AAPએ કાર્યાલય બનાવવા માંગી જમીન, દિલ્હી હાઇકોર્ટે કહ્યું- 10 દિવસમાં નિર્ણય લે કેન્દ્ર સરકાર

Updated: Jul 16th, 2024


Google NewsGoogle News
AAPએ કાર્યાલય બનાવવા માંગી જમીન, દિલ્હી હાઇકોર્ટે કહ્યું- 10 દિવસમાં નિર્ણય લે કેન્દ્ર સરકાર 1 - image


Image Source: Twiterr

AAP Office Space Case: આમ આદમી પાર્ટીએ દિલ્હી હાઈકોર્ટમાં એક અરજી દાખલ કરી છે જેમાં રાજધાની દિલ્હીમાં પાર્ટી કાર્યાલય બનાવવા માટે કેન્દ્ર સરકાર પાસેથી જમીન અપાવવાની વિનંતી કરવામાં આવી છે. આજે આમ આદમી પાર્ટીની આ અરજી પર સુનાવણી થઈ હતી. દિલ્હી હાઈકોર્ટે કેન્દ્ર સરકારને કહ્યું કે તેઓ કાર્યાલય બનાવવા માટે આમ આદમી પાર્ટીને જમીન આપવાના અનુરોધ પર 10 દિવસમાં નિર્ણય કરે. હાલમાં AAPનું કાર્યાલય દીન દયાલ ઉપાધ્યાય રોડ પર છે. 

હાઈકોર્ટે કહ્યું કે, આ મામલે આગામી સુનાવણી 25 જુલાઈના રોજ થશે. કેન્દ્ર સરકારે આમ આદમી પાર્ટીના અનુરોધ પર નિર્ણય કરવા માટે 4 અઠવાડિયાનો સમય માગ્યો હતો. દિલ્હી હાઈકોર્ટે 5 જૂનના રોજ થયેલી સુનાવણીમાં કહ્યું હતું કે, આમ આદમી પાર્ટી બીજી પાર્ટીઓની જેમ જ દિલ્હીમાં પાર્ટી કાર્યાલય મેળવવાની હકદાર છે. તે સમયે કેન્દ્ર સરકારને આ મામલે નિર્ણય કરવા માટે 6 અઠવાડિયાનો સમય આપ્યો હતો, જે સમાપ્ત થઈ ગયા બાદ આજે ફરી સુનાવણી થઈ. 

મંત્રીના ઘરને પાર્ટી કાર્યાલય તરીકે ઉપયોગ કરવા માગતી હતી આમ આદમી પાર્ટી

AAPએ કોર્ટને વિનંતી કરી હતી કે તે દીન દયાલ ઉપાધ્યાય માર્ગ પર સ્થિત પોતાના મંત્રી ઈમરાન હુસૈનના ઘરનો અસ્થાયી કાર્યાલય તરીકે ઉપયોગ કરવા માંગે છે. જો કે કોર્ટે પાર્ટીની આ અરજીને ફગાવી દીધી હતી. તેમણે કહ્યું હતું કે પાર્ટી પાસે આમ કરવાનો કોઈ અધિકાર નથી. જસ્ટિસ પ્રસાદે કહ્યું હતું કે, મેં માન્યું છે કે તમે DDU માર્ગ પર આવેલા ઘર પર દાવો કરવાનો અધિકાર નથી ધરાવતા. તમને સામાન્ય પૂલથી એક ઘર આપવું જોઈએ. માત્ર દબાણ અથવા અનુપલબ્ધતાના આધાર પર ઘર આપવાનો ઈનકાર ન કરી શકાય. આમ આદમી પાર્ટીની અરજી પર છ અઠવાડિયાની અંદર વિચારણા થવી જોઈએ.


Google NewsGoogle News