને એકતરફી સમર્થન કેમ જોઈએ છે? સમજો રાજકીય ગણિત 5 - image

AAPને ગઠબંધનના સમર્થનનું પણ ટેન્શન : એકતરફ AAP કેજરીવાલની જેલ અને આરોગ્ય અંગે ચિંતિત છે, તો બીજીતરફ પાર્ટીને INDI ગઠબંધનનું સમર્થન ન મળતું હોવાનું પણ દેખાઈ રહ્યું છે. આમ આદમી પાર્ટી ઈન્ડિ ગઠબંધનનો સાથે પક્ષ છે. પાર્ટી જે પ્રકારનું એકતરફી રાજકીય સમર્થન માંગી રહી છે તેના માટે કોંગ્રેસ (Congress) પણ સહમત થશે કે કેમ તે કહેવું મુશ્કેલ છે. સ્વાતિ માલીવાલ કેસ (Swati Maliwal Case) પણ અરવિંદ કેજરીવાલના કેસમાં નબળી કડી સાબિત થઈ રહ્યો છે.

ઈન્ડિ ગઠબંધનમાં આમ આદમી પાર્ટીને એકતરફી સમર્થન કેમ જોઈએ છે? સમજો રાજકીય ગણિત 6 - image

AAP ઈન્ડિ ગઠબંધન પાસે વધુ અપેક્ષા કેમ રાખી રહ્યું છે?

ગઈકાલે કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારમણ (Nirmala Sitharaman) દ્વારા સંસદમાં રજુ કરાયેલા બજેટ (Budget 2024)ની ઈન્ડિ ગઠબંધનની તમામ પાર્ટીઓએ ટીકા કરી છે. આ મુદ્દે સંસદમાં સરકારને ઘેરવાની રણનીતિ પર વિચારણા કરવા માટે ઈન્ડિ ગઠબંધને બેઠક પણ યોજી હતી અને આ બેઠકમાં પણ આમ દમી પાર્ટીએ કેજરીવાલનો મુદ્દો ઉઠાવ્યો હતો. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે (Mallikarjun Kharge)ના નિવાસસ્થાને યોજાયેલી બેઠકમાંથી બહાર આવ્યા બાદ સંજય સિંહે કહ્યું હતું કે, ‘અમે બેઠકમાં કેજરીવાલનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમનું શુગર લેવલ 36 વખત 50થી નીચે ગયું છે. અમે બેઠકમાં આ મુદ્દે સંયુક્ત નિવેદન જાહેર કરવાની તેમજ સંયુક્ત વિરોધ કરવાની રજુઆત કરી છે અને આ મુદ્દે પણ આગામી સમયમાં નિર્ણય થશે.

ઈન્ડિ ગઠબંધનમાં આમ આદમી પાર્ટીને એકતરફી સમર્થન કેમ જોઈએ છે? સમજો રાજકીય ગણિત 7 - image

શું પડકારોનો સામનો કરી રહેલી AAPને કોંગ્રેસનું સમર્થન મળશે?

આમ આદમી પાર્ટીને ઈન્ડિ ગઠબંધનના સમર્થનની વાત કરીએ તો, આપ સાંસદ રાઘવ ચઢ્ઢા (Raghav Chadha) ઈચ્છે છે કે, ઈન્ડિ ગઠબંધનના નેતાઓ તિહાર જેલમાં જઈને કેજરીવાલને મળતા રહે, જેથી એવો સંદેશ જાય કે, આખો વિપક્ષ કેજરીવાલ સાથે ઉભો છે. જ્યારે સંજય સિંહ ઈચ્છે છે કે, કેજરીવાલના સમર્થનમાં ગઠબંધન દ્વારા સંયુક્ત નિવેદન જાહેર કરવામાં આવે તેમજ વિપક્ષો સંસદમાં પણ કેજરીવાલ મુદ્દે હંગામો કરે. જોકે બીજીતરફ એવો સવાલ પણ થઈ રહ્યો છે કે, ગઠબંધનનું નેતૃત્વ કરી રહેલી કોંગ્રેસ કેજરીવાલ મુદ્દે આપ નેતાઓની ઈચ્છા મુજબ મદદ કરવા તૈયાર છે?

ઈન્ડિ ગઠબંધનમાં આમ આદમી પાર્ટીને એકતરફી સમર્થન કેમ જોઈએ છે? સમજો રાજકીય ગણિત 8 - image

AAPએ ઉછાળેલો મુદ્દો કોંગ્રેસે પછાળ્યો?

કોંગ્રેસના વરિષ્ઠ નેતા સંદીપ દીક્ષિતે (Sandeep Dixit) તાજેતરમાં જ કહ્યું હતું કે, ‘દિલ્હીના મુખ્યમંત્રીના આરોગ્ય અંગે રાજકારણ ન રમવું જોઈએ. હું આશા રાખું છું કે, આ લોકો કોઈ મોટા નેતાઓના આરોગ્ય પર રાજકારણ નહીં રમે. જો AAP નેતાઓની વાત કરીએ તો, તેઓ ગમે ત્યાં કંઈપણ બોલે છે. જો કોઈને ખોટું લાગે તો, હું માફી માગું છું, પરંતુ અસત્ય બોલવું AAPની આદત છે. દિલ્હી કોંગ્રેસના નેતાએ AAPના મોટાભાગના મુદ્દાઓમાં કેજરીવાલ અને આપ વિરુદ્ધ જ બોલતા રહ્યા છે. સંદીપ દીક્ષિત શીલા દીક્ષિતના પુત્ર છે અને તેઓ હંમેશા કોંગ્રેસ દ્વારા કેજરીવાલને સાથ આપવાના વિરુદ્ધમાં રહ્યા છે.

ઈન્ડિ ગઠબંધનમાં આમ આદમી પાર્ટીને એકતરફી સમર્થન કેમ જોઈએ છે? સમજો રાજકીય ગણિત 9 - image

દિલ્હી સર્વિસ બિલ મુદ્દે AAP-કોંગ્રેસ સામસામે

ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે રાજધાનીમાં દિલ્હી સર્વિસ બિલ (Delhi Services Bill)નો મુદ્દો ઉછળ્યો હતો. બિલના વિરોધમાં આમ આદમી પાર્ટીએ ઘણા ધમપછાળા અને વિરોધ કર્યો હતો. જોકે તેમ છતાં અધિકારીઓની બદલી અને પોસ્ટિંગ સંબંધિત આ બિલ લોકસભામાં ધ્વનિમતથી પાસ પણ થઈ ગયું હતું. બિલ પાસ થયા પહેલા ઈન્ડિ ગઠબંધનની બેઠક પણ યોજાઈ હતી. આ બેઠક માટે જ્યારે કેજરીવાલને આમંત્રણ મળ્યું, ત્યારે તેમણે એવું કહ્યું હતું કે, જ્યાં સુધી કોંગ્રેસ સંસદમાં બિલનો વિરોધ કરવાની ખાતરી ન આપે, ત્યાં સુધી અમે બેઠકમાં સામેલ નહીં થઈએ. તેમનું આવું નિવેદન છતાં રાહુલ ગાંધીએ કેજરીવાલની ધરપકડનો મુદ્દો સંસદમાં ઉઠાવ્યો હતો. જોકે તેમણે કેજરીવાલનું નામ આપ્યું ન હતું, પણ તેમણે બે મુખ્યમંત્રીઓને જેલમાં ધકેલવાના મુદ્દાનો ઉલ્લેખ કર્યો હતો. તે વખે ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેન (Jharkhand CM Hemant Soren) પણ જેલમાં હતા.

ઈન્ડિ ગઠબંધનમાં આમ આદમી પાર્ટીને એકતરફી સમર્થન કેમ જોઈએ છે? સમજો રાજકીય ગણિત 10 - image

INDI ગઠબંધનની ત્રણ પાર્ટીનું દમદાર પ્રદર્શન, AAP બેકફુટ પર

લોકસભા ચૂંટણી બાદ ઈન્ડિ ગઠબંધનમાં કોંગ્રેસની સ્થિતિ બદલાઈ ગઈ છે. ચૂંટણી પહેલા કોંગ્રેસને સાથી પક્ષો તાતી જરૂર હતી, જોકે હવે રાહુલ ગાંધી (Rahul Gandhi) વિપક્ષના નેતા બની ગયા છે. ગઠબંધનના સાથી પક્ષ કોંગ્રેસ, TMC અને સમાજવાદી પાર્ટી (Samajwadi Party) મજબૂત સ્થિતિમાં આવી ગયા છે, જ્યારે પંજાબમાં ઓછી બેઠકો મળવાના કારણે આમ આદમી પાર્ટીને જ નબળી જોવા મળી છે અને દિલ્હી લોકસભા ચૂંટણીમાં AAPની સ્પષ્ટ અવગણના જોવા મળી રહી છે. 

ઈન્ડિ ગઠબંધનમાં આમ આદમી પાર્ટીને એકતરફી સમર્થન કેમ જોઈએ છે? સમજો રાજકીય ગણિત 11 - image

આમ આદમી પાર્ટીના તેવર ઘટવાના બદલે વધ્યા

આમ આદમી પાર્ટી હાલ અનેક પડકારોનો સામનો કરી રહ્યું છે. આ ઉપરાંત લોકસભામાં પણ નબળું પ્રદર્શન કર્યું છે, તેમ છતાં પાર્ટીના તેવર ઘટવાના બદલે વધતા જ જઈ રહ્યા છે. તાજેતરમાં જ AAPએ દિલ્હી વિધાનસભાની ચૂંટણી (Delhi Assembly Elections) અંગે મોટી જાહેરાત કરી તમામને ચોંકાવી દીધા છે. પાર્ટીએ કહ્યું છે કે, વિધાનસભા ચૂંટણીમાં તે કોંગ્રેસ સાથે ગઠબંધન નહીં કરે. ત્યારબાદ કોંગ્રેસે પણ કહ્યું હતું કે, વિધાનસભા ચૂંટણીમાં અમારો AAP સાથે કોઈ સંબંધ નહીં રહે. અનેક પડકારો અને નબળી પાર્ટી બનવા છતાં AAP પોતાની શરતે કોંગ્રેસનો સાથ ઈચ્છે છે, જ્યારે કેજરીવાલના કેસમાં સાથી પક્ષનો સાથ માંગી રહી છે.


Google NewsGoogle News