દિલ્હી ચૂંટણીઃ AAP એ 11 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી, ત્રણ ધારાસભ્યોની ટિકિટ કપાઈ
Delhi Assembly Election: દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે આમ આદમી પાર્ટી (AAP-આપ) એ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. પક્ષે પ્રથમ યાદીમાં 11 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. જેમાંથી 6 ઉમેદવારો ભાજપ-કોંગ્રેસમાંથી પક્ષ પલટો કરીને આવેલા છે. ભાજપમાંથી ધારાસભ્ય રહી ચૂકેલા બે નેતાઓને આપ દ્વારા ટિકિટ આપવામાં આવી છે.
ત્રણ ધારાસભ્યોની ટિકિટ કપાઈ
દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં આપ દ્વારા જાહેર કરવામાં આવેલા 11 ઉમેદવારોની પ્રથમ યાદીમાં ત્રણ ધારાસભ્યોની ટિકિટ કપાઈ છે. જેમાં કિરાડીમાંથી ઋતુરાજ જ્હાં, સીલમપુરમાંથી અબ્દુલ રહમાન, અને મટિયાલામાંથી ગુલાબસિંહ છે. પક્ષે આ ત્રણેય નેતાઓને ટિકિટ આપવાના બદલે ભાજપ અને કોંગ્રેસમાંથી આવેલા એવા નેતાઓને ટિકિટ આપવાનું પસંદ કર્યું છે કે, જેઓ 2020માં ચૂંટણી હારી ગયા હતા. 2020માં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં આપએ કુલ 70માંથી 62 બેઠકો પર જીત હાંસલ કરી હતી.
આ પણ વાંચોઃ રાહુલ ગાંધીએ 2000 કરોડના કૌભાંડના આરોપમાં અદાણીની તાત્કાલિક ધરપકડ કરવાની માગ કરી
આપ દ્વારા ફાળવવામાં આવેલા 11 ટિકિટ