‘જો કેજરીવાલને કંઈ થયું તો...’ દિલ્હીના પૂર્વ CM પર હુમલાનો પ્રયાસ કરાતા ભડક્યા AAPના નેતાઓ, ભાજપ પર લગાવ્યો આક્ષેપ
Attack on Arvind Kejriwal : દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર હુમલો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. તેઓ આજે વિકાસપુરીમાં પદયાત્રા કરી રહ્યા હતા, ત્યારે આ હુમલો કરવાનો પ્રયાસ કરાયો છે. આમ આદમી પાર્ટીએ કહ્યું કે, આ હુમલો ભાજપ દ્વારા કરવામાં આવ્યો છે. AAPએ પોલીસ પર પણ આક્ષેર કર્યો છે કે, કેજરીવાલ હુમલો કરવામાં આવ્યો ત્યારે દિલ્હી પોલીસે ભાજપના ગુંડાઓને ન રોક્યા.
કેજરીવાલ પર હુમલો ચિંતાજનક : સિસોદિયા
આપના નેતા મનીષ સિસોદિયાએ કહ્યું કે, કેજરીવાલ પર થયેલો હુમલો ખૂબ જ નિંદનીય અને ચિંતાજનક છે. એ સ્પષ્ટ છે કે, આ હુમલો ભાજપે પોતાના ગુંડાઓ દ્વારા કરાવ્યો છે. જો કેજરીવાલને કંઈ થશે તો તેની સંપૂર્ણ જવાબદારી ભાજપની રહેશે. અમે ડરવાના નથી. આમ આદમી પાર્ટી પોતાના મિશન પર અડગ રહેશે.
अरविंद केजरीवाल जी पर हुआ हमला बेहद निंदनीय और चिंताजनक है। यह साफ है कि भाजपा ने अपने गुंडों से यह हमला कराया है।
— Manish Sisodia (@msisodia) October 25, 2024
अगर अरविंद केजरीवाल जी को कुछ होता है, तो उसकी पूरी ज़िम्मेदारी भाजपा पर होगी। हम डरने वाले नहीं हैं—आम आदमी पार्टी अपने मिशन पर डटी रहेगी। #AttackOnKejriwal
સૌરભ ભારદ્વાજનો ભાજપ પર આક્ષેપ
આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા અને દિલ્હીના મંત્રી સૌરભ ભારદ્વાજે કહ્યું કે, વિકાસપુરી પદયાત્રા દરમિયાન ભાજપ સાથે સંકળાયેલા લોકોએ કેજરીવાલ પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો છે. ઈડી અને સીબીઆઈ અને જેલમાં પણ વાત ન બની તો હવે ભાજપવાળાઓએ અરવિંદ કેજરીવાલ પર હુમલાઓ કરાવી રહ્યા છે. જો કેજરીવાલને કંઈ પણ થશે તો, તેની જવાબદાર ભાજપ હશે.