AAP સાંસદ સંજય સિંહને દિલ્હી HC તરફથી ઝટકો, EDની ધરપકડને પડકારતી અરજી ફગાવી

4 ઓક્ટોબરે EDએ સંજય સિંહની અટકાયત કરી હતી

Updated: Oct 20th, 2023


Google NewsGoogle News
AAP સાંસદ સંજય સિંહને દિલ્હી HC તરફથી ઝટકો,  EDની ધરપકડને પડકારતી અરજી ફગાવી 1 - image


Sanjay Singh Delhi high court : આમ આદમી પાર્ટીના નેતા અને રાજ્યસભા સાંસદ સંજય સિંહને મોટો આંચકો લાગ્યો છે. દિલ્હી હાઈકોર્ટે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની કાર્યવાહીને પડકારી અરજી કરી હતી જે કોર્ટે ફગાવી દીધી છે. 4 ઓક્ટોબરે EDએ સંજય સિંહની અટકાયત કરી હતી.

સંજય સિંહને દિલ્હી હાઈકોર્ટે આપ્યો ફટકો 

દિલ્હી લિકર કેસમાં અટકાયત કરાયેલ સંજય સિંહે માંગ કરી હતી કે ધરપકડને ગેરકાયદેસર જાહેર કરવામાં આવે કારણ કે EDએ ધરપકડ માટેના કારણો જાહેર કર્યા નથી, જેના પર દિલ્હી હાઈકોર્ટે આજે પોતાનો ચુકાદો આપ્યો હતો. હાઈકોર્ટના ન્યાયાધીશ જસ્ટિસ સ્વર્ણકાન્તાએ સંજય સિંહની અરજીને ફગાવી દેતા કહ્યું કે, સંજય સિંહની ધરપકડ કાયદાના નિયમો અનુસાર છે. દિલ્હી હાઈકોર્ટે સંજય સિંહનીએ દલીલને પણ ફગાવી દીધી હતી કે, EDએ રાજકીય દ્વેષના કારણે તેમની ધરપકડ કરી હતી. હાઈકોર્ટે કહ્યું કે, અમે અરજદારની આ દલીલ પર કોઈ અભિપ્રાય આપીશું નહીં કારણ કે તે કોર્ટના અધિકારક્ષેત્રનો વિષય નથી.

સંજય સિંહ અને મનીષ સિસોદિયાની ધરપકડ એક જ મામલે કરવામાં આવી 

દિલ્હી હાઈકોર્ટે વધુમાં કહ્યું કે, ED એક મોટી તપાસ એજન્સી છે અને તેમાં રાજકીય ઉદ્દેશ્યો સામેલ કરવાથી દેશની છબી પર અસર થઈ શકે છે. સંજય સિંહની પણ ધરપકડ પણ એ જ મામલે કરવામાં આવી છે જે મામલા પર મનીષ સિસોદિયાની ધરપકડ કરવામાં આવી હતી.


Google NewsGoogle News