ચંદિગઢમાં ચાલતા મેયર પદ વિવાદમાં છેવટે 'આપ' નો વિજય
સુપ્રિમે ક્રોસ માર્ક બેલેટ પેપરની ગણતરીમાં લેવાની સૂચના આપી
રિટર્નિગ ઓફિસરે ક્રોસ માર્ક લગાવ્યું હોવાનું અદાલતમાં કબૂલ્યું
ચંદિગઢ,૨૦ ફેબુ્રઆરી,૨૦૨૪,મંગળવાર
ચંદિગઢમાં મેયરપદની કાનુની લડાઇમાં આમ આદમી પાર્ટીનો વિજય થયો છે. સર્વોચ્ચ અદાલતે મત ગણતરી ફરી કરવાનો આદેશ આપ્યો હતો. એટલું જ નહી વોટિંગ પછી કરવામાં આવેલા ક્રોસ માર્ક બેલેટ પેપરની ગણતરીમાં લેવાની સૂચના આપતા ચંદિગઢમાં આમ આદમી પાર્ટીનો ઉમેદવાર મેયર બને તે માટેનો માર્ગ મોકળો થયો છે. સુનાવણી દરમિયાન રિટર્નિગ ઓફિસર અનીલ મસીહએ બેલેટ પેપર પર ક્રોસ માર્ક લગાવ્યું હોવાનું અદાલતમાં કબૂલી લીધું હતું.
જો કે આમ આદમી પાર્ટીના મેયર ઉમેદવારે બેલેટ પેપર ફાડવાની કોશિષ કરતા હતા આથી પેપર પર નિશાન કર્યુ હોવાની સ્પષ્ટતા કરી હતી.૩૦ જાન્યુઆરીના રોજ ચંદિગઢ નગર નિગમના મેયર પદ માટે ભાજપના મનોજ સોનકરની જીત થઇ હતી.મનોજ સોનકરે બીજેપીના ૧૪ કોર્પોરેટર અને સાંસદ કિરણ ખેર તથા શિરોમણી અકાલી દળના એક કોર્પોરેટરનો ટેકો મળ્યો હતો. ૧૩ સભ્ય સંખ્યાં સાથે આમઆદમી પાર્ટી સૌથી મોટી પાર્ટી હતી.
આમઆદમી પાર્ટીના ૭ કોર્પોરેટરના મત લાયક ગણવામાં આવ્યા હતા. આપના ઉમેદવારને કોંગ્રેસના ચુંટાયેલા ૭ કોર્પોરેટરોએ પણ ટેકો જાહેર કર્યો હતો. સુપ્રિમકોર્ટના આદેશ પછી ક્રોસ થયેલી ૮ બેલેટની પણ ગણતરી થશે આથી આપ અને કોંગ્રેસના સંયુકત ઉમેદવારના કુલ મત ૨૦ થશે. ચંદિગઢમાં મેયરપદની ચુંટણીને અદાલતમાં પડકારવામાં આવતા કાનુની લડાઇએ સમગ્ર દેશનું ધ્યાન ખેંચ્યું હતું.