લિકર કૌભાંડ કેસમાં EDએ AAP સાંસદ સંજયસિંહની ધરપકડ કરી, કાર્યકરો રોષે ભરાયા

આપ નેતાની સવારથી ED દ્વારા પૂછપરછ ચાલી રહી હતી

સંજયસિંહના ઘરની બહાર આપના કાર્યકર્તા એકઠા થઈ સરકાર વિરુદ્ધ સુત્રોચ્ચાર કર્યા

Updated: Oct 4th, 2023


Google NewsGoogle News
લિકર કૌભાંડ કેસમાં EDએ AAP સાંસદ સંજયસિંહની ધરપકડ કરી, કાર્યકરો રોષે ભરાયા 1 - image

નવી દિલ્હી, તા.04 ઓક્ટોબર-2023, બુધવાર

દિલ્હી લિકર કૌભાંડ (Delhi Liquor Policy Scam) કેસમાં આમ આદમી પાર્ટી (Aam Aadmi Party) સાંસદ સંજયસિંહ (Sanjay Singh)ની EDએ ધરપકડ કરી છે. આપ (AAP) નેતાની સવારથી ED દ્વારા પૂછપરછ ચાલી રહી હતી. બીજી તરફ સંજયસિંહના ઘરની બહાર આપના કાર્યકર્તા એકઠા થયા છે. કેન્દ્ર સરકાર વિરૂદ્ધ તેઓ નારેબાજી કરી રહ્યા છે.

કૌભાંડમાં સંજય સિંહનું પણ નામ

દરમિયાન દિલ્હી લિકર કૌભાંડ મામલે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ - EDએ મોટી કાર્યવાહી કરી છે. ઈડીએ લાંબી પુછપરછ બાદ સંજય સિંહની ધરપકડ કરી છે. ઈડીએ બુધવારે AAPના રાજ્યસભા સાંસદ સંજય સિંહના ઘરે દરોડા પાડ્યા હતા. ઈડી લિકર કૌભાંડમાં મની લોન્ડ્રિંગની તપાસ કરી રહી છે. ઈડીએ ગત દિવસોમાં આ મામલે ચાર્જશીટ દાખલ કરી હતી, જેમાં સંજય સિંહનું પણ નામ સામેલ છે.

કાર્યકરોનો કેન્દ્ર સરકાર વિરુદ્ધ સુત્રોચ્ચાર

મળતા અહેવાલો મુજબ ઈડીની ટીમે સંજય સિંહની 10 કલાક સુધી પુછપરછ કરી હતી... હાલ સંજય સિંહ તેમના નિવાસ સ્થાને ઉપસ્થિત છે.... પુછપરછ બાદ ઈડીએ સંજય સિંહની ધરપકડ કરી લીધી છે... ત્યારબાદ પૈરામિલિસ્ટ્રી ફોર્સ પણ તૈનાત કરવામાં આવી છે. તો બીજીતરફ સંજય સિંહના ઘરની બહાર આમ આદમી પાર્ટી કાર્યકરો એકઠા થવાનું શરૂ થઈ ગયું છે અને કેન્દ્ર સરકાર વિરુદ્ધ સુત્રોચ્ચાર કરી રહ્યા છે.

સંજય સિંહ આખી રાત લોકરમાં જ રહેશે

એવું કહેવામાં આવી રહ્યું છે કે, સંજય સિંહને હેડક્વાર્ટર લઈ જવાયા બાદ તેઓ આખી રાત લોકરમાં જ રહેશે અને સવારે મેડિકલ તપાસ બાદ કોર્ટમાં લવાશે... જ્યાં સંજય સિંહની કસ્ટડીની માંગ કરવામાં આવશે...

દિનેશ અરોરાએ પાડ્યો સંજય સિંહને ખેલ ?

ઉલ્લેખનિય છે કે, સંજય સિહના ઘરે દરોડા પાડ્યાના એક દિવસ પહેલા જ દિલ્હીની એક કોર્ટે લિકર કૌભાંડમાં મની લોન્ડ્રિંગ કેસમાં YRS સાંસદ શ્રીનિવાસુલુ રેડ્ડીના પુત્ર રાઘલ મગુંડા અને બિઝનેસમેન દિનેશ અરોરાને સરકારી સાશ્રી બનાવવાની મંજુરી આપી હતી. આ કેસમાં આરોપી દિનેશ આરોરાની મુખ્ય ભૂમિકા હોવાનું કહેવાય છે. 

ઈડીએ ચાર્જશીટમાં આ આરોપો સામેલ ?

ઈડીએ ચાર્જશીટમાં એવો આરોપ લગાવ્યો હતો કે, દિનેશ અરોરાએ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સાથે તેમના નિવાસસ્થાન પર મુલાકાત કરી હતી. આ બેઠકમાં સંજય સિંહ પણ ઉપસ્થિત હતા. પૂછપરછ દરમિયાન દિનેશ અરોરાએ કહ્યું હતું કે, સૌથી પહેલા સંજય સિંહને એક કાર્યક્રમમાં મળ્યો હતો. ત્યારબાદ મનીષ સિસોદિયાના સંપર્કમાં આવ્યો. સૂત્રોના જણાવ્યા મુજબ દિલ્હી ચૂંટણી પહેલા આપ નેતા દ્વારા આયોજિત ફંડ એકઠો કરવાનો આ કાર્યક્રમ હતો.


Google NewsGoogle News