ધનતેરસ પર AAP નેતાને મળી મોટી રાહત, એક દિવસ ઘરે જઈ શકશે મનીષ સિસોદિયા, પરંતુ...
એક જ દિવસની મંજૂરી મળતા મનીષ સિસોદિયા જેલમાં જ દિવાળી મનાવશે
સિસોદિયાને 5 દિવસ સુધી મળવાની મંજૂરી નથી આપી
Excise Policy Case: દિલ્હીની રાઉઝ એવેન્યૂ કોર્ટે આમ આદમી પાર્ટી અને દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાને પોતાની બીમાર પત્નીને મળવા માટે મંજૂરી આપી દીધી છે. આ પહેલા પણ આ પ્રકારે દિલ્હી હાઈકોર્ટે તેમને પત્નીને મળવાની મંજૂરી આપી હતી. જોકે, શનિવારે એક જ દિવસની મંજૂરી મળતા મનીષ સિસોદિયા જેલમાં જ દિવાળી મનાવશે.
સિસોદિયાને 5 દિવસ સુધી મળવાની મંજૂરી નથી આપી
રાઉઝ એવન્યુ કોર્ટે મનીષ સિસોદિયાને તેમની બીમાર પત્નીને 5 દિવસ સુધી મળવાની પરવાનગી આપી નથી. દિલ્હી કોર્ટે મનીષ સિસોદિયાને તેમની પત્નીને એક દિવસ માટે પોલીસ કસ્ટડીમાં મળવાની મંજૂરી આપી છે. કોર્ટના આદેશ અનુસાર, મનીષ સિસોદિયા આવતીકાલે એટલે કે શનિવારે સવારે 10 થી સાંજના 4 વાગ્યા સુધી તેમની પત્નીને મળી શકે છે.
સિસોદિયા કોઈ મીડિયા સાથે વાત નહીં કરી શકે
ED વકીલે મનીષ સિસોદિયાની આ અરજી પર જવાબ દાખલ કરવા માટે સમય માંગતા વિરોધ કર્યો હતો. આ મુલાકાત દરમિયાન રાઉઝ એવેન્યૂ કોર્ટે શરત પણ મૂકી દીધી છે. કોર્ટે એ સ્પષ્ટ કર્યું છે કે, આ દરમિયાન મનીષ સિસોદિયા કોઈ મીડિયા સાથે વાત નહીં કરી શકે અને ન કોઈ પ્રકારની કોઈ રાજકીય ભાગીદારી કરી શકે.
1 વર્ષથી જેલમાં બંધ છે મનીષ સિસોદિયા
આમ આદમી પાર્ટી નેતા મનીષ સિસોદિયા અંદાજિત 1 વર્ષથી જેલમાં બંધ છે. તેના પર લિકર પોલિસીમાં કૌભાંડનો આરોપ છે. આ મામલે ED અને CBIએ મનીષ સિસોદિયાની ધરપકડ કરી હતી. બંને એજન્સીઓ પોતાની રીતે લિકર પોલિસી કૌભાંડની તપાસ કરી રહી છે.