દિલ્હી વિધાનસભા ચૂંટણી પહેલા કેજરીવાલને મોટો ઝટકો, દિગ્ગજ નેતાએ AAPમાંથી આપ્યું રાજીનામું
Kailash Gehlot Resignation from AAP : દિલ્હીના રાજકારણમાં ભારે ખળભળાટ મચી ગયો છે. આમ આદમી પાર્ટીની આતિશી સરકારમાં કેબિનેટ મંત્રી કૈલાશ ગેહલોતે મંત્રી પદ અને પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. AAPમાંથી રાજીનામું આપીને તેમણે રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલને પત્ર લખ્યો છે.
આ પણ વાંચો : શરદ પવારના વિચારથી જ ચાલે છે અમારો પક્ષ: ચૂંટણી પહેલા જ આ શું બોલ્યા અજિત પવાર!
તો દિલ્હીની કોઈ વાસ્તવિક પ્રગતિ થઈ શકે નહીં...
કૈલાશ ગેહલોતે તેમના પત્રમાં લખ્યું છે કે, "શીશ મહેલ જેવા કેટલાય શરમજનક અને વિચિત્ર વિવાદો છે, જે હવે દરેકને શંકામાં મૂકે છે કે, શું આપણે હજી પણ સામાન્ય માણસ હોવા પર વિશ્વાસ કરીએ છીએ ? હવે સ્પષ્ટ થઈ ગયું છે કે, જો દિલ્હી સરકાર તેનો મોટાભાગનો સમય કેન્દ્ર સામે લડવામાં વિતાવશે તો દિલ્હી માટે કોઈ વાસ્તવિક પ્રગતિ થઈ શકે નહીં, મારી પાસે AAP થી અલગ થવા સિવાય કોઈ વિકલ્પ નથી રહ્યો અને તેથી હું આમ આદમી પાર્ટીના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપી રહ્યો છું."
दिल्ली सरकार में मंत्री और AAP नेता कैलाश गहलोत ने आम आदमी पार्टी की प्राथमिक सदस्यता से इस्तीफा दे दिया है। उन्होंने पार्टी के राष्ट्रीय संयोजक अरविंद केजरीवाल को पत्र लिखा है।
— ANI_HindiNews (@AHindinews) November 17, 2024
पत्र में लिखा है, "शीशमहल जैसे कई शर्मनाक और अजीबोगरीब विवाद हैं, जो अब सभी को संदेह में डाल रहे हैं… pic.twitter.com/LStqj2zCOn
યમુનાની સફાઈને લઈને નારાજ હતા કૈલાશ ગેહલોત
દિલ્હીના પરિવહન મંત્રી કૈલાશ ગેહલોતે મંત્રી પદ તેમજ આમ આદમી પાર્ટીના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપી દીધું છે. કૈલાશ ગેહલોતે આમ આદમી પાર્ટી પર આરોપ લગાવતા કહ્યું કે, જે ઈમાનદાર રાજનીતિના કારણે તેઓ પાર્ટીમાં જોડાયા હતા, એવું હવે નથી થઈ રહ્યું. અરવિંદ કેજરીવાલના સરકારી આવાસને 'શીશમહેલ' ગણાવતા તેમણે અનેક આક્ષેપો કર્યા હતા. આ ઉપરાંત તેમણે યમુનામાં વધી રહેલા પ્રદૂષણને લઈને દિલ્હી સરકાર પર પણ આરોપ લગાવ્યો હતો.
કૈલાશ ગેહલોતે રાજીનામામાં શું લખ્યું?
દિલ્હી સરકારમાં પરિવહન મંત્રી રહી ચૂકેલા કૈલાશ ગેહલોતે પત્રમાં લખ્યું છે કે, “અરવિંદ કેજરીવાલ જી, સૌ પ્રથમ હું ધારાસભ્ય તરીકે દિલ્હીની જનતાની સેવા અને પ્રતિનિધિત્વ કરવાનું સન્માન આપવા બદલ તમારો હૃદયપૂર્વક આભાર માનું છું. જો કે, હું એ પણ કહેવા માંગુ છું કે, આજે આમ આદમી પાર્ટી ગંભીર પડકારોનો સામનો કરી રહી છે, જેની રાજકીય મહત્વાકાંક્ષાએ લોકો પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતાને વટાવી દીધી છે, જેના કારણે કેટલાક વચનો અધુરા રહી જાય છે."