Get The App

આધાર કાર્ડ નહીં હોય તો પણ કરી શકશો મતદાન, લોકસભા પહેલા ચૂંટણી પંચની સ્પષ્ટતા

Updated: Feb 26th, 2024


Google NewsGoogle News
આધાર કાર્ડ નહીં હોય તો પણ કરી શકશો મતદાન, લોકસભા પહેલા ચૂંટણી પંચની સ્પષ્ટતા 1 - image


Election Commission : આધાર કાર્ડ ન હોવા પર મતદાતાને મત આપવાથી રોકવામાં નહીં આવે. ચૂંટણી પંચે તૃણમૂલ કોંગ્રેસના એક પ્રતિનિધિમંડળે સોમવારે આશ્વાસન આપ્યું કે, આધાર કાર્ડ ન હોવા પર મતદાતાઓને મતદાન કરવાથી રોકવામાં નહીં આવે. તેમાં કહેવાયું છે કે, મતદાતા પોતાનું મતદાન ઓળખ કાર્ડ અથવા કોઈ અન્ય ઓળખ પત્ર બતાવીને પોતાનો મત આપી શકશે. લોકસભા ચૂંટણી પહેલા પશ્ચિમ બંગાળમાં અનેક આધાર કાર્ડ નિષ્ક્રિય થઈ ગયા છે. જેના પર તૃણમૂલ કોંગ્રેસના નેતાઓ ચિંતા વ્યક્ત કરી હતી, જ્યારબાદ ચૂંટણી પંચે આ આશ્વાસન આપ્યું.

આ નેતાઓએ ઉઠાવ્યો હતો મુદ્દો

રાજ્યસભા નેતા સુખેન્દુ શેખર રે, ડોલા સેન અને સાકેત ગોખલે અને લોકસભા સાંસદ પ્રતિમા મંડલ અને સજદા અહમદ સહિત એક ટીએમસી પ્રતિનિધિમંડળે મુખ્ય ચૂંટણી અધિકારી સાથે મુલાકાત કરી અને કથિત આધાર નિષ્ક્રિયતાનો મુદ્દો ઉઠાવ્યો.

બેઠક બાદ પત્રકારોને માહિતી આપતા સુખેન્દુએ કહ્યું કે, તેમણે પશ્ચિમ બંગાળમાં કાયદાની યોગ્ય પ્રક્રિયાનું પાલન કર્યા વગર હજારો લોકોના આધાર કાર્ડને ઈનએક્ટિવ કરી દેવા અંગે ચિંતા ઉઠાવી. તેમણે કહ્યું કે, ચૂંટણી પંચે આશ્વાસન આપ્યું છે કે જો કોઈ વ્યક્તિની પાસે આધાર કાર્ડ નથી, તો પણ તેમને અન્ય માન્ય દસ્તાવેજોની સાથે મતદાન કરવાની મંજૂરી અપાશે.

જિલ્લા ગુપ્ત સમિતિઓના નિર્માણનો મુદ્દો ઉઠાવ્યો

ટીએમસીએ ખર્ચની દેખરેખ માટે જિલ્લા ગુપ્ત સમિતિઓના નિર્માણનો મુદ્દો પણ ઉઠાવ્યો. ઈસીઆઈએ નાણાકીય રીતે સંવેદનશીલ વિસ્તારો માટે જિલ્લા ગુપ્ત સમિતિઓ બનાવવાનો નિર્ણય લીધો છે. આ સમિતિઓમાં રાજ્ય અને કેન્દ્રીય બંને એજન્સીઓના સભ્યો હશે, જેમાં પોલીસ, આઈટી, ઉત્પાદ ચાર્જ, જીએસટી અને ઈડી અધિકારી સામેલ હશે. આ પહેલી વખત છે કે આવી સમિતિ બનાવાઈ છે. સુખેન્દુએ કહ્યું કે, આશ્વાસન અપાયું છે કે આ અભ્યાસ આખા દેશમાં કરાઈ રહ્યો છે અને રાજ્ય એજન્સીઓ પણ સમિતિનો ભાગ બનશે.


Google NewsGoogle News