Get The App

દિલ્હી વિધાનસભા ચૂંટણીઃ AAPના ઉમેદવારોની બીજી યાદી જાહેર, સિસોદિયાની બેઠક પર અવધ ઓઝાને ટિકિટ

Updated: Dec 9th, 2024


Google NewsGoogle News
AAP candidates List

Image: IANS


AAP Candidates Second List: દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે શાસક પક્ષ આપ (આમ આદમી પાર્ટી) દ્વારા ઉમેદવારોની બીજી યાદી જાહેર કરવામાં આવી છે. ફેબ્રુઆરીમાં યોજાનારી આ ચૂંટણીમાં આપએ વધુ 20 ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે. જેમાં મનીષ સિસોદિયાની બેઠક બદલવામાં આવી છે.

અરવિંદ કેજરીવાલના નેતૃ઼ત્વ હેઠળ આપ પુરજોશમાં ચૂંટણીની તૈયારીઓ કરી રહ્યું છે. આ કવાયતના ભાગરૂપે આપે પોતાની બીજી યાદીમાં મનીષ સિસોદિયાને ટિકિટ તો આપી છે, પરંતુ બેઠક બદલી નાખી છે. મનીષ સિસોદિયા હવે પટપડગંજના બદલે જંગપુરા બેઠક પરથી ચૂંટણી લડશે. જ્યારે હાલમાં જ આપમાં સામેલ થયેલા શિક્ષક અવધ ઓઝાને પટપડગંજની ટિકિટ આપવામાં આવી હતી. રાખી બિડલાન માદીપુર બેઠક પરથી ચૂંટણીના મેદાન પર ઉતર્યા છે. 

દિલ્હી વિધાનસભા ચૂંટણીઃ AAPના ઉમેદવારોની બીજી યાદી જાહેર, સિસોદિયાની બેઠક પર અવધ ઓઝાને ટિકિટ 2 - image

દિલ્હી વિધાનસભા ચૂંટણીઃ AAPના ઉમેદવારોની બીજી યાદી જાહેર, સિસોદિયાની બેઠક પર અવધ ઓઝાને ટિકિટ 3 - image

આ પણ વાંચોઃ શિંદેને ફરી ઝટકો આપવાની તૈયારીમાં ભાજપ! CMની ખુરશી તો ગઈ હવે આ 'પાવર' પણ નહીં મળે

બીજી યાદીમાં નવા ચહેરાઓ સામેલ

આપની બીજી યાદીમાં પાર્ટીએ ઘણા નવા ચહેરાઓ ઉતાર્યા છે. આ યાદીમાં સામેલ અનિલ ઝા, બીબી ત્યાગી, વીરસિંહ ધીંગાણ, બ્રહ્મસિંહ તંવર, ઝુબૈર ચૌધરી, અને સોમેશ શૌકીન જેવા નેતાઓ હાલમાં જ આપમાં જોડાયા હતા. કેજરીવાલે આ વખતે ચૂંટણીમાં જૂના નેતાઓને બદલે નવા અને બીજા પક્ષમાંથી આવેલા નેતાઓને ચૂંટણી લડવાની તક આપી છે. નરેલાથી દિનેશ ભારદ્વાજ, તિમારપુરથી સુરેન્દ્ર પાલ સિંહ બિટ્ટુ, આદર્શ નગરથી મુકેશ ગોયલ, પટેલ નગરથી પ્રવેશ રતન, ત્રિલોકપુરીથી અંજના પારચા અને મુસ્તફાબાદથી આદિલ અહમદ ખાન ચૂંટણી લડશે. 

નવેમ્બરમાં પ્રથમ યાદી જાહેર કરી હતી

આપે નવેમ્બરમાં પોતાના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી હતી. જેમાં સામેલ 11માંથી છ ઉમેદવારો અન્ય પક્ષમાંથી આવ્યા હતા. આ યાદીમાં તેણે પોતાના ત્રણ ધારાસભ્યોની ટિકિટ કાપી હતી અને તેના બદલે ત્રણ નવા બીજા પક્ષમાંથી આવેલા ઉમેદવારોને ટિકિટ આપી હતી. જેઓને આપના નેતાઓેએ હરાવ્યા હતા.

દિલ્હી વિધાનસભા ચૂંટણીઃ AAPના ઉમેદવારોની બીજી યાદી જાહેર, સિસોદિયાની બેઠક પર અવધ ઓઝાને ટિકિટ 4 - image


Google NewsGoogle News