કેજરીવાલની ધરપકડના વિરોધમાં AAPનું પ્રદર્શન, ભાજપ મુખ્યાલયની બહાર RPF અને પોલીસ તહેનાત

Updated: Jun 29th, 2024


Google NewsGoogle News
કેજરીવાલની ધરપકડના વિરોધમાં AAPનું પ્રદર્શન, ભાજપ મુખ્યાલયની બહાર RPF અને પોલીસ તહેનાત 1 - image


Image Source: Twitter

AAP Protest Against Kejriwal Arrest: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડના વિરોધમાં આમ આદમી પાર્ટી પ્રદર્શન કરી રહી છે. આમ આદમી પાર્ટીનો આરોપ છે કે, કેન્દ્ર સરકાર ED અને CBI જેવી એજન્સીઓ દુરુપયોગ કરી રહી છે. AAPના કાર્યકર્તા અને નેતાઓ ભાજપ કાર્યાલયને ઘેરવા માટે ITO પાસે પાર્ટી કાર્યાલય પર એકઠા થયા અને કેન્દ્ર સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા.

આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અને પૂર્વી દિલ્હી લોકસભા બેઠક પરથી પાર્ટી ઉમેદવાર રહેલા કુલદીપ કુમારે કહ્યું કે, સરકાર સીએમ કેજરીવાલને ફસાવવા માટે ED અને CBIનો ઉપયોગ કરી રહી છે. અમે અમારી લડાઈ સંસદ, વિધાનસભા અને રસ્તા પર લડીશું. તપાસ શરૂ થયા બાદથી છેલ્લા બે વર્ષમાં એજન્સીઓને શું મળ્યુ? 

આમ આદમી પાર્ટીએ મંજૂરી નથી લીધી: દિલ્હી પોલીસ

ભાજપ કાર્યાલય તરફ આગળ વધી રહેલા પ્રદર્શનકારીઓને રોકવા માટે બેરિકેડિંગ સાથે ભારે પોલીસ દળ અને આરપીએફ તેહનાત કરવામાં આવ્યા છે. બીજેપી હેડક્વાર્ટર ખાતે પ્રદર્શન માટે આમ આદમી પાર્ટીના આહવાન વચ્ચે દિલ્હી પોલીસે કહ્યું કે AAPએ પ્રદર્શન કરવાની મંજૂરી નથી લીધી.

પોલીસના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે, પ્રદર્શનકારીઓને રોકવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. કારણ કે, મધ્ય દિલ્હીના દીનદયાળ ઉપાધ્યાય (ડીડીયૂ) માર્ગ સ્થિત ભાજપ મુખ્યાલય પર કોઈ પણ વિરોધ પ્રદર્શ માટે મંજૂરી લેવામાં નથી આવી. તેમણે કહ્યું કે, જરૂર પડવા પડી તો પ્રદર્શનકારીઓને કસ્ટડીમાં લેવામાં આવી શકે છે કારણ કે, ડીડીયૂ માર્ગ પર પહેલાથી જ કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે. 

CBIએ કેમ કરી ધરપકડ?

કેજરીવાલની ધરપકડ માટે CBIનું કારણ એ હતું કે તેઓ એ કેબિનેટનો હિસ્સો હતા જેમણે એક્સાઈઝ પોલિસીને મંજૂરી આપી હતી. તપાસ એજન્સીએ આરોપ લગાવ્યો કે લાંચ લીધા બાદ દિલ્હીની એક્સાઈઝ પોલિસી 2021-22માં હિતધારકોની ઈચ્છા મુજબ સુધારા કરવામાં આવ્યા હતા. જથ્થાબંધ વેપારીઓ માટે પ્રોફિટ માર્જિન 5 ટકાથી વધારીને 12 ટકા કરી દેવામાં આવ્યું હતું. CBIએ જણાવ્યું કે, અરવિંદ કેજરીવાલની પૂછપરછ અને ધરપકડ પાછળનું મુખ્ય કારણ એ છે કે મુખ્યમંત્રી તરીકે તેઓ એ કેબિનેટનો ભાગ હતા જેણે વિવાદાસ્પદ નવી એક્સાઈઝ પોલિસીને મંજૂરી આપી હતી.


Google NewsGoogle News