યોગી આદિત્યનાથને હટાવવાની...: CM અરવિંદ કેજરીવાલના નિવેદનને યાદ કરી સંજય સિંહે કર્યો મોટો દાવો

Updated: Jul 17th, 2024


Google NewsGoogle News
યોગી આદિત્યનાથને હટાવવાની...: CM અરવિંદ કેજરીવાલના નિવેદનને યાદ કરી સંજય સિંહે કર્યો મોટો દાવો 1 - image


Sanjay Singh Statement On Yogi Adityanath: 4 જૂનના રોજ લોકસભા ચૂંટણીના પરિણામો આવ્યા ત્યાર બાદથી ભારતીય જનતા પાર્ટીના ટોચના નેતાઓ વચ્ચે તે અંગે મંથન ચાલી રહ્યું છે. આ વચ્ચે યુપીના ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્યએ ભાજપ હેડક્વાર્ટરમાં જેપી નડ્ડા સાથે મુલાકાત કરી છે. ત્યારથી યુપી સરકારમાં ફેરબદલને લઈને રાજકીય ચર્ચા ચરમસીમા પર છે. હવે આ અંગે AAP સાંસદ સંજય સિંહે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે બે મહિના પહેલા સીએમ અરવિંદ કેજરીવાલે સાચું જ કહ્યું હતું કે સીએમ યોગી આદિત્યનાથને હટાવવામાં આવી શકે છે. 

સંજય સિંહે X પોસ્ટમાં શું કહ્યું?

આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સંજય સિંહે યુપીને લઈને બીજેપી નેતાઓ વચ્ચે ચાલી રહેલા તણાવ અંગે કહ્યું કે, CM અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે, બે મહિનામાં યોગીજી હટાવી દેવામાં આવશે. આ વાતનું ખંડન ન તો મોદીએ કર્યું કે ન તો અમિત શાહ કે પાર્ટીએ કર્યું. હવે યોગી આદિત્યનાથને હટાવવાની યોજના પર કામ તેજ થઈ ગયું છે. જો આ સત્ય નથી તો મોદી જી આ વાતનું ખંડન કરે. 

અરવિંદ કેજરીવાલે આપ્યું હતું આ નિવેદન

10 મે 2024ના રોજ સુપ્રીમ કોર્ટના આદેશ પર પાર્ટી ઉમેદવારના પક્ષમાં ચૂંટણી પ્રચાર કરવા માટે સીએમ કેજરીવાલ વચગાળાના જામીન પર તિહાર જેલમાંથી બહાર આવ્યા હતા. તિહાર જેલમાંથી બહાર આવતા જ તેમણે દાવો કર્યો હતો કે, લોકસભા ચૂંટણી બાદ ભાજપમાં મોટા ફેરફાર થશે. મોટો ફેરફાર એ થશે કે યુપીના સીએમ યોગી આદિત્યનાથને સીએમ પદ પરથી હટાવવામાં આવી શકે છે. 

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ દ્વારા યુપીના સીએમ યોગી પર આપવામાં આવેલા વિવાદાસ્પદ નિવેદન પર ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ એક ટીવી ચેનલને આપેલા ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે સમગ્ર દેશમાં યોગી આદિત્યનાથ જેવો કોઈ મુખ્યમંત્રી નથી. તેઓ સૌથી યોગ્ય સીએમ છે. તેમની ક્ષમતા પર દરેક વ્યક્તિને વિશ્વાસ છે. તેમને સીએમ પદ પરથી હટાવવા અંગે કોઈ વિચારી પણ ન શકે.


Google NewsGoogle News