AAPના ધારાસભ્ય અમાનતુલ્લાહ ખાનની EDએ કરી હતી ધરપકડ, વક્ફ સંપત્તિ મામલે થશે પૂછપરછ
Amanatullah Khan Arrest : દિલ્હીમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અમાનતુલ્લાહ ખાન ઈડી ઓફિસ પહોંચી ગયા છે. તેમણે દિલ્હી વક્ફ બોર્ડ મની લોન્ડ્રિંગ મામલે પૂછપરછ કરાશે. ઓખલા ધારાસભ્ય પર આરોપ છે કે વક્ફ બોર્ડના ચેરમેન તરીકે તેમણે 32 લોકોને ગેરકાયદે ભરતી કર્યા. તેની સાથે જ તેમણે વક્ફની સંપત્તિઓને ભાડે આપી છે.
સુપ્રીમ કોર્ટના આદેશના બાદ અમાનતુલ્લાહ ઈડી ઓફિસ પહોંચ્યા છે. જોકે, તેમણે સુપ્રીમ કોર્ટમાં આગોતરા જામીન અરજી દાખલ કરી હતી, જેને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી હતી અને ઈડીની સામે રજૂ થવાનો આદેશ આપ્યો હતો.
અમાનતુલ્લાહ પર ધરપકડની લટકતી તલવાર
આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અમાનતુલ્લાહ પર જે મામલે ધરપકડની તલવાર લટકી રહી છે, તે 2018થી 2022 વચ્ચેનો છે. ઈડીનો આરોપ છે કે, દિલ્હી વક્ફ બોર્ડના ચેરમેન રહેતા કર્મચારીઓની ભરતીમાં અનિયમિતતાઓ સામે આવી. આ સિવાય વક્ફ બોર્ડની સંપત્તિઓને ખોટી રીતે પટ્ટા પર આપી દેવાઈ, જેનાથી ધારાસભ્યે વ્યક્તિગત ફાયદો ઉઠાવ્યો. દરોડા દરમિયાન આ મામલે અનેક પૂરાવા પણ મળ્યા હતા.
ઈડીના અનુસાર, આ પૂરાવાથી અમાનતુલ્લાહના મની લોન્ડ્રિંગના ગુનામાં સામેલ થવાના સંકેત મળ્યા છે. જે સમયે આ કાર્યવાહી થઈ હતી ત્યારે અમાનતુલ્લાહ ખાન વક્ફ બોર્ડના અધ્યક્ષ હતા. હાલમાં જ ઈડીએ રાઉઝ એવેન્યૂ કોર્ટમાં આવેદન દાખલ કરતા કહ્યું હતું કે આમ આદમી પાર્ટીના નેતા અમાનતુલ્લાહ ખાન ઈડીના 6 સમન્સ બાદ પણ તપાસ અધિકારીની સામે રજૂ નથી થઈ રહી. જ્યારબાદ નિચલી કોર્ટે તેમણે સમન્સ પણ જાહેર કર્યું હતું. ઈડીએ કોર્ટથી અમાનતુલ્લાહ ખાનની સામે બિન જામીનપાત્ર વોરંટ જાહેર કરવાની પણ માંગ કરી હતી.