વારંવાર નોટિસ છતાં હાજર ન થતાં સ્પીકરે ધારાસભ્ય પદ છીનવ્યું, AAPના પૂર્વમંત્રીને જોરદાર ઝટકો
Raaj Kumar Anand disqualified Delhi Assembly : દિલ્હીના પૂર્વ સમાજ કલ્યાણ મંત્રી રાજકુમાર આનંદને દિલ્હી વિધાનસભાના સભ્યપદેથી અયોગ્ય જાહેર કરી દેવામાં આવ્યા છે. તેની પુષ્ટી શુક્રવારે વિધાનસભા અધ્યક્ષ રામનિવાસ ગોયલે જાતે કરી હતી. આનંદને ફોન કરવા પર કોઈ જવાબ નહોતો મળ્યો.
બસપામાં જોડાવા મંત્રીપદેથી રાજીનામું મૂક્યું હતું
ઉલ્લેખનીય છે કે આનંદે બહુજન સમાજ પાર્ટી (બસપા)માં જોડાવા માટે એપ્રિલમાં આમ આદમી પાર્ટી અને દિલ્હી સરકારમાં મંત્રી પદેથી રાજીનામું આપ્યું હતું. ઉલ્લેખનીય છે કે તેમને આપેલી નોટિસનો જવાબ આપવા માટે 10 તારીખ સુધીની મુદ્દત મળી હતી પણ તેમણે અત્યાર સુધી કોઇ જવાબ આપ્યો નથી.
સ્પીકરે કેમ કરી કાર્યવાહી?
તેમને નોટિસમાં 11 જૂનના રોજ વ્યક્તિગત રીતે હાજર થવા માટે નિર્દેશ અપાયો હતો પણ તે હાજર નહોતા થયા. તેના બાદ તેમને વધુ એક તક અપાઈ હતી. 14 જૂને હાજર થવા માટે કહેવાયું તો પણ તે ન આવ્યા અને આખરે દિલ્હી વિધાનસભાથી તેમનું સભ્યપદ જ સમાપ્ત કરી દેવામાં આવ્યું.