Get The App

ચૂંટણી પહેલાં જ AAPને જોરદાર ઝટકો, જે નેતાને ઉમેદવાર બનાવ્યાં તે ભાજપમાં જોડાઈ ગયા

Updated: Sep 29th, 2024

GS TEAM


Google News
Google News
pravesh mehta


Haryana Election:  હરિયાણા વિધાનસભા ચૂંટણીના પ્રચારમાં વ્યસ્ત આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. પાર્ટીના ફરીદાબાદના ઉમેદવાર પ્રવેશ મહેતા શનિવારે કેન્દ્રીય મંત્રી અને ફરીદાબાદના સાંસદ કૃષ્ણ પાલ ગુર્જર અને હરિયાણા ભાજપના વરિષ્ઠ નેતા વિપુલ ગોયલની હાજરીમાં ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા.

કોંગ્રેસ સાથે ગઠબંધન ન કર્યા બાદ આમ આદમી પાર્ટીએ હરિયાણાની તમામ સીટો પર પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા છે અને પાર્ટીએ ફરીદાબાદ સીટ પરથી પ્રવેશ મહેતાને ટિકિટ આપી હતી. ફરીદાબાદના ભાજપના ઉમેદવાર વિપુલ ગોયલે કહ્યું કે પ્રવેશ મહેતાના ભાજપમાં જોડાવાથી ફરીદાબાદમાં ભગવા સંગઠન મજબૂત થશે.

કોણ છે પ્રવેશ મહેતા?

પ્રવેશ મહેતા લગભગ બે દાયકા સુધી ભાજપમાં રહ્યા બાદ 2014માં તેમને ટિકિટ ન મળતા તેમણે પાર્ટી છોડી દીધી હતી. આ પછી તેઓ ઈનેલોમાં જોડાયા અને ચૂંટણી પણ લડ્યા પરંતુ જીતી શક્યા નહીં. વ્યવસાયે વેપારી પ્રવેશ મહેતા છેલ્લા ત્રણ વર્ષથી આમ આદમી પાર્ટીમાં હતા.

ચૂંટણી પહેલાં જ AAPને જોરદાર ઝટકો, જે નેતાને ઉમેદવાર બનાવ્યાં તે ભાજપમાં જોડાઈ ગયા 2 - image

Tags :