વધુ એક દિગ્ગજ નેતાએ રાજકારણ છોડવાની કરી જાહેરાત, AAPને ઝટકો, ભાવુક પોસ્ટ પણ લખી
Delhi Election: દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી આ વખતે હાજર ધારાસભ્યોમાંથી ઘણાંની ટિકિટ કાપવા જઈ રહી છે. આ યાદીમાં અનેક મોટા ચહેરા પણ સામેલ થઈ ગયા છે. વિધાનસભા સ્પીકર રામ નિવાસ ગોયલ બાદ હવે દિલીપ પાંડેએ ચૂંટણી મેદાનથી દૂર થવાની ઘોષણા કરી દીધી છે. તિમારપુરથી ધારાસભ્ય દિલીપ પાંડે દિલ્હી સંવાદ પંચના અધ્યક્ષ રહ્યા છે અને વિધાનસભામાં પાર્ટીના ચીફ વ્હિપ છે.
આ પણ વાંચોઃ ''તમે મજૂરોને ભૂખે મારવા માગો છો'' : સુપ્રીમે દિલ્હી સરકારની ઝાટકણી કાઢી
ભાવુક પોસ્ટ શેર કરી
દિલીપ પાંડેએ 'આપ'ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ સાથે પોતાની તસવીર શેર કરી આ વખતે ચૂંટણી નહીં લડવાની વાત કરી છે. પાંડેએ લખ્યું, 'રાજકારણમાં પહેલાં સંગઠન નિર્માણ અને બાદમાં ચૂંટણી લડવાની જવાબદારી નિભાવ્યા બાદ, હવે સમય છે કે, આમ આદમી પાર્ટીમાં રહીને કંઈક નવું કરવાનું. તિમારપુર વિધાનસભા પરથી જે પણ ચૂંટણી લડશે, મુખ્યમંત્રી તો અરવિંદ કેજરીવાલ જ બનશે અને અમે તમામ દિલ્હીવાસી મળીને આ વાતને સુનિશ્ચિત પણ કરીશું. મારા સંબંધોની પૂંજી મારી સાથે રહેશે, એવો મને વિશ્વાસ છે, AAPમાંથી કોઈ મારો સંપર્ક કરે તો આ જ વિશ્વાસને વધુ મજબૂત કરે તેવી મારી કામના છે.'
આપ નેતાઓનું વધ્યું ટેન્શન?
દિલીપ પાંડે જેવા મોટા નેતાઓની પણ ટિકિટ કપાતાં જોઈ પાર્ટીના ધારાસભ્યોમાં બેચેની વધી રહી છે. પાર્ટી પહેલી યાદીમાં જ ત્રણ હાજર ધારાસભ્યોની ટિકિટ કાપી ચૂકી છે.