Get The App

'દિલ્હીમાં એકલા જ ચૂંટણી લડીશું, કોંગ્રેસ સાથે ગઠબંધનની સંભાવના નહીં' કેજરીવાલની મોટી જાહેરાત

Updated: Dec 11th, 2024


Google NewsGoogle News
Arvind Kejriwal


Delhi Assembly Elections: દિલ્હીમાં ફેબ્રુઆરીમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટી (AAP)એ મોટી જાહેરાત કરી છે. કેજરીવાલે બુધવારે પોતાના X એકાઉન્ટ પર પોસ્ટ કર્યું કે AAP દિલ્હીમાં એકલા જ ચૂંટણી લડશે, કોંગ્રેસ સાથે ગઠબંધનની કોઈ સંભાવના નથી. 

અગાઉ કોંગ્રેસ અને AAP વચ્ચે ગઠબંધનની અફવા ઉડી હતી

અગાઉ જાણકારી મળી હતી કે કોંગ્રેસ અને AAP વચ્ચે ગઠબંધન માટે સમજૂતી અંતિમ તબક્કામાં છે. કોંગ્રેસને 15 બેઠકો મળી શકે છે અને અન્ય I.N.D.I.A ગઠબંધન સભ્યોને 1 કે 2 બેઠકો મળી શકે છે. બાકીની બેઠકો પર આમ આદમી પાર્ટી પોતે ચૂંટણી લડશે. પરંતુ હવે AAP એ ચિત્ર સ્પષ્ટ કર્યું છે કે આમ આદમી પાર્ટી દિલ્હીમાં એકલા હાથે ચૂંટણી લડશે.

AAPની દિલ્હીમાં એકલા હાથે ચૂંટણી લડવાની જાહેરાત

ગઠબંધનને લઈને મંગળવારે રાત્રે I.N.D.I.A.ના નેતાઓ વચ્ચે બેઠક થઈ હતી. આ પછી જ બુધવારે કેજરીવાલે એકલા હાથે ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે તમામ પક્ષોએ તૈયારીઓ તેજ કરી દીધી છે. આમ આદમી પાર્ટી એ સોમવારે (9 ડિસેમ્બર) ના રોજ તેના 20 ઉમેદવારોની યાદી જાહેર કરી. આ પહેલા AAPએ તેના 11 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી હતી.

આ પણ વાંચો: યુવાઓના અચાનક મૃત્યુ અને કોરોના વેક્સિનેશન વચ્ચે કોઈ સંબંધ નથી, સંસદમાં ICMRનો રિપોર્ટ રજૂ

2015ની ચૂંટણીમાં AAPએ રચ્યો હતો ઈતિહાસ 

દિલ્હીમાં 2015ની વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને 70માંથી 67 બેઠકો મળી હતી, જ્યારે ભાજપને માત્ર ત્રણ બેઠકો મળી હતી. ખાસ વાત એ છે કે કોંગ્રેસને દિલ્હીમાં એક પણ  બેઠક મળી નથી.જ્યારે 2020 માં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં, AAPને 70 માંથી 62 બેઠકો મળી, જ્યારે ભારતીય જનતા પાર્ટીએ 8 બેઠક અને કોંગ્રેસનું તો ખાતું જ ખુલ્યું નહોતુ. હવે જોવું એ રહ્યું કે જો આ વખતે પણ કોંગ્રેસ એકલા હાથે ચૂંટણી લડે છે તો તેને કેટલી બેઠક મળશે.


Google NewsGoogle News