Get The App

‘કેજરીવાલ, મનીષ, સત્યેન્દ્ર પણ બહાર આવશે’ સંજયને જામીન મળ્યા બાદ પત્ની અનીતાનું નિવેદન

Updated: Apr 2nd, 2024


Google NewsGoogle News
‘કેજરીવાલ, મનીષ, સત્યેન્દ્ર પણ બહાર આવશે’ સંજયને જામીન મળ્યા બાદ પત્ની અનીતાનું નિવેદન 1 - image


Delhi Liquor Policy Scam : સુપ્રીમ કોર્ટે દિલ્હીના કથિત લિકર પોલિસી કૌભાંડ સંબંધીત મની લોન્ડ્રિંગ કેસ (Money Laundering Case)માં આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સંજય સિંહને જામીન આપ્યા છે. તેઓ છ મહિનાથી તિહાડ તેલમાં બંધ હતા. કોર્ટમાં દલીલ દરમિયાન ઈડીએ તેમના જામીનનો પણ વિરોધ કર્યો નથી. સંજય સિંહને જામીન (Sanjay Singh Bail) મળ્યા બાદ પત્ની અનીતા સિંહે (Anita Singh)એ ખુશી વ્યક્ત કરી કહ્યું કે, તેમના ત્રણે ભાઈ અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal), મનીષ સિસોદિયા (Manish Sisodia) અને સત્યેન્દ્ર જૈન (Satyendar Jain) પણ વહેલીતકે બહાર આવી જશે.

‘કેજરીવાલ, મનીષ, સત્યેન્દ્ર પણ બહાર આવશે’

અનીતા સિંહે કહ્યું કે, ‘હું ખૂબ જ ખુશ છું. સત્યની જીત થઈ છે. સંજય સિંહ પર ખોટા આરોપો લગાવાયા હતા. અમારા ત્રણ ભાઈ અરવિંદ, મનીષ અને સત્યેન્દ્ર પણ બહાર આવશે. બજરંગ બલીની કૃપા થઈ છે. સંજય સિંહ તમામનો આભાર વ્યક્ત કરે છે. હજુ આ લડાઈ લાંબી ચાલશે. આજે ખુશીનો દિવસ છે, પરંતુ જ્યાં સુધી અમારા ત્રણેય ભાઈ કેજરીવાલ, મનીષ અને સત્યેન્દ્ર બહાર નહીં આવે, ત્યાં સુધી સંઘર્ષ ચાલુ રાખીશું. ખુશીનો પણ માહોલ છે, પરંતુ અમારા ત્રણ ભાઈ જેલમાં બંધ હોવાથી દુઃખ પણ છે. જ્યાં સુધી તેઓ બહાર નહીં આવે, ત્યાં સુધી હું સંપૂર્ણ ખુશી વ્યક્ત નહીં કરું. ત્યાં સુધી કોઈપણ ઉજવણી નહીં થાય.’

ઈડીએ સંજય સિંહની ગત ઓક્ટોબરમાં ધરપકડ કરી હતી

ઉલ્લેખનીય છે કે, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ સંજય સિંહની ગત 4 ઓક્ટોબરે ધરપકડ કરી હતી. હાઈકોર્ટમાં ઈડીએ આપ સાંસદની જામીન અરજી પર વિરોધ કર્યો હતો. સંજય સિંહે એ આધાર પર જામીન માગ્યા હતા કે તેઓ ત્રણ મહિનાથી વધુ સમય કસ્ટડીમાં છે અને આ ગુનામાં મારી કોઈ ભૂમિકા નથી. હાઈકોર્ટમાં તપાસ એજન્સીએ જામીન અરજીનો વિરોધ કર્યો હતો અને દાવો કર્યો હતો કે સંજય સિંહ 2021-22ની પોલિસી પીરિયડથી સંબંધિત દિલ્હી લિકર પોલિસીથી વસૂલાયેલા ફંડને રાખવા, છૂપાવવા અને ઉપયોગ કરવામાં સામેલ હતા. જોકે, સુપ્રીમ કોર્ટમાં એજન્સીએ તેમના જામીનનો વિરોધ ન કર્યો.

સુપ્રીમ કોર્ટે શું કહ્યું હતું?

સુપ્રીમ કોર્ટ (Supreme Court)માં ત્રણ જજ સંજીવ ખન્ના, ન્યાયમૂર્તિ દીપાંકર દત્તા અને ન્યાયમૂર્તિ પીબી વરાલેની બેન્ચે કેસની સુનાવણી દરમિયાન ઈડીને પૂછ્યું હતું કે, સંજય સિંહને હજુ પણ જેલમાં રાખવાની જરૂર શું છે? કોર્ટને સંજય સિંહના વકીલને જણાવ્યું હતું કે મની લોન્ડ્રિંગની પુષ્ટિ નથી થઈ અને મની ટ્રેલની પણ હજુ ખબર નથી પડી. તેમ છતા સંજય સિંહ 6 મહિનાથી જેલમાં છે. કોર્ટે મની લોન્ડ્રિંગ મામલે પોતાની ધરપકડ અને રિમાન્ડને પડકારનારી સંજય સિંહની અરજી પણ સુનાવણી કરી હતી. સુપ્રીમ કોર્ટ બેન્ચે આપ સાંસદના વકીલની દલીલ પર માન્યું કે સંજય સિંહ પાસેથી કોઈ પૈસા મળી આવ્યા નથી અને તેના પર બે કરોડ રૂપિયાની લાંચ લેવાના આરોપોની તપાસ કરાઈ શકાય છે.


Google NewsGoogle News