Get The App

હવે 10 દિવસ જ બાકી, જલદી અપડેટ કરી લો આધાર કાર્ડ, નહીં તો થશે નુકસાન, જાણો આખી પ્રોસેસ

UIDAI એ 14 માર્ચે મફતમાં આધાર અપડેટ કરવાની અંતિમ તારીખ નક્કી કરી છે

જો તમે છેલ્લા ઘણાં સમયથી આધાર અપડેટ કર્યું નથી, તો તમે આ સુવિધાનો લાભ લઈ શકો છો

Updated: Mar 5th, 2024


Google NewsGoogle News
હવે 10 દિવસ જ બાકી, જલદી અપડેટ કરી લો આધાર કાર્ડ, નહીં તો થશે નુકસાન, જાણો આખી પ્રોસેસ 1 - image


Aadhaar Card Update: બાળકોથી લઈને મોટા એમ દરેકના આધારકાર્ડ બનાવવામાં આવે છે, કારણ કે હાલ દરેક જગ્યાએ આધારકાર્ડ જરૂરી બની ગયું છે. કોઈ સરકારી યોજનાની લાભ લેવાનો હોય કે બેંકમાં ખાતું ખોલાવવાનું હોય, બધી જ જગ્યાએ આધારકાર્ડની જરૂર રહે છે. આથી હંમેશા આધારકાર્ડ અપડેટ રાખવું જરૂરી બની જાય છે. જેના માટે તમે ઓનલાઈન અરજી પણ કરી શકો છો, પરંતુ તેના માટે તમારે કેટલાક પૈસા ચૂકવવા પડતા હોય છે. પરંતુ હવે  UIDAI દ્વારા એક વિન્ડો ખોલવામાં આવી છે, જેમાં તમે તમારા આધારને ફ્રીમાં અપડેટ કરી શકો છો.

કયા લોકોને મળશે મફત સેવા?

જેમનું આધાર 10 વર્ષ પહેલા બનાવવામાં આવ્યું હતું. જો તમે તમારું આધાર કાર્ડ બનાવ્યા પછી અપડેટ કર્યું નથી, તો તમે તેને મફતમાં અપડેટ કરાવી શકો છો. આ માટે તમારે UIDAIની ઓફિશિયલ વેબસાઈટ પર જઈને લોગઈન કરવું પડશે. આ મફતમાં આધાર અપડેટ કરવાની અંતિમ તારીખ 14 માર્ચ નક્કી કરવામાં આવી છે. આમ, હવે ફ્રીમાં આધાર કાર્ડ અપડેટ કરાવવા માટે થોડા દિવસો જ બાકી રહ્યા છે. ત્યારબાદ આધાર અપડેટ કરાવવા માટે 25 રૂપિયા આપવા પડશે. 

અન્ય લોકોમાં માટે આધાર અપડેટ માટે લાગશે આ ચાર્જ 

સામાન્ય રીતે લોકો આધાર કાર્ડમાં પોતાનું એડ્રેસ અપડેટ કરે છે, જ્યારે કેટલાક લોકો પોતાનું નામ પણ અપડેટ કરે છે. આ માટે UIDAI દ્વારા અમુક ચાર્જ પણ લેવામાં આવે છે, જે લગભગ 50 રૂપિયા છે. તમે આધારને ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે અપડેટ કરી શકો છો. 

અપડેટ કરાવવું શા માટે જરૂરી છે?

અમુક લોકો ડોકયુમેન્ટ બનાવ્યા બાદ તેને ક્યારેય અપડેટ નથી કરતા. પરતું જ્યારે એ ડોકયુમેન્ટની જરૂર પડે છે ત્યારે તાત્કાલિક અપડેટ કરાવવા માટે દોડવું પડતું હોય છે. એવામાં આ સમસ્યાનો સામનો ન કરવો પડે તે માટે દરેક ડોકયુમેન્ટ સમયસર અપડેટ કરાવતા રહેવા જોઈએ. 

તમારું આધાર આ રીતે અપડેટ કરો

તમારું આધાર અપડેટ કરવા માટે તમારે સૌથી પહેલા https://myaadhaar.uidai.gov.in/ પર લોગિન કરવું પડશે. આધાર નંબર અને તેની સાથે જોડાયેલા ફોન નંબર પર OTPની મદદથી તમારું લોગ ઈન થઈ જશો. ત્યારબાદ તમારે આ સ્ટેપ્સ ફોલો કરવા પડશે.

આ પછી તમે તમારી ઓળખ, સરનામું અને અન્ય વિગતો ચકાસી શકો છો. જો તમારા આધાર ખાતામાં આ વિગતો સાચી હોય, તો તમારે ફક્ત I verify that the above details are correct પર ક્લિક કરીને તેને સબમિટ કરી દો.

જો તમારી વિગતો સાચી નથી, તો તમારે તેનાથી જોડાયેલા દસ્તાવેજ ડ્રોપ ડાઉન મેનૂમાંથી સિલેક્ટ રીને તેને અપલોડ કરવાના રહેશે. આ પછી તમારું આધાર અપડેટ થઈ જશે.

હવે 10 દિવસ જ બાકી, જલદી અપડેટ કરી લો આધાર કાર્ડ, નહીં તો થશે નુકસાન, જાણો આખી પ્રોસેસ 2 - image


Google NewsGoogle News