સંસદની સુરક્ષામાં ફરી ચૂક, દીવાલ કૂદી પરિસરમાં ઘૂસ્યો અલીગઢનો યુવક, CISFએ પકડી પાડ્યો

Updated: Aug 17th, 2024


Google NewsGoogle News
સંસદની સુરક્ષામાં ફરી ચૂક, દીવાલ કૂદી પરિસરમાં ઘૂસ્યો અલીગઢનો યુવક, CISFએ પકડી પાડ્યો 1 - image


Image: Wikipedia

Parliament: દિલ્હીમાં એક વાર ફરીથી સંસદ ભવનની સુરક્ષામાં ચૂકનો મામલો સામે આવ્યો છે. શુક્રવારે બપોરે 20 વર્ષીય એક યુવક દીવાલ કૂદીને સંસદ ભવન પરિસરમાં કૂદી ગયો, જેની બાદમાં ધરપકડ કરી લેવાઈ. આ ઘટના સાથે જોડાયેલો એક કથિત વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ (CISF) ના હથિયારધારી જવાન શંકાસ્પદ યુવકને પકડેલા નજર આવી રહ્યાં છે. યુવકે શોર્ટ્સ અને ટી-શર્ટ પહેરેલા હતાં.

સીઆઈએસએફના સૂત્રોના જણાવ્યા અનુસાર તપાસ દરમિયાન યુવકની પાસે કોઈ વાંધાજનક વસ્તુ મળી નથી અને તેને દિલ્હી પોલીસને સોંપી દેવાયો. ઘટના ઈમ્તિયાજ ખાન માર્ગની છે. શંકાસ્પદ યુવક બપોરે લગભગ 3 વાગે દીવાલ કૂદીને સંસદ ભવન પરિસરમાં કૂદી ગયો.

અલીગઢનો રહેવાસી છે આરોપી

સૂત્રોના જણાવ્યા અનુસાર આરોપી વ્યક્તિની ઓળખ ઉત્તર પ્રદેશના અલીગઢના રહેવાસી મનીષ તરીકે થઈ છે. સંસદ પરિસરની સુરક્ષાની જવાબદારી સંભાળનાર સીઆઈએસએફ કર્મચારીઓએ પરિસરમાં વ્યક્તિને જોઈને પોલીસને માહિતી આપી. પોલીસની એક ટીમ ઘટના સ્થળે પહોંચી અને વ્યક્તિને નજીકના પોલીસ સ્ટેશન લઈ ગઈ જ્યાં અધિકારીઓ દ્વારા તેમની પૂછપરછ કરવામાં આવી.

દિલ્હી પોલીસના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે અમે એ જાણવાનો પ્રયત્ન કરી રહ્યાં છીએ કે તે શંકાસ્પદ યુવક દીવાલ કૂદીને પરિસરની અંદર કેવી રીતે ગયો. સીસીટીવી ફૂટેજની તપાસ કરવામાં આવી રહી છે. વ્યક્તિ માનસિક રીતે અસ્વસ્થ હોવાનું જાણવા મળ્યું છે કેમ કે તે પોતાનું નામ યોગ્ય રીતે જણાવી શકતો નહોતો. કેન્દ્રીય સુરક્ષા એજન્સીના અધિકારીઓ દ્વારા પણ તેની પૂછપરછ કરવામાં આવી. જોકે હજુ સુધી કંઈ પણ શંકાસ્પદ જાણવા મળ્યું નથી.

ગયા વર્ષે પબ્લિક ગેલેરીથી લોકસભામાં કૂદી ગયા હતાં બે લોકો

ઉલ્લેખનીય છે કે આ પહેલા 2001ના સંસદ હુમલાની વર્ષગાંઠ પર ગયા વર્ષે 13 ડિસેમ્બરે બે લોકો પબ્લિક ગેલેરીથી લોકસભામાં કૂદી ગયા હતાં. આ ઘટના બાદ દિલ્હી પોલીસ અને કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળ (સીઆરપીએફ) ને સંસદ પરિસરની આંતરિક સુરક્ષાથી હટાવી દેવાયા પરંતુ બહારથી સુરક્ષા સુનિશ્ચિત કરવાની જવાબદારી હજુ પણ પોલીસ પાસે છે. પરિસરની આંતરિક સુરક્ષા, જેમાં જૂના અને નવા સંસદ ભવન અને એનેક્સી સહિત તેની સાથે જોડાયેલા માળખાઓ છે, તેની વ્યવસ્થા હવે સીઆઈએસએફ દ્વારા કરવામાં આવે છે.


Google NewsGoogle News