Get The App

અરવિંદ કેજરીવાલ આપશે દિલ્હીના CM પદેથી રાજીનામું? AAP અધ્યક્ષે આપ્યું મોટું નિવેદન

અમે લોકો જેલ જવાથી નથી ડરતા. હું એકવાર 15 દિવસ જેલમાં રહીને આવ્યો છું : કેજરીવાલ

રાજીનામું આપવું જોઈએ કે જેલથી સરકાર ચલાવવી જોઈએ, જે જનતા કહેશે તે અમે કરીશું : કેજરીવાલ

Updated: Nov 17th, 2023


Google NewsGoogle News
અરવિંદ કેજરીવાલ આપશે દિલ્હીના CM પદેથી રાજીનામું? AAP અધ્યક્ષે આપ્યું મોટું નિવેદન 1 - image

આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે શુક્રવારે પાર્ટી કાર્યકર્તાઓ સાથે સંવાદ કર્યો. આ દરમિયાન કેજરીવાલે કહ્યું કે, આપણું સંગઠન અને કાર્યકર્તા આમ આદમી પાર્ટીની સૌથી મોટી તાકાત છે. આ સમયે તેમણે વડાપ્રધાન મોદી પર આકરા પ્રહાર કર્યા. તેમણે કેન્દ્ર સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે, મને જેલ મોકલવાનો પ્લાન બનાવાયો છે.

'અમે લોકો જેલ જવાથી નથી ડરતા'

કેજરીવાલે કહ્યું કે, અમે લોકો જેલ જવાથી નથી ડરતા. હું એકવાર 15 દિવસ જેલમાં રહીને આવ્યો છું. અંદર બરાબરની તૈયારી હોય છે, એટલા માટે જેલ જવાથી તમે પણ ન ડરો. જો ભગત સિંહ આટલા દિવસ જેલમાં રહી શકે છે. મનીષ સિસોદિયા 9 મહિના જેલમાં રહી શકે છે. સત્યેન્દ્ર જૈન એક વર્ષ જેલમાં રહી શકે છે, તો અમને જેલ જવાનો ડર નથી.

'અમને સત્તાની લાલચ નથી'

આપ સંયોજકે વધુમાં કહ્યું કે, અમને સત્તાની લાલચ નથી. 49 દિવસ બાદ રાજીનામું આપ્યું હતું. કોઈ પોતાની ચોકીદારની નોકરીથી રાજીનામું નથી આપતું. મારા ખ્યાલથી દુનિયાનો પહેલો મુખ્યમંત્રી છું, જેમણે પોતાની મરજીથી 49 દિવસ બાદ રાજીનામું આપ્યું હોય. રાજીનામું હું પોતાના જૂતાની ટોચ પર લઈને ચાલું છું. મુખ્યમંત્રીની ખુરશીની લાલચ નથી. મારે રાજીનામું આપવું જોઈએ કે જેલથી સરકાર ચલાવવી જોઈએ, આ અંગે અલગ-અલગ લોકો સાથે સૌથી ચર્ચા કરી રહ્યો છું. તમે તમામ ધારાસભ્યો-કોર્પોરેટરો સાથે પણ ચર્ચા કરી હતી. આજે પોતાના કાર્યકર્તા સાથે વાત કરી.

'જનતાની મરજી વગર અમે કંઈ નહીં કરીએ'

મુખ્યમંત્રીએ આપ કાર્યકર્તાઓને કહ્યું કે, હવે તમારા લોકોની જવાબદારી લગાવી રહ્યો છું. દિલ્હીની જનતાએ અમને ખુબ પ્રેમ આપ્યો. દિલ્હીની જનતાની મરજી વગર અમે કંઈ નહીં કરીએ. તમારે લોકોને દિલ્હીમાં ઘરે-ઘરે જવાનું છે અને જનતાને પૂછવાનું છે કે શું કરવું જોઈએ. અમે કાંટા પર ઉભા છીએ. આગામી 10-15 દિવસોમાં આપણે દિલ્હી ખૂંદવાની છે. ઘરે-ઘરે જવાનું છે અને જનતાને પૂછવાનું છે કે, શું રાજીનામું આપવું જોઈએ કે જેલથી સરકાર ચલાવવી જોઈએ, જે જનતા કહેશે તે અમે કરીશું.


Google NewsGoogle News