એરપોર્ટ ઑથૉરિટીમાં 496 જૂનિયર એક્ઝિક્યુટિવ પદો પર ભરતી, જાણો કોણ કરી શકે છે અરજી

એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા માં જુનિયર એક્ઝિક્યુટિવ માટે 496 પદો પર ભરતી માટેની જાહેરાત કરવામાં આવી છે

જુનિયર એક્ઝિક્યુટિવની આ જગ્યા પર 18 થી 27 વર્ષ સુધીના ઉમેદવારો અરજી કરી શકે છે

Updated: Oct 16th, 2023


Google NewsGoogle News
એરપોર્ટ ઑથૉરિટીમાં 496 જૂનિયર એક્ઝિક્યુટિવ પદો પર ભરતી, જાણો કોણ કરી શકે છે અરજી 1 - image

તા. 15 ઓક્ટોબર 2023, સોમવાર 

AAI Recruitment 2023: એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (AAI)માં જુનિયર એક્ઝિક્યુટિવ (ACT)માટે 496 પદો પર ભરતી માટેની જાહેરાત કરવામાં આવી છે. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાની આ ભરતીમાં અરજી કરવા ઈચ્છતા ઉમેદવારોએ AAIની ઓફિશિયલ વેબસાઈટ પર જઈને ભરતી માટેનું નોટીફિકેશન ડાઉનલોડ કરી શકે છે. AAIની ભરતી માટે અરજી કરવા અધિકૃત વેબસાઈટ https://www.aai.aero પર જઈ શકે છે. ઉમેદવારોને સલાહ આપવામાં આવે છે કે અરજી કરતા પહેલા લાયકાત, પસંદગીની પ્રક્રિયા તેમજ અન્ય જાણકારી માટે ભરતી નોટીફિકેશન જરુર જોઈ લેવું જરુરી છે.

AAI Recruitment 2023ની મુખ્ય તારીખ 

ઓનલાઈન અરજી શરુ થવાની તારીખ 1-11-2023

ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ  30-11-2023

જુનિયર એક્ઝિક્યુટિવની આ જગ્યા પર માસિક 40000 થી 140000 રુપિયા પગાર આપવામાં આવશે.  

અરજી ફી

ઓબીસી તેમજ સામાન્ય વર્ગના ઉમેદવારો માટે 1000 રુપિયા રાખવામાં આવી છે, જ્યારે એસસી, એસટી તેમજ દિવ્યાંગ અને મહિલા ઉમેદવારો માટે કોઈ ફી રાખવામાં આવી નથી. 

અરજી કરવા માટે મિનિમમ લાયકાત:

બીટેક અથવા બીઈ અથવા એન્જિનિયરિંગમાં બીએસસી ડિગ્રી હોવી જરુરી છે. અથવા સમકક્ષ લાયકાત ધરાવનાર ઉમેદવારો અરજી કરી શકે છે.

અરજી કરવા માટે વય મર્યાદા : 18 થી 27 વર્ષ સુધીના ઉમેદવારો અરજી કરી શકે છે. ઉંમરની ગણતરી 30 નવેમ્બર 2023ના રોજ કરવામાં આવશે.

AAI ભરતીના નોટીફિકેશન માટે અહીં ક્લિક કરો 

એરપોર્ટ ઑથૉરિટીમાં 496 જૂનિયર એક્ઝિક્યુટિવ પદો પર ભરતી, જાણો કોણ કરી શકે છે અરજી 2 - image



Google NewsGoogle News