આ ટ્રીકથી જાણી શકાશે તમારુ પાન કાર્ડ ફેક તો નથી ને?
નવી દિલ્હી,તા. 28 માર્ચ 2023, મંગળવાર
આજકાલ પાન કાર્ડ અને આધાર સાથે લિંક કરવું જરૂરી છે. જો આ પાન -આધારને લિંક કરવામાં નહી આવે તો તો ક્યાંય પણ પાન કાર્ડનો ઉપયોગ થશે નહીં જો કે, કેન્દ્ર સરકારે પાન કાર્ડ અને આધાર કાર્ડને લિંક કરવાની સમયમર્યાદા લંબાવી છે. નવી મળતી માહિતી મુજબ, PAN-આધાર લિંક કરવાની અંતિમ તારીખ 30 જૂન, 2023 સુધી લંબાવવામાં આવી છે. એટલે હવે તમારે ઉતાવળ કરવાની જરુર નથી પરંતુ સમયસર આધાર પાન લિંક કરવાની જરુર છે. હા પણ આ પરિસ્થિતિમાં તમારુ પાન કાર્ડ ફેક તો નથી ને તે જાણવુ જરુરી છે.
જો પાન કાર્ડ નકલી નીકળશે તો તમામ કામ અટકી જશે
જો પાન કાર્ડ નકલી હશે, તો તમારા તમામ નાણાકીય વ્યવહારો બંધ થઈ જશે. બેંક ખાતું ખોલાવવું, મિલકત ખરીદવી અથવા વેચવી, વાહન ખરીદવું અથવા વેચવું, ITR ફાઇલ કરવું અને 2 લાખ રૂપિયાથી વધુની જ્વેલરી ખરીદવા જેવા ઘણા કાર્યો અટવાઇ જશે.
માત્ર 1 મિનિટમાં જાણો પાન કાર્ડ નકલી છે કે નહીં-
- સૌથી પહેલા તમારે આવકવેરા વિભાગના ઈ-ફાઈલિંગ (પાન કાર્ડ ઈ-ફાઈલિંગ) પોર્ટલ પર જવું પડશે.
- અહીં તમારે 'Verify your PAN વિગતો'ની લિંક પર ક્લિક કરવાનું રહેશે.
- આ પછી, યુઝર્સે પાન કાર્ડની વિગતો ભરવાની રહેશે.
- તમને પાન નંબર, પાન કાર્ડ ધારકનું પૂરું નામ, જન્મ તારીખ વગેરે વિશે માહિતી આપવામાં આવશે.
- સાચી માહિતી ભર્યા પછી, પોર્ટલ પર એક મેસેજ આવશે કે, તમે ભરેલી માહિતી તમારા પાન કાર્ડ સાથે મેળ ખાય છે કે નહીં.
- - આ રીતે તમે સરળતાથી પાન કાર્ડની સત્યતા જાણી શકશો.
આ રીતે બનાવો પાન કાર્ડ
ઈન્કમ ટેક્સની વેબસાઈટ પર જઇને પાન કાર્ડ બનાવી શકો છો. આ સેવા એવા લોકો માટે છે, જેમણે હજુ સુધી PAN કાર્ડ નથી બનાવ્યું. E PAN માટે, તમારે તમારો આધાર કાર્ડ નંબર આપવો પડશે, જેમાંથી OTP જનરેટ થશે અને તમને થોડીવારમાં E PAN જારી કરવામાં આવશે. રેવન્યુ સેક્રેટરી અજય ભૂષણ પાંડેના જણાવ્યા અનુસાર, લોકોને પાન કાર્ડ મેળવવામાં ઘણી સગવડ મળી રહી છે.