Get The App

Aadhaar Update: આધાર કાર્ડને ફ્રીમાં અપડેટ કરવાની ડેડલાઈન વધારી, જાણો આખી પ્રોસેસ

જો તમે છેલ્લા 10 વર્ષથી આધારકાર્ડ અપડેટ કર્યું નથી તો હવે તમે ઓનલાઈન કે ઓફલાઈન તમારું આધાર અપડેટ કરાવી શકો છો

Updated: Mar 12th, 2024


Google NewsGoogle News
Aadhaar Update: આધાર કાર્ડને ફ્રીમાં અપડેટ કરવાની ડેડલાઈન વધારી, જાણો આખી પ્રોસેસ 1 - image


Aadhaar Card Update: કેન્દ્ર સરકારે ફ્રીમાં આધારકાર્ડ અપડેટ કરવાની ડેડલાઈન વધારી દીધી છે. પહેલા અપડેટ કરવાની છેલ્લી તરીક 14 માર્ચ હતી. પરંતુ હાલ સરકારે તે વધારીને 14 જૂન કરી છે. આ બાબતની જાણકારી યુઆઈડીએઆઈ એ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા તેની જાણકારી આપી છે. આ સેવા મફતમાં myAadhaar portal પર મળી રહે છે. 

કયા લોકોને મળશે મફત સેવા?

જેમનું આધારકાર્ડ10 વર્ષ પહેલા બનાવવામાં આવ્યું હોય તેમજ જો તમે તમારું આધાર કાર્ડ બનાવ્યા પછી અપડેટ કર્યું નથી, તો તમે તેને મફતમાં અપડેટ કરાવી શકો છો. આ માટે તમારે UIDAIની ઓફિશિયલ વેબસાઈટ પર જઈને લોગઈન કરવું પડશે. આ મફતમાં આધાર અપડેટ કરવાની અંતિમ તારીખ 14 માર્ચ નક્કી કરવામાં આવી હતી જે વધારીને હવે 14 જૂન કરી દેવામાં આવી છે. ત્યારબાદ આધાર અપડેટ કરાવવા માટે 25 રૂપિયા આપવા પડશે. 

અન્ય લોકોમાં માટે આધાર અપડેટ માટે લાગશે આ ચાર્જ 

સામાન્ય રીતે લોકો આધાર કાર્ડમાં પોતાનું એડ્રેસ અપડેટ કરે છે, જ્યારે કેટલાક લોકો પોતાનું નામ પણ અપડેટ કરે છે. આ માટે UIDAI દ્વારા અમુક ચાર્જ પણ લેવામાં આવે છે, જે લગભગ 50 રૂપિયા છે. તમે આધારને ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે અપડેટ કરી શકો છો. 

અપડેટ કરાવવું શા માટે જરૂરી છે?

અમુક લોકો ડોકયુમેન્ટ બનાવ્યા બાદ તેને ક્યારેય અપડેટ નથી કરતા. પરતું જ્યારે એ ડોકયુમેન્ટની જરૂર પડે છે ત્યારે તાત્કાલિક અપડેટ કરાવવા માટે દોડવું પડતું હોય છે. એવામાં આ સમસ્યાનો સામનો ન કરવો પડે તે માટે દરેક ડોકયુમેન્ટ સમયસર અપડેટ કરાવતા રહેવા જોઈએ. 

તમારું આધાર આ રીતે અપડેટ કરો

તમારું આધાર અપડેટ કરવા માટે તમારે સૌથી પહેલા https://myaadhaar.uidai.gov.in/ પર લોગિન કરવું પડશે. આધાર નંબર અને તેની સાથે જોડાયેલા ફોન નંબર પર OTPની મદદથી તમારું લોગ ઈન થઈ જશો. ત્યારબાદ તમારે આ સ્ટેપ્સ ફોલો કરવા પડશે.

આ પછી તમે તમારી ઓળખ, સરનામું અને અન્ય વિગતો ચકાસી શકો છો. જો તમારા આધાર ખાતામાં આ વિગતો સાચી હોય, તો તમારે ફક્ત I verify that the above details are correct પર ક્લિક કરીને તેને સબમિટ કરી દો.

જો તમારી વિગતો સાચી નથી, તો તમારે તેનાથી જોડાયેલા દસ્તાવેજ ડ્રોપ ડાઉન મેનૂમાંથી સિલેક્ટ રીને તેને અપલોડ કરવાના રહેશે. આ પછી તમારું આધાર અપડેટ થઈ જશે.

Aadhaar Update: આધાર કાર્ડને ફ્રીમાં અપડેટ કરવાની ડેડલાઈન વધારી, જાણો આખી પ્રોસેસ 2 - image


Google NewsGoogle News