Get The App

AAPને સાઉદી અરેબિયા, કુવૈત, ઓમાન સહિત ઘણા દેશમાંથી મળ્યું ફંડ, EDએ ગૃહમંત્રાલયને આપ્યો રિપોર્ટ

Updated: May 20th, 2024


Google NewsGoogle News
AAPને સાઉદી અરેબિયા, કુવૈત, ઓમાન સહિત ઘણા દેશમાંથી મળ્યું ફંડ, EDએ ગૃહમંત્રાલયને આપ્યો રિપોર્ટ 1 - image


AAP Foreign Fund Controversy : દિલ્હી લિકર પોલિસી કૌભાંડ કેસમાં પહેલેથી જ ફસાયેલી આમ આદમી પાર્ટી (Aam Aadmi Party) ફરી મુશ્કેલીમાં મુકાઈ છે. આ કેસ હાલ કોર્ટમાં ચાલી રહ્યો છે, ત્યારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે (ED)એ AAPને મળતા વિદેશી ફંડને લઈ ચોંકાવનારો ખુલાસો કર્યો છે. ઈડીએ ગૃહમંત્રાલયને એક રિપોર્ટ સોંપ્યો છે, જેમાં આમ આદમી પાર્ટીને કયા કયા દેશોમાંથી કેટલું ફંડ મળ્યું, તે તમામની વિગતોનો ઉલ્લેખ કરાયો છે.

ઈડીના રિપોર્ટમાં AAP પર અનેક આક્ષેપ

મળતા અહેવાલો મુજબ ઈડીએ કેન્દ્રીય ગૃહમંત્રાલયને જણાવ્યું છે કે, AAPને 2014-2022 દરમિયાન 7.08 કરોડ રૂપિયાનું વિદેશી ફંડ મળ્યું હતું. ઈડીએ વિદેશી ફંડ મામલે પાર્ટી વિરુદ્ધ ભારતીય દંડ સંહિતા (IPC), જન પ્રતિનિધિત્વ અધિનિયમ (RPA) અને વિદેશી યોગદાન નિયમન અધિનિયમ (FCRA)નું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવ્યો છે. પાર્ટીએ ફંડ મેળવવા માટે વિદેશી દાનદાતાઓની ઓળખ, રાષ્ટ્રીયતા અને અન્ય ઘણી બાબતો છુપાવી હોવાનો ઈડીના રિપોર્ટમાં આક્ષેપ કરાયો છે.

AAPને આ દેશોમાંથી મળ્યું ફંડ

ઈડીએ કહ્યું કે, પાર્ટીને અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, સાઉદી અરેબિયા, સંયુક્ત આરબ અમીરાત, કુવૈત, ઓમાન અને અન્ય દેશોમાંથી ઘણા દાતાઓ પાસેથી નાણાં મળ્યા છે. વિવિધ દાતાઓ દ્વારા ફંડ ટ્રાન્સફર કરવા માટે એક જ પાસપોર્ટ નંબર, ક્રેડિટ કાર્ડ, ઈમેલ આઈડી અને મોબાઈલ નંબરનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

પાર્ટીના લોકો વચ્ચે અંદરોઅંદર થયેલા E-Mailથી ખુલાસો

ઈડીના રિપોર્ટમાં AAP અને પાર્ટીના નેતાઓ દ્વારા વિદેશી ફંડ એકત્ર કરવામાં કરેલી અનિયમિતતાની ઘણી બાબતોનો ઉલ્લેખ કરાયો છે. રિપોર્ટ મુજબ પાર્ટીના ધારાસભ્ય દુર્ગેશ પાઠક સહિત ઘણા નેતાઓએ વ્યક્તિગત લાભ માટે વર્ષ 2016માં કેનેડામાં ફંડ રેજિંગ પ્રોગ્રામ હેઠળ એકત્ર કરેલા નાણાનો દુરૂપયોગ કર્યો હોવાનો આક્ષેપો કરાયો છે. આ ઉપરાંત અનિકેત સક્સેના (આપ ઓવરસીઝ ઈન્ડિયાના કોર્ડિનેટર), કુમાર વિશ્વાસ (Kumar Vishwas) (આપ ઓવરસીઝ ઈન્ડિયાના તત્કાલીન સંયોજક), કપિલ ભારદ્વાજ (Kapil Bhardwaj) (આપ સભ્ય) અને પાઠક સહિત પાર્ટીના વિવિધ સ્વયંસેવકો અને પદાધિકારીઓ વચ્ચે થયેલા ઈ-મેઈલ સામગ્રી દ્વારા આક્ષેપોની પુષ્ટી કરાઈ છે.

AAPએ 3.25ની ચૂંટણી પહેલા અમેરિકામાંથી 1,19,000 અમેરિકી ડૉલર મેળવ્યા

ઈડીએ આક્ષેપ કર્યો છે કે, જપ્ત કરાયેલા દસ્તાવેજોની તપાસમાં કુલ 1,19,000 અમેરિકી ડૉલરનું વિદેશી ફંડ મળ્યું હોવાની માહિતી મળી છે. 2017ની વિધાનસભા ચૂંટણી પહેલા એપ્રિલ-મે-2015માં અમેરિકામાં AAP દ્વારા આયોજિત ફંડ એકત્રીકરણ અભિયાન દરમિયાન 1,19,000 ડૉલરનું વિદેશી ભંડોળ એકત્ર કરાયું હતું. ઈડીએ કહ્યું કે આ સંદર્ભમાં આપના રાષ્ટ્રીય સચિવ પંકજ ગુપ્તાને સમન્સ પાઠવાયું હતું, જેમણે સ્વીકાર્યું હતું કે પાર્ટીને ચેક અથવા ઓનલાઈન પોર્ટલ દ્વારા વિદેશી દાન મળી રહ્યું છે.


Google NewsGoogle News