આ વિનેશનું નહીં પણ દેશનું અપમાન..', વિવાદ પર દિગ્ગજ સાંસદે કરી ઓલિમ્પિકના બહિષ્કારની અપીલ
Sanjay Singh On Vinesh Phogat disqualified: પેરિસ ઓલિમ્પિકમાં ભારતીય રેસલર વિનેશ ફોગાટને ફાઈનલ મેચ રમવા માટે અયોગ્ય જાહેર કરવામાં આવી છે. 50 કિલો કેટેગરીમાં રમતી વિનેશ ફોગાટનું વજન નક્કી મર્યાદા કરતા ફક્ત 100 ગ્રામ વધુ હોવાથી આ નિર્ણય લેવાયો છે. આ ઘટના પછી ભારતે પણ જોરદાર વિરોધ દર્શાવ્યો છે. હવે વિનેશ ફોગાટને અયોગ્ય જાહેર કરવા પર આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા સંજય સિંહે મોટું નિવેદન આપ્યું છે.
સમગ્ર વિશ્વમાં ઈતિહાસ રચવા જઈ રહી હતી વિનેશ ફોગાટ
સંજય સિંહે કહ્યું કે, આ વિનેશનું નહીં પણ દેશનું અપમાન છે. વિનેશ ફોગાટ સમગ્ર વિશ્વમાં ઈતિહાસ રચવા જઈ રહી હતી પરંતુ 100 ગ્રામ ઓવરવેટ બતાવીને તેને અયોગ્ય જાહેર કરવી એ ઘોર અન્યાય છે. આખો દેશ વિનેશની સાથે ઊભો છે. સંજય સિંહે અપીલ કરી કે, ભારત સરકાર તાત્કાલિક આ મામલે હસ્તક્ષેપ કરે અને જો વાત માનવામાં ન આવે તો ઓલિમ્પિકનો બહિષ્કાર કરો.
ये विनेश का नही देश का अपमान है, @Phogat_Vinesh पूरी दुनिया में इतिहास रचने जा रही थी, उनको 100 ग्राम ओवरवेट दिखाकर अयोग्य घोषित करना घोर अन्याय है। पूरा देश विनेश के साथ खड़ा है, भारत सरकार तुरंत हस्तक्षेप करे, अगर बात ना मानी जाए तो ओलंपिक का बहिष्कार करे।#Phogat_Vinesh…
— Sanjay Singh AAP (@SanjayAzadSln) August 7, 2024
સેમિ ફાઈનલમાં શાનદાર વિજય થયો હતો
વિનેશ ફોગાટે મંગળવારે (07 ઓગસ્ટ) રમાયેલી મેચમાં પ્રથમ રાઉન્ડ સુધી 1-0થી આગળ હતી. પછી છેલ્લી ત્રણ મિનિટમાં ક્યુબાની રેસલર પર ડબલ લેગ એટેક કર્યો અને 4 પોઈન્ટ મેળવ્યા હતા. તેણે આ લીડને અંત સુધી જાળવી રાખી હતી અને ફાઇનલમાં જગ્યા બનાવી હતી. આ ઓલિમ્પિકમાં વિનેશની સફર શાનદાર રહી છે. સેમિફાઇનલ પહેલા, વિનેશે ક્વાર્ટર ફાઇનલમાં યુક્રેનની લિવાચ ઉક્સાનાને 7-5થી હરાવી હતી.
ફાઇનલમાં અમેરિકન રેસલર સાથે ટક્કર થવાની હતી
વિનેશની ફાઇનલમાં અમેરિકાની સારાહ એન હિલ્ડેબ્રાન્ડ સામે ટક્કર થવાની હતી. આ અમેરિકન રેસલરે ટોક્યો ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. આ ઉપરાંત વર્લ્ડ ચેમ્પિયનશિપમાં બે સિલ્વર અને બે બ્રોન્ઝ મેડલ પણ જીત્યા છે.