Get The App

ઉંમર માટેનું પાક્કું સર્ટિફિકેટ નથી આધાર કાર્ડ, સુપ્રીમ કોર્ટે આપ્યો ચુકાદો

Updated: Oct 25th, 2024


Google NewsGoogle News
ઉંમર માટેનું પાક્કું સર્ટિફિકેટ નથી આધાર કાર્ડ, સુપ્રીમ કોર્ટે આપ્યો ચુકાદો 1 - image


Image: Facebook

Aadhaar Card: આજના સમયે આધાર કાર્ડ આપણી દરેક નાની-મોટી જરૂરિયાતો સાથે જોડાયેલું છે. સિમ કાર્ડ ખરીદવાથી લઈને બૅન્કમાં એકાઉન્ટ ખોલાવતી વખતે પણ આધાર કાર્ડને મહત્ત્વના ડોક્યુમેન્ટની જેમ માનવામાં આવે છે પરંતુ સુપ્રીમ કોર્ટે પોતાના એક ચુકાદામાં સ્પષ્ટ કરી દીધું છે કે આધારનો માત્ર એક ઓળખ પત્ર તરીકે ઉપયોગ કરી શકાય છે અને આ તમારી ઉંમરને નક્કી કરવાનું સર્ટિફિકેટ નથી. 

આધાર કાર્ડ અહીં કામ આવશે નહીં

સુપ્રીમ કોર્ટે પંજાબ અને હરિયાણા હાઇકોર્ટના તે ઓર્ડરને કેન્સલ કરી દીધો જેમાં વળતર આપવા માટે માર્ગ દુર્ઘટનામાં જીવ ગુમાવનાર વ્યક્તિની ઉંમર નક્કી કરવા માટે આધાર કાર્ડનો સ્વીકાર કરવામાં આવ્યો હતો.

જસ્ટિસ સંજય કરોલ અને જસ્ટિસ ઉજ્જલ ભુઈયાંની બેન્ચે કહ્યું કે, મૃતકની ઉંમર કિશોર ન્યાય (બાળકોની સારસંભાળ અને સુરક્ષા) અધિનિયમ, 2015ની કલમ 94 હેઠળ સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટમાં મેન્શન કરવામાં આવેલી ડેટ ઑફ બર્થ સાથે ગણતરી કરવી જોઈએ. 

UIDAI એ પણ ઉંમર માટેનું પાક્કું સર્ટિફિકેટ માન્યું નહીં

બેન્ચે ઉલ્લેખ કર્યો, 'અમે જાણ્યું છે કે યુનિક આઇડેન્ટિફિકેશન ઑથોરિટી ઑફ ઇન્ડિયા(UIDAI) એ પોતાના પરિપત્ર નંબર 8/2023ના માધ્યમથી, ઈલેક્ટ્રોનિક્સ અને માહિતી ટૅક્નોલૉજી મંત્રાલય દ્વારા 20 ડિસેમ્બર 2018એ જારી કાર્યાલય જાહેરાતના સંદર્ભમાં કહ્યું છે કે આધાર કાર્ડનો ઉપયોગ ઓળખ સ્થાપિત કરવા માટે કરવામાં આવી શકે છે, પરંતુ આ ઉંમર માટેનું પાક્કું સર્ટિફિકેટ નથી.'

શું છે સમગ્ર મામલો?

સુપ્રીમ કોર્ટે દાવેદાર-અપીલકર્તાઓના તર્કનો સ્વીકાર કરી લીધો અને મોટર એક્સિડન્ટ ક્લેઇમ ટ્રિબ્યુનલ(MACT)ના નિર્ણયને અકબંધ રાખ્યો, જેને મૃતકની ઉંમરની ગણતરી તેના સ્કૂલ લીવિંગ સર્ટિફિકેટના આધારે કરી હતી. 2015માં અકસ્માતમાં મૃત્યુ પામેલા એક વ્યક્તિના પરિવારજનો દ્વારા દાખલ અપીલ પર સુપ્રીમ કોર્ટ સુનાવણી કરી રહી હતી. MACT, રોહતકે 19.35 લાખ રૂપિયાના વળતરનો આદેશ આપ્યો હતો. જેને હાઇકોર્ટે એ જોયા બાદ ઘટાડીને 9.22 લાખ રૂપિયા કરી દીધો કેમકે એમએસીટીએ વળતર નક્કી કરતી વખતે ઉંમરની ગણતરીને ખોટી રીતે લાગુ કરી હતી. હાઇકોર્ટે મૃતકના આધાર કાર્ડ પર વિશ્વાસ કરતી વખતે તેની ઉંમર 47 વર્ષ આંકી હતી. પરિવારે દલીલ કરી કે હાઇકોર્ટે આધાર કાર્ડના આધાર પર મૃતકની ઉંમર નક્કી કરવામાં ભૂલ કરી છે કેમ કે જો તેના લીવિંગ સર્ટિફિકેટ અનુસાર તેની ઉંમરની ગણતરી કરવામાં આવે તો મૃત્યુના સમયે તેની ઉંમર 45 વર્ષ હતી. 


Google NewsGoogle News