Get The App

કેજરીવાલના જામીન ભાજપ-કોંગ્રેસ માટે માથાનો દુખાવો બની શકે, હરિયાણા ચૂંટણીને મળશે બુસ્ટ

Updated: Sep 13th, 2024


Google NewsGoogle News
Kejriwal Gets Bail


Kejriwal Gets Bail Ahead of Haryana Election 2024: આજનો દિવસ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટી માટે મહત્ત્વનો છે. સુપ્રીમ કોર્ટે કેજરીવાલના જામીન મંજૂર કર્યા છે. કેજરીવાલને લગતી બે અરજીઓ પર કોર્ટે પોતાનો ચુકાદો આપ્યો છે. જેલમાંથી બહાર આવતાં જ તેઓ હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીના પ્રચારની કમાન સંભાળશે અને પાર્ટીની રણનીતિને અમલમાં મૂકશે. કેજરીવાલની મુક્તિથી ભાજપ અને કોંગ્રેસનો તણાવ વધી શકે છે.

અનેક વિસ્તારોમાં મજબૂત પકડ

હરિયાણામાં ભાજપ 10 વર્ષથી સત્તામાં છે. કોંગ્રેસ વિપક્ષ છે. અત્યાર સુધી બંને પક્ષો ચૂંટણી પ્રચારમાં તાકાત બતાવી રહ્યા છે. ઈન્ડિયન નેશનલ લોકદળ અને જનનાયક જનતા પાર્ટી પણ મેદાનમાં છે. અરવિંદ કેજરીવાલની પાર્ટી AAPએ પણ તમામ 90 બેઠકો પર પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા છે. ચૂંટણીમાં કોંગ્રેસ અને ભાજપના બળવાખોર નેતાઓ પાસેથી AAPને સૌથી વધુ આશાઓ છે. 2019થી વિપરીત, AAPનું ઘણુ વિસ્તરણ થયુ છે, અનેક વિસ્તારોમાં મજબૂત પકડ જમાવી છે.

કેજરીવાલના જામીન પરફેક્ટ સમયે થયા છેઃ નિષ્ણાતો

કેજરીવાલની પત્ની સુનીતા કેજરીવાલ હરિયાણા વિધાનસભાની ચૂંટણીમાં આગળ દેખાઈ રહ્યા છે અને કેજરીવાલની ગેરહાજરીમાં જોરશોરથી પ્રચાર થઈ રહ્યા છે. તેમણે કેજરીવાલને હરિયાણાના લાલ અને હરિયાણાના સિંહ તરીકે રજૂ કર્યા છે. હરિયાણામાં 12 સપ્ટેમ્બરે નોમિનેશન પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે અને હવે પ્રચારે વેગ પકડ્યો છે. મોટા નેતાઓની રેલીઓના કાર્યક્રમો નક્કી કરવામાં આવ્યા છે. આવી સ્થિતિમાં કેજરીવાલની રિલીઝને સમયની દૃષ્ટિએ પરફેક્ટ માનવામાં આવે છે.

નિષ્ણાતોનું કહેવું છે કે કેજરીવાલના જામીનથી AAPને બુસ્ટર મળશે અને પાર્ટી વધુ મજબૂત બનશે. સંગઠન એક થશે અને તેના સૌથી મોટા ચહેરા દ્વારા તે ભાજપ અને કોંગ્રેસને ઘેરવામાં મદદ કરી શકશે. કેજરીવાલની મુક્તિ કોંગ્રેસ માટે પણ માથાનો દુખાવો બન્યો છે. કારણ કે AAP મોટા પાયે કોંગ્રેસની વોટબેન્કમાં તોડી શકે છે અને નુકસાન પહોંચાડી શકે છે.

AAP હજી પણ હરિયાણામાં પોતાનો પગ જમાવવાનો પ્રયાસ કરી રહી છે અને પાર્ટીના અગ્રણી નેતાને જામીન મળવાથી એક સાયકોલોજિકલ સપોર્ટ મળી શકે છે. આ જામીન પાર્ટીના સમર્થકોનું મનોબળ વધારી શકે છે. આનાથી AAPની ચૂંટણી વ્યૂહરચના વધુ મજબૂત થઈ શકે છે, ખાસ કરીને એવા વિસ્તારોમાં જ્યાં પાર્ટીનો આધાર નબળો છે. AAPને પ્રચાર દરમિયાન સકારાત્મક ઉર્જા મળી શકે છે. જો કે, ચૂંટણીના પરિણામો અન્ય ઘણા પરિબળો પર પણ આધાર રાખે છે.

AAP શહેરી વિસ્તારોમાં ભાજપને નુકસાન પહોંચાડી શકે છે

હરિયાણામાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે પરંપરાગત સ્પર્ધા રહી છે. AAPનો ઉદભવ મતોના વિભાજન તરફ દોરી શકે છે. ખાસ કરીને શહેરી વિસ્તારો અને વિસ્તારોમાં જ્યાં લોકો પરિવર્તન ઈચ્છે છે. આનાથી કોંગ્રેસ અથવા ભાજપને નુકસાન થઈ શકે છે. કોંગ્રેસની સાથે ભાજપ માટે પણ તણાવ રહેશે કે AAP તેમની વોટબેન્કમાં ઘટાડો કરી શકે છે. નિષ્ણાતો કહે છે કે કેજરીવાલની મુક્તિ ભાજપ માટે પણ રાહત કહી શકાય નહીં. કારણ કે, શહેરી વિસ્તારોમાં ભાજપની સારી વોટબેંક છે અને AAP પણ શહેરી વિસ્તારોમાં સ્થાન મેળવી રહી છે.  તેનાથી ભાજપને નુકસાન થઈ શકે છે.

કેજરીવાલના જામીન ભાજપ-કોંગ્રેસ માટે માથાનો દુખાવો બની શકે, હરિયાણા ચૂંટણીને મળશે બુસ્ટ 2 - image


Google NewsGoogle News