Get The App

'કોને પૂછી નામ બદલ્યું...', સરાય કાલે ખાંનું નામ બિરસા મુંડા ચોક કરાતાં કેન્દ્ર પર ભડકી AAP

Updated: Nov 16th, 2024


Google NewsGoogle News
'કોને પૂછી નામ બદલ્યું...', સરાય કાલે ખાંનું નામ બિરસા મુંડા ચોક કરાતાં કેન્દ્ર પર ભડકી AAP 1 - image


Delhi News: રાજધાની દિલ્હીના રિંગ રોડ પર સ્થિત સરાય કાલે ખાં ચોકનું નામ બદલીને હવે બિરસા મુંડા ચોક રાખવામાં આવ્યું છે. કેન્દ્રીય શહેરી વિકાસ મંત્રી મનોહર લાલ ખટ્ટરે શુક્રવારે આ વિશે જાહેરાત કરતા કહ્યું કે, સરાય કાલે ખાં ચોકનું નામ બદલીને ભગવાન બિરસા મુંડા ચોક કરી દેવામાં આવ્યું છે. આ પ્રકારે નામ બદલવાથી દિલ્હીની આમ આદમી પાર્ટી સરકારે નારાજગી વ્યક્ત કરતા પ્રશ્ન ઉભા કર્યા છે. જોકે, અરવિંદ કેજરીવાલે શુક્રવારે એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન સરકારના નિર્ણયનું સ્વાગત કર્યું હતું. 

'આપ'એ કર્યાં પ્રશ્ન

મળતી માહિતી મુજબ, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે શુક્રવારે મહાન આદિવાસી નેતા બિરસા મુંડાની 150મી જન્મજયંતિ પર તેમની પ્રતિમાનું અનાવરણ કર્યા બાદ સરાય કાલે ખાં ચોકનું નામ બદલીને 'બિરસા મુંડા ચોક' કર્યુ હતું. કેન્દ્રના આ નિર્ણય પર 'આપ' સરકારે પ્રશ્ન કરતા કહ્યું કે, શું આ જગ્યાનું નામ બદલવા માટે યોગ્ય કાર્યવાહીનું પાલન કરવામાં આવ્યું છે? આ સિવાય તેઓએ પૂછ્યું કે, શું ચોકનું નામ બદલવાનો પ્રસ્તાવ કોઈ રોડ નેમિંગ ઓથોરિટી દ્વારા મંજૂરી આપવામાં આવી હતી, જે આ પ્રક્રિયાની અધ્યક્ષતા કરે છે.

આ પણ વાંચોઃ ગુજરાતમાં 700 કિલો બાદ દિલ્હીમાં 900 કરોડનું ડ્રગ્સ પકડાતાં ખળભળાટ, 8 ઈરાની નાગરિક ઝડપાયા

ભાજુપનો વળતો પ્રહાર

બીજી બાજું, ભાજપ તરફથી 'આપ' સરકારના આ તર્કને ચેલેન્જ આપતા કહ્યું કે, 'સરાય કાલે ખાં' નામ- જેની ન તો વ્યાખ્યા કરવામાં આવી હતી કે ન તો "સત્તાવાર રીતે નામ આપવામાં આવ્યું હતું" - આ સિવાય રાજધાની સંબંધિત "કોઈપણ સરકારી રેકોર્ડમાં તેનું અસ્તિત્વમાં નથી".

જોકે, આપનું કહેવું છે કે, કોઈપણ સ્થાનનું નામકરણ રાજ્ય સત્તાનો વિશેષાધિકાર છે. જેની સત્તા રોડ નામકરણ સત્તાધિકારીની હોય છે, જે હાલ દિલ્હીમાં હાજર નથી. કારણકે, તેની રચના થવાની બાકી છે. હાલમાં દિલ્હીમાં રોડ નામકરણની કોઈ સત્તા જ નથી, તો સરાઈ કાલે ખાં ચોકનું નામ બદલીને ભગવાન બિરસા મુંડા ચોક કરવાની પરવાનગી ક્યાંથી મળી? આ રોડ દિલ્હી સરકારના PWD હેઠળ આવે છે. નામ બદલવાનો આદેશ ક્યાં છે?

આ પણ વાંચોઃ મણિપુરમાં ઉગ્રવાદીઓએ એક જ પરિવારના 6 સભ્યોનું અપહરણ કર્યું, 3નાં મૃતદેહ મળતાં હડકંપ

ભાજપે વાંધો ઉઠાવ્યો

જોકે, આ વિશે પણ ભાજપે વાંધો ઉઠાવ્યો. ભાજપ તરફથી કહેવામાં આવ્યું કે, 'સરાય કાલે ખાં આ વિસ્તારનું નામ છે અને આઈએસબીટીને હજુ તે જ નામે ઓળખવામાં આવશે. સરકારી રેકોર્ડમાં સરાય કાલે ખાંનો કોઈ ઉલ્લેખ નહતો. 



Google NewsGoogle News